________________
૪૦૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
અહંકારી, અક્કડ, ઘમંડી કુબ્બાર્ડ = તોછડું બોલનાર, કઠોર ભાષી છિયેલી = કપટી, માયાવી, જૂઠ કપટ કરનાર સ = લુચ્ચો, ઘૂર્ત, દગાબાજ વિષયપ્પા = અવિનીતાત્મા સોય!IN = જલ પ્રવાહ પતિત ૬ = કાષ્ઠ ગઈ = જેમ વહી જાય છે, ગોથાં ખાય છે તેમ કુફરું = સંસાર સાગરમાં વહી જાય છે. ભાવાર્થ:- જે ક્રોધી, અજ્ઞાની, અભિમાની, કઠોર ભાષી, કપટી, ઘૂર્ત હોય છે તે અવિનીતાત્મા જલ પ્રવાહમાં પડેલા અને ગોથાં ખાતા કાષ્ઠની જેમ સંસાર સાગરમાં ગોથાં ખાય છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અવિનીતની થતી દુર્દશાનું ચિત્ર સદષ્ટાંત આલેખ્યું છે. અવિનીતનું સ્વરૂપ - સૂત્રકારે અવિનીતના છ લક્ષણ કહ્યા છે– (૧) વંદે = ક્રોધી. ગુરુ પર વારંવાર ક્રોધ કરીને રીસાઈ જાય તેવી પ્રકૃતિનો સાધુ. (૨) મિણ = મૃગની સમાન જે અજ્ઞાની હોય છે. મૃગ શબ્દ જંગલી પશુ અથવા સામાન્ય પશુઓના અર્થમાં વપરાય છે. અર્થાત્ પશુઓની જેમ વિવેક રહિત છે તે. (૩) થ = જાતિ આદિના મદથી ઉન્મત્ત અને ઉદ્ધત્ત હોય તે. (૪) ડુબ્બા = દુર્વાદી. ગુરુની સમક્ષ અથવા અન્ય વ્યક્તિઓની સમક્ષ અસભ્ય ભાષણ કરનાર. અથવા કઠોરભાષી. (૫) fuહી = માયાચારના સેવનમાં અથવા છળકપટ કરવામાં કુશળ. (૬) સ = શઠ, સંયમયોગની આરાધનામાં જે આદરહીન અથવા ઉદાસીન હોય તે. અગત્સ્ય ચૂર્ણિમાં વિહીને એક શબ્દ ગણીને તેનો અર્થ માયાપૂર્વક શઠતા કરવી, તેવો કર્યો છે.
આ છ દુર્ગુણો સજ્જનતાના શત્રુઓ છે, તે વિનયભાવને પ્રગટ થવા દેતા નથી. આ દુર્ગુણોના ધારકને અવિનીત કહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ અવિનીતના લક્ષણોમાં આ પ્રકારના ભાવોનું જ કથન છે.
કું તોય વં ગ :- અવિનીત શિષ્ય પોતાના અવિનયપૂર્વકના વ્યવહારથી પરાધીન બની દુઃખ, ખેદ, શોક, વૈર વિરોધમાં જ સબડ્યા કરે છે. સૂત્રકારે તેના માટે દૃષ્ટાંત આપી સમજાવ્યું છે કે જલ પ્રવાહમાં વહેતું લાકડું પ્રવાહની દિશામાં પાણી સાથે વહી જાય છે, તેનું કોઈ નિશ્ચિત સ્થાન હોતું જ નથી. તેમ અવિનીત શિષ્ય સંસાર સાગરના પ્રવાહમાં કર્મના વહેણમાં વહ્યા કરે છે. તેને ક્યાંય શાંતિ કે સમાધિ પ્રાપ્ત થતી નથી.
અવિનય : દંડાથી લક્ષ્મી કાઢવા સમાન :
विणयं पि जो उवाएणं, चोइओ कुप्पइ णरो ।
दिव्वं सो सिरिमेजति, दंडेण पडिसेहए ॥ છાયાનુવાદઃ વિનયપિ ય ૩પાયેન, રતિઃ શુતિ નર: |
दिव्यां स श्रियमायान्ती, दण्डेन प्रतिषेधयति ॥