________________
અનુવાદિકાની કલમે
સાધ્વી શ્રી ગુલાબબાઈ મ.
આગમ તે જૈન સાહિત્યની અમૂલ્ય નિધિ છે. શબ્દ દેહે તે વિશાળ અને વિરાટ છે. ભાવદેહે પણ તેની વિશાળતા અને વિરાટતા અત્યંત વ્યાપક છે. તેમાં અનંત તીર્થંકરોને સાધનાની સિદ્ધિ પછી, વીતરાગદશાની પ્રાપ્તિ પછી પ્રાપ્ત થયેલું નવનીત સમાયેલું છે.
આગમ સાહિત્યનો આધાર વ્યક્તિ, સમાજ તથા સમસ્ત જીવ જગત માટે લાભનું કારણ છે. જે સાધક આગમના આધારે વ્યવહાર કરે છે, તે સ્વપર કલ્યાણકર હોય છે. તે સાધક જગતના સર્વ જીવો સાથે આત્મવત્ વ્યવહાર કરે છે. આ રીતે એક વ્યક્તિનું આગમ આધારિત જીવન સમષ્ટિગત લાભનું કારણ બને છે.
પૂર્વાચાર્યોએ પરમ પવિત્ર આગમ સાહિત્યને બે વિભાગમાં વિભાજિત કર્યું છે. અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય.
અંગપ્રવિષ્ટ -- તીર્થંકરોની અર્થરૂપ દેશનાને ગણધરો સૂત્રબદ્ધ કરે તે આગમોને અંગ પ્રવિષ્ટ કહેવાય છે. તે દ્વાદશાંગી-૧૨ અંગ સૂત્ર છે, તેમાં વર્તમાને ૧૧ અંગસૂત્રો ઉપલબ્ધ છે.
અંગ બાહ્ય ઃ– અંગ સૂત્રોના આધારે પૂર્વધર સ્થવિરો જે આગમની રચના કરે તે બધા જ આગમો અંગ બાહ્ય કહેવાય છે.
શ્રી નંદીસૂત્રમાં અંગબાહ્ય આગમો આવશ્યક, આવશ્યક વ્યતિરિક્ત, કાલિક, ઉત્કાલિક આદિ રૂપે વિભાજિત કરવામાં આવ્યા છે.
આગમ સાહિત્યમાં શ્રી દશવૈકાલિક સૂત્રનું સ્થાનઃ– શ્રી દશવૈકાલિક સૂત્ર અંગબાહ્ય આગમ છે અને તે ઉત્કાલિક છે. જ્યારે આગમોને અંગ, ઉપાંગ, મૂલ અને છેદ. આ ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા ત્યારે દશવૈકાલિક સૂત્રને મૂલસૂત્રમાં સ્થાન આપવામાં આવ્યું અને તેનું અધ્યયન સર્વપ્રથમ અતિ આવશ્યક માનવામાં આવ્યું છે. દશવૈકાલિક—મૂળસૂત્ર :– દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન આદિ સૂત્રોને મૂલસૂત્રની
42