________________
તેમાં સાદડ્ડ-સીરિય દોષનો સામાન્ય અર્થ “સચેતમાં અચેતને ભેળવીને આપવું તે પ્રમાણે થાય છે. આ શાસ્ત્રમાં વત્તિના આધારે તેની બે ચૌભંગી આપી છે. તેમ જ ઉદાહરણ સહિત એક જ શબ્દના પાંચ અર્થ આપ્યા છે.
શાસ્ત્રના મૂળભૂત વિષયને સ્પર્શતા ગૌચરના દોષોનું કથન શ્રી આચારાંગ સૂત્ર આદિમાં પણ છે. અમે બધાં શાસ્ત્રોમાં કથિત ગૌચરી સંબંધી દોષોનું સંકલન કરી તેને પરિશિષ્ટમાં આપ્યું છે. તે ઉપરાંત ચૂલિકા સંબંધી ઇતિહાસ, સાધુ જીવનની અન્ય ક્રિયાઓની વિસ્તૃત જાણકારી આપવા માટે જુદા જુદા પરિશિષ્ટો બનાવ્યાં છે.
આ રીતે સાધુ જીવનના અત્યંત વ્યવહારુ વિષયોને યથાશક્ય લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
આ શાસ્ત્રના સંપાદનમાં અનંત ઉપકારી ગુરુવર્યોની અસીમ કૃપા જ અમારું પીઠબળ છે તથા તેઓશ્રીના પાવન સાંનિધ્યમાં રહીને અમે શાસ્ત્રના પ્રત્યેક નિયમોનું પાલન પ્રયોગાત્મક રૂપે નજરે નિહાળ્યું છે. તેના આધારે સંયમી જીવનને સ્પર્શતા વિષયોનું વિવેચન અમે સરળ રીતે કરી શક્યા છીએ, તેથી આ સંપાદન કાર્યના યશભાગી સંપૂર્ણ રીતે અમારા ગુરુભગવંતો જ છે. બસ ! શાસ્ત્રનું સંપાદન કેવળ અમારી બુદ્ધિનો વિષય ન બને, શાસ્ત્રના ભાવો અમારો આચાર બની જાય એ જ મંગલકામના... ' છદ્મસ્થપણાને વશ થઇ જિનવાણીથી ઓછી - અધિક કે વિપરીત પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધ ત્રિવિધે... મિચ્છામિ દુક્કડમ્...
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવશ્રી! અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત -લીલમ ગુરુણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ.મુકત -લીલમ- વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.