________________
અધ્ય-૯, ઉ.-૪:વિનય સમાધિ
૪૪૩.
મનકલ્પિત હેતુઓ તે આચારો સાથે જોડવા જોઈએ નહીં. આ ચોથી સમાધિમાં આ પ્રકારના વિસ્તૃત અને ગંભીર આશય છે. ને આઈહિં હં એવા બે બહુવચન યુક્ત શબ્દોથી સ્પષ્ટ છે.
નિવયા રા..- ગાથામાં સૂત્રકારે આચાર સમાધિ પ્રાપ્ત કરવા માટે સાધકોની યોગ્યતાનું કથન કર્યું છે. તેમાં છ ગુણ દર્શાવ્યા છે
નિવય જ ૨૫ = જિનવચન = જિનેશ્વર પ્રભુના વચન, આપ્તવાણી, આગમોક્ત તત્ત્વ, આગમના આદેશ, નિર્દેશ, પ્રેરણા, શિક્ષા, ઉપદેશ, આચાર, વિચાર, કથા, તત્ત્વ, ભંગ, ગણિત વિષય, ખગોળ, ભૂગોળ, લોક, અલોક વગેરેથી સંબંધિત જે વચન છે, તે સર્વ પ્રકારના જિનવચનોના શ્રવણ, વાંચન, મનનમાં અને તેના આદેશ પાલનમાં જે તન્મય હોય તેવા અંતર બાહ્ય જિનવચનાનુરાગી સાધક સંયમાચારની સમ્યગુ આરાધના કરી, આચાર સમાધિને પ્રાપ્ત કરી શકે છે.
(૨) તિંતિ = તનતનાટ ન કરનાર, કચકચ ન કરનાર, કઠોર વચન ન બોલનાર. તનતનાટ શબ્દનો ભાવાર્થ એ છે કે- કોઈની ઉપર ચીડાઈ જઈ વિવેક કે વિચાર વિના બોલવું, બડબડાટ કરવો, પ્રલાપ કરવો; અસંતુષ્ટ, વ્યાકુળ ચિત્તે જેમ-તેમ બોલવું; તનતનાટ કરવાથી પોતાની તથા બીજાની સુખશાંતિ અને સમાધિનો ભંગ થાય છે, તનતનાટની પ્રકૃતિ અન્ય અનેક ગુણોનો નાશ કરે છે. તેથી તનતનાટનો ત્યાગ કરી શાંત ચિત્ત રાખીને શુદ્ધ આચારનું પાલન કરનાર સાધક સમાધિને પ્રાપ્ત કરી શકે છે.
તેમજ તનતનાટની પ્રકૃતિવાળા સાધક પ્રકૃષ્ટતમ તપ સંયમની આરાધના કરતા હોય તોપણ તેઓ સંયમાચારની સાચી સમાધિ આનંદ, સુખશાંતિને મેળવી શકતા નથી. તે ઉપરાંત પોતાના વચન અને વ્યવહાર સંબંધી અવિવેકના કારણે તે સાધક પોતાની અને બીજાની સુખશાંતિને ભંગ કરનાર હોય છે. આ હેતુથી શાસ્ત્રકારે આચારની સમાધિ મેળવવા માટે, અહીં શ્રમણના છ વિશેષણોમાં લૈંતિ નો સમાવેશ કર્યો છે.
હિપુખ = પ્રતિપૂર્ણ શબ્દ વિશેષણ રૂપ હોવાથી તેના અનેક અર્થ થાય છે.– શ્રુતજ્ઞાનથી પ્રતિપૂર્ણ, શ્રદ્ધાથી પ્રતિપૂર્ણ; બ્રહ્મચર્યમાં, સંયમમાં, તપમાં, વિનય વગેરે ગુણોમાં પ્રતિપૂર્ણ. પરંતુ અહીં શાસ્ત્ર જ્ઞાનમાં પ્રતિપૂર્ણ અર્થ અપેક્ષિત છે. આચારની સફળતા માટે શાસ્ત્રજ્ઞાન મહાન આલંબન રૂપ છે; પ્રતિપૂર્ણ શાસ્ત્રજ્ઞાનવાળો સાધક આચાર સમાધિને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે.
(૪) કાયયયયપિ = ગાયત + ગાયટ્ટા આયત = દીર્ઘ, અતિશય, અત્યંત પરમ, નિરંતર, મહાન વગેરે યથાપ્રસંગ અર્થ થાય છે. આ ફિvપદની વિસ્તૃત વ્યાખ્યા વિનયસમાધિ સૂત્રમાં કરી છે. તેનું તાત્પર્ય- મોક્ષાર્થી, આત્માર્થી, સંયમાર્થી વગેરે છે. અહીં તેની સાથે આયત શબ્દનો સંયોગ થતાં મહાન આત્માર્થી, પરમ સંયમી, નિરંતર મોક્ષની ઈચ્છા રાખનાર વગેરે અર્થ થાય છે. સંક્ષેપમાં નિરંતર મોક્ષની ઈચ્છા રાખનાર મહાન આત્માર્થી સાધક જિનેશ્વર કથિત આચારની સમ્યક પ્રકારે આરાધના કરીને આચારસમાધિને પ્રાપ્ત કરી શકે છે.