________________
(૩) ચૂર્ણિ (૪) ટીકા (૫) ટબ્બા (૬) આધુનિક શૈલીમાં અનુવાદ. નિર્યુક્તિ - દશવૈકાલિક સૂત્રની પ્રાચીનતમ વ્યાખ્યા નિર્યુક્તિ છે. તે પ્રાકૃત ભાષામાં પધબદ્ધ ટીકા છે. તેમાં સૂત્રની રચનાનું પ્રયોજન, નામકરણ, ઉદ્ધરણ સ્થળ, અધ્યયનોનાં નામ, તેના વિષય આદિનું સંક્ષેપમાં સુંદર વર્ણન છે. તેમજ ગ્રંથના પ્રત્યેક પદની વ્યાખ્યા ન કરતાં મુખ્યરૂપે પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરી છે. નિર્યુક્તિની વ્યાખ્યાશૈલી નિક્ષેપ પદ્ધતિ પર આધારિત છે. એક પદના જેટલા અર્થ થાય તેટલા બતાવી તેમાં ગ્રાહ્ય અર્થનું સૂચન કરી અપ્રસ્તુતનું નિરાસન પણ કરવામાં આવે છે. આ રીતે સૂત્ર અને અર્થનો નિશ્ચિત સંબંધ બતાવનારી વ્યાખ્યા નિયુક્તિ છે.
આનિયુક્તિ ઉત્તરવર્તી વ્યાખ્યાગ્રંથો માટે આધારભૂત બની છે. તેના કર્તા દ્વિતીય ભદ્રબાહુ સ્વામી મનાય છે, તેનો સમય વિક્રમની પાંચમી, છઠ્ઠી શતાબ્દી છે. ભાષ્ય – નિર્યુક્તિઓની વ્યાખ્યાશૈલી અત્યંત સંક્ષિપ્ત અને ગૂઢ હોવાથી તેના ગૂઢ રહસ્યોને સ્પષ્ટ કરવા માટે થોડા વિસ્તાર સાથે પ્રાકૃત ભાષામાં પધાત્મક વ્યાખ્યાઓ લખવામાં આવી. તે ભાષ્યના નામથી પ્રખ્યાત છે. ભાષ્યોમાં અનેક પ્રાચીન અનુશ્રુતિઓ, લૌકિક કથાઓ અને પરંપરાગત શ્રમણોના આચાર-વિચાર અને ગતિવિધિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાની વૃત્તિમાં ભાષ્ય અને ભાષ્યકારનો અનેક સ્થાને ઉલ્લેખ કર્યો છે. ચૂર્ણિ:- આગમો પર નિર્યુક્તિ અને ભાષ્ય પછી સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતમાં ગદ્યાત્મક વ્યાખ્યાઓ લખવામાં આવી તે ચૂર્ણિરૂપે પ્રસિદ્ધ છે. ચૂર્ણિકારરૂપે જિનદાસગણિ મહત્તરનું નામ અત્યંત ગૌરવ સાથે લેવામાં આવે છે. તેઓએ લખેલી સાત આગમોની ચૂર્ણિ હાલમાં ઉપલબ્ધ છે, તેમાં એક દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિ પણ ઉપલબ્ધ છે. દશવૈકાલિક સૂત્ર પર બીજી ચૂર્ણિ અગત્યસિંહ સ્થવિરની છે. આગમ પ્રભાકર પુણ્યવિજયજી મહારાજે તેને સંપાદિત કરી પ્રકાશિત કરી છે. ચૂર્ણિ સાહિત્યની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમાં અનેક દષ્ટાંતો અને કથાઓના માધ્યમ દ્વારા મૂળ વિષયને સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ટીકા – ચૂર્ણિ સાહિત્ય પછી સંસ્કૃત ભાષામાં ટીકાઓનું નિર્માણ થયું. ટીકાયુગ જૈન સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણયુગરૂપે પ્રખ્યાત છે. ટીકાઓ સંક્ષેપ અને વિસ્તૃત બંને
457