________________
Th( 5.
જીગ્નેશ જોષી, નીતા દરિયાનાણી અને સાબીરભાઈ તથા આગમના દાનદાતાઓ વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
પ્રસ્તુત આગમના શ્રુતાધાર યુવાશ્રાવક પીયૂષભાઈ જયંતલાલ શાહને ધર્મધ્યાનમાં અભિવૃદ્ધિ સહિતના સાધુવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશક, સંપાદકોનો આભાર સહ અનેકશઃ સાધુવાદ.
અહીં મહાવીર નગરના સુશ્રાવક મંત્રી મહોદય મણિભાઈ શાહ જેઓએ પ્રફ વાચનમાં સહયોગ આપ્યો છે તેઓને પણ ધન્યવદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે તૂટી રહી જવા પામી હોય, જિનવાણી વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.....
વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ પુનઃક્ષમાપના. મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પ. પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ. સ. ના
સુશિષ્યા – આર્યાલીલમ.
39