________________
૪૪૦ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
કર્મક્ષયના ઉદ્દેશથી તપસ્યાનું વિધાન કરવામાં આવ્યું છે. તવસમાહિ- કોઈ પણ પ્રકારની આશા વિના આત્મવિશુદ્ધિ-કર્મ મુક્તિ માટે જે બાહ્ય અને આત્યંતર અનુષ્ઠાન કરવામાં આવે, જેનાથી કર્મો તપીને ભસ્મીભૂત થાય, આત્મા ઉજ્જવળ બને તેને તપ કહે છે. તેમજ ઇચ્છાનો નિરોધ તે પણ તપ છે. તપની આરાધનાથી પૂર્વકૃત કર્મોનો નાશ થાય છે. તપ કર્મ નિર્જરાનું તીક્ષ્મતમ શસ્ત્ર છે. તપની આરાધના આત્મસુખની ઉપલબ્ધિનું નિમિત્ત છે. તેથી તપની આરાધના સમાધિ રૂપ બને છે. તેના ચાર પ્રકાર દર્શાવતા સૂત્રકારે સાધકને તપશુદ્ધિ માટે માર્ગદર્શન આપ્યું છે.
નો ઇનકથા:- તપની આરાધના સાથે શ્રમણ ભિક્ષુએ ઇહલૌકિક તેજોલેશ્યા તથા આમાઁષધિ આદિ લબ્ધિ, ભૌતિકસિદ્ધિ અને વચનસિદ્ધિ વગેરેની પ્રાપ્તિ થાય તેવી કામના ન કરવી જોઈએ. તેવું મનો– ચિંતન રાખવું નહીં, આ ઇહલૌકિક પ્રથમ તપસમાધિ છે.
શ્રમણોપાસકે તપસ્યાની આરાધના સાથે તે પુત્ર પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ તેમજ અન્ય સાંસારિક અભિલાષાઓની પૂર્તિ થવાના સંકલ્પો ન કરવા જોઈએ. તે ઇહલૌકિક તપસમાધિ એટલે તપની શુદ્ધિ છે; તે તપની શુદ્ધ આરાધના કહેવાય છે. નો પરોક્યા – પરલોકમાં દેવગતિ, દેવલોકનાં દિવ્યસુખો કે આગામી મનુષ્ય ભવસંબંધી ઋદ્ધિ, સુખ સુવિધા પ્રાપ્ત થશે, તેવી મનોકામનાઓ ભિક્ષુએ તપારાધના સાથે ન કરવી જોઈએ, આ બીજી પરલૌકિક તપસમાધિ છે. નો વિત્તવાસિનો થાણ - કીતિ = બીજા દ્વારા ગુણકીર્તન વડે સર્વ દિશામાં(વ્યાપક ક્ષેત્રમાં વ્યાપ્ત થશ. વર્ગ = એક દિશામાં(સીમિત પ્રાંત વગેરેમાં) વ્યાખ યશ. શબ્દ = સીમિત પાંચ પચ્ચીશ ગામ નગરોમાં વ્યાપ્ત યશ.શ્લોક = ખ્યાતિ. તે જ સ્થાનમાં(ગ્રામાદિમાં) મળનારો યશ, ગુણગ્રામ, સ્તુતિ, પ્રશંસા. આ ચાર પ્રકારની યશોવાંછાથી એટલે કે પદ, પ્રતિષ્ઠા, પદોન્નતિ, કીર્તિ, પ્રસિદ્ધિ, પ્રશંસા, સ્તુતિ, પ્રશસ્તિ આદિની કામનાઓ સાધકે તપસ્યા સાથે જોડવી નહીં, આ ત્રીજી તપસમાધિનું તાત્પર્ય છે. MUસ્થ ઝિર૬ તવહિટ્રિબ્બા – તપની આરાધના સમયે પૂર્વકૃત કર્મોનો ક્ષય કરીને આત્માને નિર્મળ અને શુદ્ધ બનાવવાનું એક માત્ર લક્ષ્ય રાખવું તે ચોથી તપસમાધિ છે.
ઈહલૌકિક કે પારલૌકિક સુખની આકાંક્ષાથી પ્રેરિત થઈને તપની આરાધના કરે તો તેનાથી કદાચ ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય પરંતુ સર્વકર્મના ક્ષયરૂપ લક્ષ્યની સિદ્ધિ થતી નથી. કોઈ પણ લૌકિક આશાથી તપ કરવાથી તે તપનું અવમૂલ્યન થાય છે, તેમજ તે તપ સમાધિનું નિમિત્ત બનતું નથી.
આ રીતે તપની આ ચારે સમાધિમાં એકંદરે નિષેધ વચન દ્વારા વિધાનને સમજાવ્યું છે. ત્રણ સમાધિમાં નિષિદ્ધ ચિંતનનું સ્પષ્ટીકરણ છે અને ચોથી સમાધિમાં તે ત્રણ સિવાય અવશેષ સર્વ પ્રકારના ચિંતનોને તપ સાથે જોડવાનો નિષેધ છે પરંતુ તેમાં શાસ્ત્રકારે નિર્જરાર્થ ચિંતનને બાદ કર્યો છે અર્થાત્ કર્મનિર્જરા માટે તપ કરવાનું