________________
અધ્ય.-૧૦: સ ભિક્ષ
૪૪૭.
દશમું અધ્યયન
પરિચય જે
જે
* આ અધ્યયનનું નામ સ ભિક્ષુ છે. * નામની સાર્થકતા -દશવૈકાલિક સૂત્ર સાધ્વાચારને જ પ્રદર્શિત કરે છે. પૂર્વના નવ અધ્યયનમાં સાધુના વિવિધ આચારો, ધર્મની વ્યાખ્યા, અણગાર ધર્મ, સાધુની ભિક્ષાવૃત્તિ, તેના દોષો, સુવાક્ય શુદ્ધિ, ક્ષુલ્લકાચાર, મહાચાર અને આ સર્વ આચારના બીજભૂત વિનયનું વિસ્તૃત વિવેચન છે. આ રીતે સૂત્રકારે નવ અધ્યયનોમાં સાધુતાનું સર્વાગીણ વર્ણન કર્યું છે.
ત્યારપછી આ અધ્યયનમાં તે સર્વ વિષયોનું સંક્ષિપ્તમાં કથન કરીને, ઉત્તમ સાધુના ગુણો જેનામાં હોય તેને ભિક્ષ કહેવાય, તે સૂચન કરવા પ્રત્યેક ગાથાના અંતે સfબહુ પદ પ્રયોગ કરવામાં આવેલ છે. તેથી આ અધ્યયનનું નામ બિgછે. * સ = સ૬, ભિક્ષુ શ્રેષ્ઠ સાધુ. તેની ઓળખાણ આ અધ્યયનમાં આપી હોવાથી તેનું નામ બહુ
છે.
* ભિક્ષાજીવી, ભિક્ષાશીલ હોય તેને ભિક્ષુ કહે છે. તેઓ કોઈપણ વસ્તુ ખરીદીને અથવા અગ્નિ વગેરેમાં પકાવીને તેનું સેવન કરતાં નથી. તેઓ ભિક્ષા દ્વારા જ જીવન નિર્વાહ કરે છે તેમજ ભિક્ષા દ્વારા જ આવશ્યક ઉપકરણ તથા ઉપધિને પ્રાપ્ત કરે છે.
આ વ્યાખ્યાથી આદર્શ ભિક્ષુની સંપૂર્ણ ઓળખ થઈ શકતી નથી. તેમાં સર્વ પ્રકારના ભિક્ષુનો સમાવેશ થઈ જાય છે જે ભિક્ષાથી જ જીવન વ્યવહાર તો ચલાવે છે પરંતુ ત્રણ-સ્થાવર જીવોની હિંસાથી મુક્ત થયા ન હોય, કોઈ પણ નિયમ ઉપયનિયમોનું પાલન કરતા ન હોય, કંચન-કામિનીના બંધનથી બંધાયેલા હોય છે, તે શ્રેષ્ઠ ભિક્ષુ કહેવાય નહીં. * નામ અને રૂપ એક સરખા હોવા છતાં જેમ કસોટી પર કસતાં અસલી અને નકલી સોનાની પરખ થઈ જાય છે, તેમજ ભિક્ષણશીલ શ્રમણોમાં ભિક્ષા રૂપ સમાનતા હોવા છતાં ગુણરૂપી કસોટીથી સભિક્ષની પરખ થઈ જાય છે. હિંદુ ગુણવાન સાધુ જ સ ભિક્ષુ = શ્રેષ્ઠ ભિક્ષુ કહેવાય છે. * નિયુકિતકારે સંક્ષેપમાં એક જ ગાથા દ્વારા સભિક્ષુની વ્યાખ્યા કરી છે.
जे भावा दसवेआलिम्मि, करणिज्ज वण्णिआ जिणेहिं । तेसिं समावणमिति, जो भिक्खु मन्नइ स भिक्खु ॥