________________
અધ્ય.-૯, ઉકે-૨:વિનય સમાધિ
[ ૪૧૫ ]
છાયાનુવાદઃ નિરવર્તિનઃ પુનર્ચે પુરવણ, કૃતાર્થ વિનવે વિવાદ
तीर्वा ते ओघमिमं दुरुत्तरं, क्षपयित्वा कर्म गतिमुत्तमां गताः Imતિઘવીના શબ્દાર્થ -ને = જે શિષ્ય ગુણ = ગુરુદેવોની દ્િવત્તા = આજ્ઞામાં રહેનાર હોય છે સુયસ્થપન્મ = ધૃતાર્થ ધર્મના વિષયોમાં નિષ્ણાતુ વિનિ વોવિયા = વિનયધર્મમાં કોવિંદ કુતર = દુસ્તર ઓN = સંસાર સાગરને તરતુ = તરી જઈને મેં = કર્મનો હવ7 = ક્ષય કરીને ૩ત્તમ = સર્વોત્કૃષ્ટમડું = સિદ્ધ ગતિમાં ય = ગયા છે, જાય છે. ભાવાર્થ - જેઓ ગુરુની આજ્ઞામાં રહેનાર, શ્રુતજ્ઞાન તથા ધર્મના રહસ્યને જાણનાર, વિનયનું પાલન કરવામાં નિપુણ હોય છે; તેઓ દુસ્તર સંસાર સાગરને તરીને અર્થાતુ સકલ કર્મ નષ્ટ કરીને સર્વોત્તમ એવી સિદ્ધ ગતિને પામી ગયા છે, પામે છે અને પામશે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મુમુક્ષુની પાત્રતા અને અપાત્રતાને સમજાવતાં તેના ગુણ-અવગુણોનું સંકલન કરીને તેનું અંતિમ ફળ દર્શાવ્યું છે. ને યાવિ વડે... - જે ક્રોધી છે, અવિનીત છે તે મોક્ષને માટે યોગ્ય નથી. તેઓમાં અવિનયના કારણભૂત અને કાર્યરૂપ અન્ય અનેક દુર્ગુણો પણ હોય જ છે. સૂત્રકારે તેના આઠ દુર્ગુણોનું આ ગાથામાં કથન કર્યુ છે. મફફિકર :- (૧) જે બુદ્ધિ દ્વારા ઋદ્ધિનો ગર્વ કરે છે, (૨) જે જાતિ આદિનો ગર્વ કરે છે અને ઋદ્ધિના ગર્વમાં પણ અભિનિવિષ્ટ છે. (દશવૈકાલિક ટીકા અને ચૂર્ણિ) (૩) જે મતિ–શ્રુતજ્ઞાન અને ઋદ્ધિ-ઐશ્વર્યનો ગર્વ કરે છે. (૪) જે ઋદ્ધિ ગૌરવની બુદ્ધિવાળો છે. સંક્ષેપમાં જે અભિમાની છે. સાહસ –જે વિચાર્યા વિના આવેશપૂર્વક કાર્ય કરે છે અર્થાત્ અકૃત્ય કરવામાં તત્પર હોય તેને સાહસિક કહે છે. પ્રાચીન સાહિત્યમાં આ શબ્દનો પ્રયોગ ચોર, હિંસક, શોષક આદિ અર્થમાં થતો હતો. પરંતુ કાલાન્તરમાં તેનો અર્થ શક્તિશાળી અથવા સંકલ્પવાન થયો છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં 'સાહસ' શબ્દને હિંસાનો પર્યાયવાચી શબ્દ માન્યો છે. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ અયોગ્ય કાર્ય કરવામાં તત્પર' તે પ્રમાણે થાય છે. હા રેસને – પેસણ–નિયોજન, કાર્યમાં પ્રવૃત્ત કરવું, આજ્ઞા આપવી. જે શિષ્ય પોતાના ગુરુની આજ્ઞાને હીન કરે છે અર્થાત્ યથાસમય તેનું પાલન કરતો નથી. આજ્ઞા પાલનમાં જે બેદરકાર રહે છે. તે હળસને કહેવાય છે. દિક્ષને – શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ જેણે જાણ્યો નથી કે અનુભવ્યો નથી.