________________
જયંતિલાલજી મ.સા.ને સાદર નત મસ્તકે શતકોટિ વંદન કરું છું. પ્રત્યેક આગમના અભિગમો દ્વારા આપશ્રી આગમના રહસ્યોને પ્રગટ કરો તેવી ભાવના વ્યક્ત કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, આગમના પાઠ પ્રમાણે વાસ્તવિક અર્થ કરી, સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર, સમયજ્ઞ આગમ મનીષી પૂ.ત્રિલોકમુનિવર્યને મારી શતકોટિ વંદના સદા હોજો.
પ્રસ્તુત સૂત્રના અનુવાદિકા છે અમારા પ્રિય ઈષ્ટ ગુસ્સીમૈયા સમા ગુર્ભગિની ગુણ ગંભીરા, સંયમ સ્થવિરા, સમતામૂર્તિ, ગુરુપ્રાણ પરિવારના શ્રમણી પ્રમુખા પ. પૂ. શ્રી બા. બ્ર. ગુલાબબાઈ મહાસતીજી, જેઓની ઉંમર ચુમોતેર વરસની છે અને દીક્ષા પર્યાય છે ચોપન વરસની. મહારાષ્ટ્ર, પૂર્વભારત સૌરાષ્ટ્ર ગુજરાતમાં પરિવાર સહિત વિચરી ગોંડલ ગચ્છની ગરિમા વધારી, જય માણેક પ્રાણ ગુરુદેવની યશોગાથાનો કીર્તિધ્વજ, લહેરાવી; જૈનશાસનની શાન વધારી આજે સદર ઉપાશ્રયમાં સ્થિરવાસ બિરાજે છે. તેઓશ્રી માટે હું શું લખું? ખુદ મારા પણ તેઓ જ ઘડવૈયા છે. તેઓશ્રીના શ્રી ચરણોમાં વંદન, નમસ્કાર કરીને ભાવના ભાવું છું કે આપશ્રીનો વરદ હસ્ત મારા મસ્તક ઉપર સદા રહે અને જે સહિયારા પુરુષાર્થે આગમ કાર્ય આરંભાયું છે તે પૂર્ણતાને પામે તેવી કૃપા વરસાવતા રહેજો.
મારી સદા સહયોગી, આગમરત્ન સહસંપાદિકા વિદુષી સાધ્વી રત્ના ડો. આરતીશ્રી એવં સાધ્વી સુબોધિકાશ્રીને અનેકશઃ ધન્યવાદ. આ આગમ અવગાહન કરાવનાર સહયોગી સાથી દરેક સાધ્વીવૃંદને સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઈ, ધીરૂભાઈવગેરેને ધન્યવાદ ગુરુપ્રાણ ફાઉન્ડેશન સભ્ય શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલા ભામાશા શ્રીયુત રમણિકભાઈ અને આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢસંકલ્પી તપસ્વિની વિજયાબેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદ ભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક સ્થા. જૈન સંઘના યુવા પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણ, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા તેમના સહયોગી
(38