________________
૪૧૬ ]
શ્રી દશવૈકાલિક સત્ર
વિખરે ગોવિ:- વિનય કરવામાં જે અકોવિદ–અનિપુણ છે. વિનયવિધિથી જે અપરિચિત છે. તેને વિનયનું આચરણ વ્યર્થ(ભાર સમ) લાગે છે. સાંનિમજી :- પોતાને પ્રાપ્ત થયેલા વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી કે સ્થાન વગેરેનું અન્ય સહચારી સાધુઓમાં વિભાજન કરતો નથી. તે અસંવિભાગ કહેવાય છે.
ઉપરોક્ત દુર્ગુણો મોક્ષમાર્ગના બાધક છે. તે સમ્યગુદર્શન આદિ ગુણોને પ્રગટ થવા દેતા નથી. તેથી તે જીવો મોક્ષ પ્રાપ્તિ માટે અયોગ્ય છે. શિબિરી પુખ ને સુખ – વિનીત સાધક પોતાના સ્વાર્થનો આગ્રહ ન રાખતાં ગુર્વાજ્ઞા પાલનમાં તત્પર રહે છે. ગુરુની આજ્ઞાના પાલનમાં સ્વચ્છંદનો નિરોધ થાય છે. તેથી ઇન્દ્રિય અને મનની ઘણી પ્રવૃત્તિઓ અટકી જાય છે. પરિણામે તે શુભમાર્ગે એકાગ્ર બને છે. આ રીતે અંતે તે જીવ કર્મનિર્જરા કરી ક્રમશઃ મોક્ષને પ્રાપ્ત કરે છે. સુત્થથખ્યા :- (૧) જે શ્રતધર્મના સૂક્ષ્મ રહસ્યોના જ્ઞાતા હોય તે (૨) જે શ્રુત અને તેના અર્થના જ્ઞાતા હોય (૩) જે ગીતાર્થ હોય. તેને સૂત્રાર્થ ધર્મા કહેવાય છે.
વિણ િવવિયા = જે વિનય વિધિને યથાર્થરૂપે જાણીને તદનુસાર તેનું આચરણ કરનારા હોય, તે વિનયધર્મમાં નિપુણ કહેવાય છે.
આવા ગુણસંપન્ન આત્મા મોક્ષને માટે યોગ્ય છે. તે ક્રમશઃ સર્વકર્મનો ક્ષય કરી સંસાર સાગરને તરી જાય છે અને સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
બીજે ઉદ્દેશક સંપૂર્ણ