________________
| અધ્ય.-૯, ઉદ્દે.-૨ઃ વિનય સમાધિ
૪૦૧]
ને વિત્ત સુવં સિયં શિસ્તે – આત્માના કે સંયમના સામાન્ય વિશેષ સેંકડો હજારો ગુણો હોય છે. તેમાં અહીં માત્ર ઉદાહરણ રૂપે ત્રણ નામ આપ્યા છે. તેમાં આત્મગુણરૂપે એક શ્રુત = આગમ જ્ઞાનનું કથન છે; શેષ બે ઇહલૌકિક ગુણો છે. ખરેખર શ્રુતજ્ઞાનની મહત્તામાં સર્વ આત્મગુણોનો અર્થાત્ આધ્યાત્મિક કે પારલૌકિક ગુણોનો સમાવેશ સમજી લેવો જોઈએ. શર્સિ= ગુણ સમૂહનો યશ જે દિશાઓ વિદિશાઓમાં પ્રસરે છે, વ્યાપ્ત થાય છે, તેને કીર્તિ કહેવાય છે. પા = વ્યક્તિની સમક્ષ કે પાછળ જે ગદ્યમય કે પદ્યમય પ્રશંસા, ગુણકીર્તન બોલવામાં આવે, તેને શ્લાઘા કહેવાય છે. કીર્તિ અને શ્લાઘા, આ બંનેની ઉપલબ્ધિ, ગુણોની ખાણ જે માનવમાં હોય તેને જ થાય છે અને ગુણનો ભંડાર(ખજાનો) પણ માનવને વિનય થી પ્રાપ્ત થાય છે. જે અહીં ક્લેિર્સ = સંપૂર્ણ, શબ્દથી કહેવામાં આવ્યું છે. આ રીતે નેખ = ધર્મના મૂળ વિનય ગુણથી કીર્તિ, શ્રુતજ્ઞાન, ગ્લાધા વગેરે પ્રાપ્ત થવા યોગ્ય સમસ્ત ગુણોની પ્રાપ્તિ થાય છે તેમાં વિનયનું પરમ ફળ = સર્વોત્કૃષ્ટ ગુણ રૂપ ફળ મોક્ષ = સર્વ કર્મક્ષય છે.
અહીં વ્યાખ્યાકારોએ વૃક્ષના દશ વિભાગોને લઈને ધર્મવિકાસનાં દશ ગુણોને સંયોજિત કર્યા છે તે આ પ્રમાણે છે
ધર્મ વૃક્ષનું મૂળ-વિનય, કંદ–ધેર્ય, સ્કંધ-જ્ઞાન, ત્વચા-શુભભાવ, શાખા–અનુકંપા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય આદિ ગુણો; પ્રતિશાખા-મહાવ્રતની ઉત્તમ ભાવના, પલ્લવો-ધર્મધ્યાન અને શુક્લધ્યાન, પત્રો – નિર્લોભતા, નિર્વિષયતા, ક્ષમાદિગુણો; પુષ્પો-વાસનાનો નાશ, ફળ–મોક્ષ અને મધુર રસ–અવ્યાબાધ સુખ છે.
જે વ્યક્તિ મૂળનું સિંચન કરે છે તેનું વૃક્ષ અવશ્ય પુષ્પિત અને ફલિત થાય છે. તેમ શિષ્ય પણ વિનય દ્વારા ધર્મવૃક્ષના મૂળનું સિંચન કરી ક્રમિક વિકાસ સાધી અંતિમ ફળ મોક્ષને પ્રાપ્ત કરે છે. વિનય દ્વારા તે આ લોકમાં કીર્તિ, શ્લાઘા, શ્રુતજ્ઞાન અનેકવિધ લબ્ધિ આદિને પ્રાપ્ત કરે છે; પરલોકમાં મોક્ષ અથવા ઉત્તમ દેવગતિ, સુકુળમાં જન્મ વગેરે પ્રાપ્ત કરે છે. સિકં -શ્લાઘા-પ્રશંસા. તેને શ્રુતના વિશેષણ રૂપે અથવા સ્વતંત્રગુણરૂપે માની શકાય છે. fણસે - તેના બે અર્થ થાય છે. (૧) નિઃશ્રેયસ્ = મોક્ષ () નિઃશેષ = સમસ્ત. અવિનીત : પ્રવાહમાં પડેલા કાષ્ટવત્ :__जे य चंडे मिए थद्धे, दुव्वाई णियडी सढे ।
वुज्झइ से अविणीयप्पा, कटुं सोयगयं जहा ॥ છાયાનુવાદ ચગ્ન પsો મૃા. તો, દુર્વાહી નિતિ :
। उह्यते सो अविनीतात्मा, काष्ठं स्रोतोगतं यथा ॥ શબ્દાર્થ - વડે = તીવ્ર ક્રોધી, પ્રચંડ ક્રોધ કરનાર મા = અજ્ઞાની, મૂર્ખ, અણસમજૂ થ =