________________
પ્રકારની છે. આચાર્યોએ ટીકાઓના વિવિધ નામોના પ્રયોગ કર્યા છે– ટીકા, વૃત્તિ, વિવૃત્તિ, વિવેચન, વિવરણ, વ્યાખ્યા, વાર્તિક, દીપિકા, અવચૂરિ, પંચિકા, ટિપ્પણ, પર્યાય, સ્તબક, પીઠિકા, અક્ષરાદ્ધ વગેરે.
આ ટીકાઓમાં આગમિક તત્ત્વો પર વિવેચન છે તેમ છતાં તે સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિઓના જ્ઞાનથી પણ સભર છે. દશવૈકાલિક સૂત્રના સંસ્કૃત ટીકાકારોમાં હરિભદ્રસૂરિનું નામ સર્વપ્રથમ છે. તે સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. તેમણે અનેક આગમો પર ટીકાઓ લખી છે. વર્તમાનમાં તેઓની નંદીવૃત્તિ, અનુયોગ- વારવૃત્તિ, પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા, આવશ્યકવૃત્તિ અને દશવૈકાલિકવૃત્તિ ઉપલબ્ધ છે. ત્યારપછી અનેક આચાર્યોએ આ સૂત્ર પર ટીકા સાહિત્યની રચના કરી
ટબ્બા :- પાયચંદ્રસૂરિ અને ધર્મસિંહ મુનિએ વિક્રમની ૧૮મી શતાબ્દીમાં ગુજરાતી અને રાજસ્થાની મિશ્રિત ભાષામાં ટબ્બાની રચના કરી. આજે પણ ઘણા ભંડારોમાં અને સાધુ સાધ્વીઓ પાસે તે ઉપલબ્ધ થાય છે.
આ રીતે અનેક આચાર્યોએ યુગે યુગે દશવૈકાલિક સૂત્ર પર વિરાટ વ્યાખ્યા સાહિત્યની રચના કરી છે. પરંતુ તેમાં અગત્સ્યસિંહસૂરિકૃત ચૂર્ણિ, જિનદાસગણિ મહત્તકૃત ચૂર્ણિ અને હરિભદ્રસૂરિ વિરચિત વૃત્તિ તે ત્રણેયનું વ્યાખ્યા સાહિત્યમાં મહત્વનું સ્થાન છે. અન્ય દાર્શનિકોએ પણ પોતાના ગ્રંથોમાં તેમના મૌલિક ચિંતનનો ઉપયોગ કર્યો છે. આધુનિક શૈલીમાં અનુવાદ અને વિવેચન :- ટબ્બા પછી અનુવાદ યુગનો પ્રારંભ થયો. આચાર્ય અમોલકઋષિજીએ દશવૈકાલિકનો હિન્દી અનુવાદ કર્યો. ત્યારપછી અનેક વિદ્વાનોના હિન્દી અનુવાદ પ્રકાશિત થયા છે. તેવી જ રીતે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ થયા છે. આચાર્ય આત્મરામજી મહારાજે દશવૈકાલિક પર વિસ્તૃત હિન્દી વિવેચન કર્યું છે. તે વિવેચન મૂળસૂત્રના અર્થને સ્પષ્ટ કરવામાં સક્ષમ છે. આચાર્ય તુલસીના નેતૃત્વ હેઠળ મુનિ શ્રી નથમલજીએ સવેગાલિય ગ્રંથ તૈયાર કર્યો છે. જેમાં મૂલપાઠના અનુવાદ સાથે વિષયને સ્પષ્ટ કરવા માટે શોધપ્રધાન ટિપ્પણો આપી છે. આ પ્રકારે અતીતથી વર્તમાન સુધીમાં અનેક આચાર્યોએ દશવૈકાલિક સૂત્ર પર વ્યાખ્યાઓ અને વિવેચન લખ્યા છે. જે આ આગમની લોકપ્રિયતા અને ઉપયોગિતાનું
46