________________
દસમી હિતશિક્ષા – મg = સભિક્ષુ નામના અધ્યયન દ્વારા આચાર્ય દેવે એકવીસ ગાથામાં દસમી હિત શિક્ષા દર્શાવી છે. અનાદિના ભોગના ભિખારીને યોગી સભિક્ષુ બનાવનાર ગુસ્વર્યો હોય છે. તે યોગી બનેલો સભિક્ષુ કેવો હોય, તેના આદર્શો, લક્ષણો, તેના વેણ, નેણ, ઈન્દ્રિયોની મર્યાદા, સહનશીલતા, શરીરની મમતાનો ત્યાગ વગેરેનું વર્ણન કરી સાધકને સભિક્ષુ બનવાની પ્રેરણા કરી છે.
આ દસ અધ્યયનની દસ હિતશિક્ષા કલ્પવૃક્ષ સમી છે. તેનાથી આત્માને ઈચ્છિત શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. આ દસ હિતશિક્ષાના મંદિર ઉપર સુવર્ણ કળશ અને ધ્વજા સમી બે ચૂલિકાઓ છે. તે પરમાર્થથી ભરેલી છે.
સાધકનું મન સંસાર તરફ આકર્ષિત થાય ત્યારે તેણે શું શું વિચાર કરવો? મનને સંયમમાં કેમ સ્થિર કરવું? તેનું ભરચક જ્ઞાન આચાર્ય ભગવંતે પ્રથમ ચૂલિકા દ્વારા અર્પણ કર્યું છે.
બીજી ચૂલિકામાં આત્માનું જ સતત રક્ષણ દર્શાવ્યું છે– દિનભરની ચર્યામાં ક્યાં ક્યાં ભૂલ થઈ ગઈ, તેને યાદ કરી ભૂંસી નાખવી, આત્માની એષણા કરી સુવિચારો સુદઢ કરવા વગેરે; વીતરાગ પરમાત્માએ પંચમ આરાના સાધક માટે કણા વરસાવી છે. આ સૂત્રમાં અણમોલ અનુપમ ખજાનો દરેક સાધક આત્માઓ માટે ભરેલો છે તે વાંચીને જીવનમાં ઉતારશે તે ગેરંટીપૂર્વક તરી જશે. વૈકાલિક વિભાવમાંથી નીકળી વૈકાલિક સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત કરી જશે.
આ સૂત્રના શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન વગેરે વાચકને સહેલાઈથી સરલ રીતે સમજાઈ જાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ આગમ સહુના કલ્યાણનું કારણ બને તેવી ભાવના પ્રગટ કરી વિરમું છું. આભાર : સાધુવાદ : ધન્યવાદ :
પ્રસ્તુત આગમમાં કલગી સમ શોભતો, આગમના રહસ્યોને ઉદ્ઘાટિત કરતો, હૃદયના ભાવોથી ભરેલો માર્મિક અભિગમ પ્રેષિત કરનાર પરમ ઉપકારી સૌ. કે. પૂ. ગુરુદેવના અંતેવાસી પ્રિય શિષ્ય ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી
37