________________
૪૪૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
આ પ્રમાણે છે..
ગાથાર્થ– જિનવચનોમાં તન્મય રહેનાર, તનતનાટ નહીં કરનાર, શાસ્ત્ર જ્ઞાનમાં પરિપૂર્ણ, નિરંતર સંયમના લક્ષ્યમાં રહેનાર, ઇન્દ્રિય અને મનનું દમન કરનાર તથા ભાવોની વિશુદ્ધતાને કાયમ રાખનાર અણગાર આચાર સમાધિથી સંવૃત્ત(યુક્ત) બને છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્ર અને ગાથામાં ચતુર્વિધ આચાર સમાધિના આધારે આચાર નિયમોની શુદ્ધિ માટે તેના શુદ્ધાશુદ્ધ હેતુનું પ્રતિપાદન છે.
=
=
આાર સમાહિ:- આચાર - જીનાજ્ઞાનુમત આચરણ; સંયમાચારના સમસ્ત વિધિ નિયમો. સમાધિ તે આચારોનું અખંડરૂપે પાલન, શુદ્ધ લક્ષ્ય અને શુદ્ધ વિધિથી સંયમાચારનું પાલન કરવું તે આચાર સમાધિ છે. પ્રસ્તુતમાં નિષેધાત્મક વાક્યાવલિ છે; માટે આચારના દરેક નિયમોનાં પાલનમાં અશુદ્ધ લક્ષ્ય ન રાખવું તે આચારની સમાધિરૂપ છે. જૈનદર્શનમાં આચાર વિશુદ્ધિનું અત્યંત મહત્ત્વ છે. જિનકથિત હિતકારક આચારના યથાર્થ પાલનમાં તલ્લીનતા તે જ સાધકની આચારસમાધિ છે.
પબિહા હતું આવાસમષ્ટિ :- તપસમાધિની જેમ આચાર સમાધિના પણ ચાર ભેદ છે, તે ચારમાંથી ત્રણ પ્રકારની આચારસમાધિનું સ્વરૂપ તપસમાધિની સમાન જ છે અર્થાત્ પ્રારંભના જે ત્રણ પ્રયોજન તપ માટે અયોગ્ય છે; તેવી જ રીતે આચારના પાલન માટે પણ તે જ અયોગ્ય છે. માટે સાધકે આચાર સંબંધી કોઈ પણ નિયમ પાલનમાં આ લોક, પરલોક અને યશકીર્તિનું લક્ષ્ય રાખવું નહીં. આરહતે હેત અપ્નસ્થ આયર ગ અશિક્રિષ્ના :- આર્હત હેતુ - અરિહંત ભગવાનના હેતુઓથી, શાસ્ત્રાજ્ઞાના હેતુઓથી મળત્ત્વ = તે સિવાયના કોઈ પણ હેતુથી ન આવાર અહિદુિગ્ગા = આચારનું પાલન ન કરવું.
આ ચોથી આચાર સમાધિમાં અને ચોથી તપ સમાધિના શબ્દોથી ભિન્નતા છે તપનું આચરણ માત્ર નિર્જરા હોય છે, કારણ કે તે નિર્જરાનો જ પ્રકાર છે. સૂત્રમાં તેને માટે એકાંતિક અને એક વચનના પ્રયોગ સાથે માત્ર નિર્જરાનું કથન છે.
પરંતુ સંયમાચારની વિવિધ પ્રવૃત્તિઓના આશય ભિન્ન હોય છે. યથા– સંયમાચારની કોઈ પ્રવૃત્તિઓ સંવર માટે, કોઈ નિર્જરા માટે, કોઈ શરીર નિર્વાહ માટે, કોઈ વિવેક વ્યવહાર માટે, કોઈ વિશેષ પરિસ્થિતિમાં સેવા સહયોગ માટે, સંઘ વ્યવસ્થા માટે, સંકટ નિવારણ માટે વગેરે વિવિધ પ્રવૃત્તિઓ વિવિધ આશયથી થાય છે શાસ્ત્રમાં જે જે પ્રવૃત્તિઓનું જે જે પ્રયોજન કહ્યું હોય ઉત્સર્ગ અને અપવાદ માર્ગના નિયમોના જે જે આશય હોય તેને યથાર્થ રૂપે સમજીને તે તે ક્રિયાઓનું આચરણ તે જ આશયથી કરવું જોઈએ. સાધકે શાસ્ત્ર નિર્દિષ્ટ હેતુ કે જિનેશ્વર અરિહંત પ્રભુ દ્વારા નિર્દિષ્ટ હેતુ સિવાય અન્ય કોઈપણ