________________
અધ્ય-૯, ઉદ્દે-ર: વિનય સમાધિ
[૪૧૧ |
શબ્દાર્થ - માનવતે = એકવાર બોલાવે તવંતે = વારંવાર બોલાવે થી = બુદ્ધિમાનું શિષ્ય જિતેન્ના = પોતાના આસન ઉપર બેસીને પડિક્ષુ = ન સાંભળે માસ = પરંતુ આસનને મોજૂખ = ત્યાગીને સુસૂલી = વિનયપૂર્વક પાકિસ્તુ = પર્થપાસના કરતાં, આદેશ સાંભળે અને તેનો યથોચિત ઉત્તર આપે. ભાવાર્થ:- ગુરુશ્રી કોઈ કાર્યને માટે એકવાર બોલાવે તથા વારંવાર બોલાવે ત્યારે શિષ્ય આસન ઉપર રહીને પ્રત્યુત્તર ન આપે. પરંતુ શીઘ્રતાથી આસન છોડીને વિનયપૂર્વક(સેવામાં નજીક જઈને) ગુરુદેવની વાત સાંભળે અને ત્યાર પછી વિનમ્રભાવે યથોચિત પ્રત્યુત્તર આપે.
कालं छंदोवयारं च, पडिलेहित्ताण हेउहिं । २१
तेण तेण उवाएणं, तं तं संपडिवायए ॥ છાયાનુવાદ « ઇનોવવારં ૨, પ્રત્યુત્તે મિઃ |
तेन तेनोपायेन, तत्तत्संप्रतिपाद्येत् ॥ શબ્દાર્થ –ાં શીતાદિકાલને છલોવયારે ગુરુશ્રીના અભિપ્રાયને તેમજ સેવાયોગ્ય ઉપચારોને દેહં - તર્કવિતર્કરૂપ હેતુઓ વડે પડિદિત્તા = જાણીને તેન તેજ = તે તે ૩વાળ = ઉપાય વડે ત ત = તે તે રીતે યોગ્ય કાર્યને સંપડિવાયા = સંપાદિત કરે, પૂર્ણ કરે. ભાવાર્થ - શિષ્ય શીતાદિકાલને, ગુરુના અભિપ્રાયને તથા હેતુઓને, તે મુજબ કાર્ય કરવાના ઉપાયોને જાણીને તે તે કારણો વડે, તે તે ઉપાયોને સમય પ્રમાણે આદરે, કાર્યાન્વિત કરે.
વિવેચન :
સૂત્રકારે પ્રસ્તુત ગાથામાં ગુરુ પ્રત્યેના વિનય, બહુમાન અને આદર-ભક્તિ ભાવને વચન અને કાયાની ક્રિયા દ્વારા પ્રગટ કરવાના ઉપાયો સ્પષ્ટ કર્યા છે. Mીય સેન્ન.... - જે શય્યા ગુરુની શય્યાથી અલ્પમૂલ્યવાળી, નીચે ભૂમિમાં પાથરેલી અને પ્રમાણમાં પણ ન્યૂન હોય, તે શમ્યા નીચી કહેવાય છે. શિષ્ય નમ્રભાવે શયન કરે તો તે પણ નીચી શય્યા કહેવાય છે.
જય ડું :- શિષ્યને ગુરુ સાથે ચાલવાનો પ્રસંગ આવે ત્યારે ગુરુથી આગળ ન ચાલે, અત્યંત પાછળ ન ચાલે, અતિ સમીપ અને અતિ દૂર ન ચાલે. અતિ સમીપમાં ચાલવાથી રજ ઊડે છે અને અતિ દૂર ચાલવાથી પ્રત્યેનીકતા અને અશાતના થાય છે. તેથી શિષ્ય ગુરુની પાછળ-પાછળ રા રહિત નમ્ર ભાવે ચાલે, તે નીચી ગતિ કહેવાય છે.
નોય ટાઇ – જ્યાં ગુરુ ઊભા રહ્યા હોય ત્યાં શિષ્ય તેનાથી નીચા સ્થાનમાં ઊભા રહે. આચાર્યની