________________
ક્રમ
૭
८
૯
૧૦
|ચૂ.-૧
|ચૂ.—૨
અધ્યયન
વાક્ય શુદ્ધિ
આચાર પ્રણિધિ
વિનય સમાધિ
સભિક્ષુ
રતિવાક્યા
વિવિક્તચર્યા
સૂત્ર / ગાથા
૫૭
૪
૭/૩
૧
૧/૧૮
૧૬
વિષય
ભાષા વિવેક
આચાર પ્રણિધાનના ઉપાયો.
વિનય, અવિનયનું સ્વરૂપ, તેના લાભ, હાનિ, વિનયની મહત્તા.
ભિક્ષુનું બાહ્ય–આવ્યંતર સ્વરૂપ સંયમભાવમાં અસ્થિર થયેલા જીવોને માટે સ્થિરીકરણનો ઉપદેશ પ્રતિશ્રોતરૂપ સાધુચર્યા અને વિવિક્ત (એકાકી વિહાર)ચર્યાનું નિરૂપણ
અધ્યયન–૪, ૯ અને પ્રથમ ચૂલિકામાં ગાથાઓ સિવાય ગદ્યપાઠ છે તેની નોંધ ચાર્ટમાં આપેલ છે.
દશવૈકાલિકનું મહત્ત્વ :- દશવૈકાલિક સૂત્ર અતિ પ્રચલિત આગમગ્રંથ છે. મૂળ આગમમાં તેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નંદી સૂત્રમાં ઉત્કાલિક આગમોની સૂચિમાં દશવૈકાલિકનું નામ પ્રથમ છે, તે તેની મહત્તાને સૂચિત કરે છે.
આ આગમની રચના પછી શ્રુત અધ્યયનના ક્રમમાં પરિવર્તન થયું અને શ્રમણોને આવશ્યક સૂત્રના અધ્યયન પછી દશવૈકાલિકનું અધ્યયન કરાવવાનું શરૂ થયું છે. કારણ કે સાધુને માટે આચાર જ્ઞાનની પ્રાથમિકતા અને મહત્તા છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાંથી સાધ્વાચારનું જ્ઞાન સહજ, સરળ અને સરસ રીતે થાય છે.
પ્રાચીનકાલમાં આચારાંગ સૂત્રના 'શસ્ત્રપરિજ્ઞા' અધ્યયનના ભાવોને જાણ્યા પછી જ સાધુઓને મહાવ્રતોમાં ઉપસ્થાપના થતી હતી. હવે દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયન(પડ્જવનિકાય)ના ભાવોને જાણ્યા પછી મહાવ્રતોની ઉપસ્થાપના થાય છે. આ રીતે આ સૂત્રની મહત્તા સમજી શકાય છે.
44
વ્યાખ્યા સાહિત્ય :– આજ સુધી દશવૈકાલિક સૂત્ર પર વ્યાખ્યા સાહિત્યની જેટલી રચના થઈ છે, તેને છ વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે– (૧) નિર્યુક્તિ (૨) ભાષ્ય