________________
૪૩૪]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ:- વિનય સમાધિ ચાર પ્રકારની છે, જેમ કે- (૧) ગુરુ હિતશિક્ષા આપે કે આદેશ કરે તો તેને શ્રદ્ધા ભાવ યુક્ત થઈને સાંભળે. (૨) સાંભળેલા તે શિક્ષા આદેશ આદિને સમ્યક પ્રકારે સંપાદિત કરે, કાર્યાન્વિત કરે. (૩) શાસ્ત્રાજ્ઞાઓની સમ્યગુ આરાધના કરે, પરિપૂર્ણ પાલન કરે (૪) વિનય સંપન્ન તથા ચારિત્રનિષ્ઠ હોવા છતાં આત્માભિમાની કે સ્વગુણ પ્રશંસક ન બને.
વિનય સમાધિના આ ચાર પ્રકાર ગધમય છે હવે અહીં આ પ્રમાણે તે વિષયનો શ્લોક કહે છે.
ગાથાર્થ– મોક્ષાર્થી સાધક ગુરુની હિતશિક્ષા ધ્યાનપૂર્વક અને આદરપૂર્વક સાંભળે, ગુરુ વચનનું યથાર્થ પાલન કરે અને તે ગુણોના અભિમાનથી ક્યારે ય અહંકારી ન બને, તે જ વિનય સમાધિના આરાધક થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્ર અને શ્લોકમાં વિનય સમાધિનું સ્વરૂપ અને તેના પ્રકારનું નિરૂપણ છે. વિષય સાહિ:- પ્રથમ સુત્રના વિવેચનમાં વિનયના સામાન્ય અને વિશેષ રૂપે બે ભેદ સમજાવ્યા છે; તેમાંથી અહીં માત્ર સામાન્ય અને વ્યવહાર્ય એવા વ્યવહાર વિનય સમાધિના ચાર પ્રકારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અર્થાત્ પ્રસ્તુત સૂત્રમાં ગુરુ પ્રત્યે શ્રદ્ધાપૂર્વકના નમ્ર વ્યવહારનું કથન છે. સનું સંડિવન - ગુરુના સાંનિધ્યમાં રહી શિષ્ય વિનયધર્મના પાલનમાં તન્મય બની જાય. તેનાથી તેનું ઇહલૌકિક અને પારલૌકિક હિત થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી વિનયનું સમ્યમ્ આચરણ સમાધિરૂપ બની જાય છે. તેવું આ
:- વેદ = શ્રત, શાસ્ત્ર, આગમ. તેની આરાધના = આગમ પ્રત્યે ભક્તિ બહુમાન, શ્રદ્ધા નિષ્ઠા. આગમોનું અધ્યયન કરવું અને તેમાં નિર્દિષ્ટ આદેશો, સૂચનોનું શ્રદ્ધા ભાવે યથાર્થ પાલન કરવું, તે સર્વ તેની આરાધના કહેવાય. જેમ ગુરુની આજ્ઞાનું યથાર્થ પાલન કરવું તે ગુરુની આરાધના કહેવાય અને તે બીજી વિનય સમાધિ છે. તેમજ આ ત્રીજી વિનય સમાધિમાં આગમની આરાધના માટે વેય આ દફ પાઠ છે. આ રીતે ત્રણે સમાધિનો સાર એ થયો કે ગુરુ આજ્ઞાની અને આગમ આજ્ઞાની સમ્યગુ આરાધના કરવી.
૫ મવ૬ અરસંપgિ :- વિનયધર્મની આરાધનાથી અભિમાનનો નાશ થાય, એ તેનું મુખ્ય પરિણામ છે. પરંતુ ક્યારેક અસાવધાની થતાં કોઈને અહંની વૃદ્ધિ થઈ જાય તો એ વિનયની અસમાધિનું રૂ૫ છે. તેવી સ્થિતિ શિષ્યની ન થાય તે માટે આ વિનયની ચોથી સમાધિમાં શાસ્ત્રકારે સહુ વિનયી શિષ્યોને જાગૃત કર્યા છે કે વિનયની પૂર્વોક્ત સમસ્ત આરાધના અને તેનાથી પ્રાપ્ત ગુણો ક્યારેક આત્મગર્વનું કારણ ન બની જાય. ખરેખર વિનયધર્મની આરાધના આત્માને ક્રમશઃ નમ્ર બનાવે અને સરળતા તથા સેવાભાવ પ્રગટાવે તો જ તે વિનય સફળ કહેવાય અને ત્યારે જ તે વિનય, સમાધિરૂપ બને છે.
અરસંહિપ = જેનો આત્મા ગર્વથી સંગૃહીત હોય તેને સંપ્રગૃહીતાત્મા અર્થાત્ પોતાનો