________________
૪૧૨]
શ્રી દશવૈકાલિક સૂત્ર
આગળ, પાછળ અને બાજુમાં અત્યંત નજીક ઊભા ન રહે. આ રીતે વિવેક સહિત તેમજ નમ્રતાપૂર્વક ઊભા રહેવાને નીચું સ્થાન કહેવાય છે. ળવં ૨ માસાનિ ય - ગુરુથી સદા નીચા આસને બેસવું. ક્યારેક કોઈ કારણે પાટ–પાટલા ઉપર બેસવું પડે તો ગુરુના આસનથી પોતાનું આસન ઊંચું ન થાય તેનું ધ્યાન રાખવું. ક્યારેક ગુરુના આદેશથી ઊંચે આસને બેસવું પડે તો સર્વ પ્રકારે વિવેક રાખીને બેસે; આ રીતે સર્વ પ્રકારના વિવેક સાથે બેસવાથી તે નીચું આસન કહેવાય છે. કારણ કે આસને બેસવામાં નમ્રતા અને અર્પણતા રહેલી છે.
ચં ચં પણ વMT:-આચાર્ય આસન પર સ્થિત હોય અને શિષ્ય ઊભો હોય તો ઊભા-ઊભા વંદન ન કરે, કંઈક ઝૂકીને વંદન કરે. મસ્તકથી ચરણ સ્પર્શ કરીને, સન્માનપૂર્વક વંદન કરવા તે નમ્ર ચરણ વંદન કહેવાય છે.
ચં સુન્ના અંલિ – પ્રશ્ન વગેરે પૂછવા હોય કે ગુરુ સન્મુખ મળી સામે મળી જાય ત્યારે મસ્તક નમાવી બંને હાથને અંજલિબદ્ધ કરીને, નમન કરવું તેને નમ્ર અંજલી કહે છે.
આ રીતે ઊભા રહેવું, બેસવું વગેરે કાયાની પ્રત્યેક પ્રવૃત્તિ અહંભાવથી રહિત બની, નમ્રભાવે કરવી તે બધા કાયિક વિનયના આચરણ છે. સંપત્તા :- શિષ્ય દ્વારા અવિવેક કે ભૂલથી ગુરુના શરીરનો કે તેના કોઈપણ ઉપકરણનો સ્પર્શ થઈ જાય તે ગુરુની આશાતના કહેવાય. તેથી તેવા સમયે શિષ્ય પોતાની શુદ્ધિના લક્ષ્ય ગુરુ સમક્ષ પોતાના દોષનો સ્વીકાર કરે– ઉમેદ અવરદં મે"હે ગુરુદેવ! મારા અપરાધને ક્ષમા કરો. પુનઃ આ પ્રકારનું આચરણ કરીશ નહીં." આ રીતે અહીં કાયાથી થયેલા અવિવેકની વચન દ્વારા શુદ્ધિ કરવાની વિધિ દર્શાવી છે. તેમાં ગુરુ પ્રત્યે બહુમાનભાવ તેમજ તેના શરીર તથા ઉપકરણો પ્રત્યે વિવેક અને સન્માનના ભાવ પ્રગટ થાય છે તેથી અહંકારનો નાશ થાય છે. કુના વા.. -આ ગાથામાં અવિનીત શિષ્યની અવિનીતતા ગળિયા બળદના દાંતે સમજાવી છે. ગળિયો બળદ પોતાની અયોગ્યતાના કારણે માલિકને કોપિત કરે છે. માલિક દ્વારા ચાબુકના વારંવાર પ્રહાર થયા પછી જ તે કાર્યશીલ બને છે. તે રીતે અવિનીત શિષ્ય પણ ગુરુના ઈગિત–આકારને સમજતો નથી; વારંવાર ગુરુની પ્રેરણા થયા પછી જ તે કાર્યાન્વિત બને છે. તેના માટે શાસ્ત્રકારે અહીં દુર્બુદ્ધિ વિશેષણનો પ્રયોગ કર્યો છે. કારણ કે તેની બુદ્ધિ સહજ સન્માર્ગમાં કાર્યાન્વિત થતી નથી. માનવતે નવતે – આ વીસમી ગાથામાં ગુરુના આદેશ–નિર્દેશને આસન છોડી વિનય વિવેકથી સાંભળવાની શિક્ષા છે. ગુરુની હિતશિક્ષા કે આદેશ–નિર્દેશ એકવાર કે અનેકવાર પ્રાપ્ત થાય ત્યારે શિષ્ય પોતાનું આસન છોડીને, ગુરુદેવની સમક્ષ ઉપસ્થિત થઈને 'તહત્તિ' જેવા સ્વીકૃતિ સૂચક શબ્દનું ઉચ્ચારણ કરીને વિનયપૂર્વક અને સાવધાનીપૂર્વક ગુરુના આદેશ–સૂચનને સાંભળે અને તેનો સ્વીકાર કરે. વાત્ત છવયા.. – એકવીસમી ગાથામાં સાંભળેલ વચનોનો આશય સમજી, તેને કાર્યાન્વિત (સંપાદિત) કરવાની ઉત્તમ પદ્ધતિને સૂચિત કરી છે. વિનીત શિષ્ય ગુરુના ઇગિત-આકારને, ગુરુના