________________
સંજ્ઞા આપવામાં આવી છે તે બાબતમાં વિદ્વાનોના ભિન્ન-ભિન્ન મત છે. સંક્ષેપમાં જે આગમોમાં મુખ્યરૂપે આચાર સંબંધી મૂળગુણો, મહાવ્રતો, સમિતિ, ગુપ્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિનું નિરૂપણ છે; શ્રમણ જીવનચર્યામાં જે મૂળરૂપે સહાયક બને છે, જે આગમોનું અધ્યયન સર્વપ્રથમ કરાવવામાં આવે છે, તેને મૂળસૂત્ર કહેવું યુક્તિયુક્ત છે. મૂળસૂત્રોની સંખ્યાબાબતમાં વિદ્વાનોનો એકમત નહોવા છતાં સર્વવિદ્વાનોએ દશવૈકાલિક સૂત્રને મૂળસૂત્રરૂપે સ્વીકાર્યું છે. દશવૈકાલિક નામની સાર્થકતા અને રચયિતા :- દશવૈકાલિક સૂત્રમાં દશ અધ્યયન છે. આ આગમની સ્વાધ્યાય વિકાલમાં અર્થાત્ ચાર સંધ્યાઓને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. તેથી તે દશ અધ્યયનમય સૂત્રનું નામ દશવૈકાલિક સૂત્ર રાખવામાં આવ્યું છે. આ સૂત્ર શયંભવાચાર્ય દ્વારા રચિત છે. દશવૈકાલિક–સ્વરૂપ અને પરિચય:
પ્રસ્તુત આગમમાં શ્રમણ જીવનની આચાર સંહિતાનું સંપૂર્ણ તેમજ સૂક્ષ્મતમ નિરૂપણ છે. તેના દશ અધ્યયનના નામ, તેની ગાથા સંખ્યા અને તેનો વિષય આ પ્રમાણે
|ક્રમ
અધ્યયન
| સૂત્ર | ગાથા
વિષય
દ્રુમપુષ્પિકા
શ્રામણ્યપૂર્વક
૧૧
ક્ષુલ્લકાચારકથા ષડૂજીવનિકાય પિંડેષણા
૧૫ ૨૩/૨૯
ધર્મપ્રશંસા અને સાધુની ગૌચરીની રીત-માધુકરી વૃત્તિ. સંયમની પૂર્વભૂમિકા– કામરાગત્યાગ. સંયમ સ્થિરતા માટે ધેર્યની સાધના. બાવન અનાચાર વિવેક જીવસંયમ અને આત્મસંયમ ગવેષણા, ગ્રહણ્ષણા અને પરિભોગેષણાની શુદ્ધિ અઢાર સ્થાન દ્વારા મહાચારનું નિરૂપણ
૧૫૦
મહાચાર કથા
43