________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
શ્રી દશવૈકાલિક સૂત્ર, તે મુનિજીવનની બાળપોથી છે. ચાલવું, બેસવું, ઊભા રહેવું, શયન કરવું, બોલવું અને ભોજન કરવું, આ જીવનની અનિવાર્ય છ એ ક્રિયા સાધુ જીવનમાં કઇ રીતે કરવી, જેથી ક્રિયા કરવા છતાં પાપકર્મનો બંધન થાય, તેની અદ્ભુત ચાવી શાસ્ત્રકારે પ્રગટ કરી છે. સાધક જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે ગળથુથીમાં મળેલા આ શાસ્ત્રના, સંપાદનનો સુઅવસર પ્રાપ્ત થયો ત્યારે પોતાના જ જીવનને સ્પર્શતી ઘટનાઓનું કથન હોવાથી સહજતા સાથે આનંદનો અનુભવ થયો.
સાધુ જીવનના પ્રત્યેક નિયમો પાછળ શાસ્ત્રકારનો આશય શું છે? તે વૃત્તિના આધારે સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
આચાર પ્રસિધિ' નામના આઠમા અધ્યયનમાં ગાથા -૪૧માં યુવતીત્વયં સર્વ હાવળા પદ છે. તેનો અર્થ “ધુવશીલતાનો હાસ ન થવા દે', તે પ્રમાણે થાય છે. કેવળ ગાથાના અર્થથી વાચકો તેના રહસ્યને પામી શકે નહીં. વૃત્તિકારે અને ચૂર્ણિકારે “ધુનશીલનો અર્થ “સાધુએ પ્રતિદિન આચરણ કરવા યોગ્ય બ્રહ્મચર્ય” કર્યો છે અને તેના ૧૮૦૦૦ ભેદ – પ્રભેદને શીલાંગરથ દ્વારા સમજાવ્યા છે. ખરેખર ! બ્રહ્મચર્યના આધાર પર જ સંયમરૂપી ઇમારત સ્થિર રહી શકે છે, તેથી જ શાસ્ત્રકારે બ્રહ્મચર્ય માટે “Úવશીલ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. સાધુ કોઈ પણ પરિસ્થિતિમાં બ્રહ્મચર્યનો હાસ-નાશ ન થવાદે.
સુવાક્ય શુધ્ધિ' નામના સાતમા અધ્યયનમાં સાધુએ બોલવા અને ન બોલવા યોગ્ય ભાષાના અનેક ઉદાહરણો આપ્યા છે. અમે ગાથાના ભાવોના આધારે કલ્પનીય – અકલ્પનીય ભાષાનું કોષ્ટક તૈયાર કર્યું છે. જેથી વાચકો કલ્પનીય – અકલ્પનીય ભાષાની તુલના કરી શકે, બંને ભાષા પ્રયોગમાં શું તફાવત છે તે જોઇ શકે, તે ઉપરાંત અકલ્પનીય ભાષામાં શું દોષ છે ? તેનું પણ તારણ કાઢી શકે છે.
પિંડેષણા' નામના પાંચમા અધ્યયનમાં ગૌચરના દોષોનું વિસ્તૃત વર્ણન છે.
40 IST