________________
અધ્ય.-૧૦ : સ ભિક્ષુ
છાયાનુવાદ : તથૈવ અશન પાનાં વા, વિવિધ સ્વાધ સ્વાદ્ય જથ્થા । छंदयित्वा साधर्मिकान् भुञ्जीत, भुक्त्वा स्वाध्यायरतः यः स भिक्षुः ॥ શબ્દાર્થ :- સાહસ્મિયા = સ્વધર્મી સાધુઓને છવિય = આમંત્રણ કરીને ત્તે = ભોજન કરે भुच्चा = ભોજન કર્યા પછી સન્નાયરÇ = સ્વાધ્યાયમાં લીન થઈ જાય.
૪૫૫
ભાવાર્થ :- તેમજ વિવિધ પ્રકારનાં આહાર, પાણી, ખાદિમ અને સ્વાદિમ વગેરે આહાર મેળવીને પોતાના સહવર્તી સાધુઓને બોલાવીને, નિમંત્રણ આપી તેની સાથે ભોજન કરે; આહાર કર્યા પછી સ્વાધ્યાય આદિમાં લીન(તન્મય) રહે છે; તે શ્રેષ્ઠ સાધુ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં આહાર પ્રત્યે પૂર્ણ સાવધાન રહેનારને શ્રેષ્ઠ ભિક્ષુરૂપે દર્શાવ્યા છે.
ભિક્ષુ નિર્દોષ ભિક્ષાચરીથી જ નિર્વાહ કરે છે પરંતુ પ્રાપ્ત થયેલી નિર્દોષ ભિક્ષામાં પણ જો તેને આસક્તિ જાગે તો તેને આહારના સંગ્રહની ઈચ્છા થાય છે અને સ્વાદિષ્ટ ભોજનનો અન્ય સાધર્મિક સાધુઓ સાથે સંવિભાગ કરવાની ઈચ્છા થતી નથી.
આ બંને ક્રિયા નિર્દોષ ભિક્ષાને દોષિત બનાવે છે, સાધુપણાનો નાશ કરે છે. તેથી જ સૂત્રકારે આહારનો સંચય ન કરવાનું અને સાધર્મિકમાં આહારાદિનો સંવિભાગ કરવાનું કથન કરીને, મુનિને આહાર પ્રત્યે અનાસક્તભાવે રહેવાની પ્રેરણા આપી છે. આહારાદિમાં અનાસક્તભાવ તે સર્વ ગુણોનું બીજ છે.
જેવી રીતે પક્ષી ભૂખ લાગે ત્યારે શોધ ખોળ કરી પોતાની પ્રકૃતિને યોગ્ય ભોજન મેળવીને પેટ ભરી લે છે, ભવિષ્ય માટે તે કોઈપણ પ્રકારનો સંગ્રહ કરતા નથી, તેવી રીતે ભિક્ષુ પણ ભિક્ષાચર્યાથી જે કાંઈ નિર્દોષ આહાર મળે, તેનાથી ક્ષુધા નિવૃત્તિ કરી લે છે પણ ભવિષ્ય માટે સંગ્રહ કરતા નથી.
સૂત્રોમાં સાધુને પ્રથમ પ્રહરમાં લાવેલા આહાર પાણીને ચોથા પ્રહરમાં રાખવાનો પણ નિષેધ છે. તે પણ સંગ્રહવૃત્તિના નિષેધ માટે જ છે.
જૈવિય સાહસ્મિયાળ ભુંને... :– સાધુએ સાધર્મિકોને આમંત્રણ કરીને અને તેમની ઈચ્છા અનુસાર આહારનો સંવિભાગ કરીને પછી આહાર કરવો જોઈએ. સાધર્મિકનો અર્થ છે સમાન ધર્મી સાધુ. જેનો વેશ, ક્રિયા, ચર્યા તેમજ નિયમ, ઉપનિયમ સમાન હોય તેને સાધર્મિક કહે છે. જિનદાસચૂર્ણિ અનુસાર "મારા પર અનુગ્રહ કરો" એવું કહીને સાધુ પોતાના સાધર્મિક સાધુને નિયંત્રિત કરે અર્થાત્ આપશ્રી આપની ઇચ્છા અનુસાર ગ્રહણ કરો. આવી રીતે પોતાની સાથે રહેલા સંતોને આહારાદિ લેવા માટે અનુરોધ કરે. જો કોઈ સાધર્મી સાધુની ઇચ્છા હોય તો તેને આપીને પછી જ આહાર કરવો જોઈએ. આ પ્રકારના નિયંત્રણ અને સંવિભાગ કરવામાં સ્વાર્થ વૃત્તિનો ત્યાગ થાય છે પરાર્થભાવ કેળવાય છે, દષ્ટિ વિશાળ બને છે અને પરસ્પરમાં પ્રેમભાવ વધે છે.