________________
૪૦૦
શ્રી દશવૈકાલિક સૂત્ર
દ્વારા વિનયી શિષ્ય આ લોકમાં કીર્તિ, શ્રુતજ્ઞાન અને શ્લાઘાને પામે છે.
વિવેચન :
પ્રસ્તુત બંને ગાથાઓમાંથી પ્રથમ ગાથામાં વૃક્ષના વિભાગોની ક્રમિક નિષ્પત્તિ દર્શાવીને બીજી ગાથામાં વિનયનું માહાત્મ્ય પ્રદર્શિત કરતાં તેને ધર્મરૂપ વૃક્ષનું મૂળ કહીને તેનું ફળ મોક્ષ દર્શાવ્યું છે. મૂલાક સંધાવો :- આ ગાથામાં વૃક્ષના ક્રમિક વિભાગ આ પ્રમાણે સંગ્રહિત છે– (૧) મૂલ (૨) સ્કંધ (૩) શાખા (૪) પ્રશાખા (૫) પત્ર (૬) પુષ્પ (૭) ફળ (૮) રસ અને ધર્મના ક્રમિક વિભાગોમાં (૧) ધર્મનું મૂળ વિનય (૨) અંતિમ-પરમ ફળ મોક્ષ અને (૩) તેની વચ્ચે વિનય ધર્મના પાલનથી દિશા–વિદિશા વ્યાપી કીર્તિ, શ્રુતજ્ઞાન અને ગુણાર્કીતન પ્રમુખ પ્રશંસા અને સુંદર પરિણામોની કે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વૃક્ષના વિભાગો ૧૦ હોય છે, તેમાંથી અહીં કદ અને કૂંપળ(ત્વ) બે વિભાગોનો ઉલ્લેખ નથી; તેનું કારણ અજ્ઞાત છે. તેમજ અંતિમ વિભાગ બીજ છે, તેના સ્થાને રસ શબ્દને પ્રાસંગિક રૂપે સ્વીકાર્યો છે. પૂર્વ ધમ્મમ્સ વિગો મૂર્ણ :- ધર્મનું મૂળ વિનય છે, સર્વ આત્મ ગુણોના વિકાસમાં અને મોક્ષ પ્રાપ્તિમાં વિનયની અનિવાર્યતા રહેલી છે, આ તત્ત્વને સમજાવવા માટે વૃક્ષના મૂલથી પ્રારંભીને તેની આગળની અવસ્થાઓની ઉત્પત્તિ અને વિકાસની ઉપમા આપી છે. વચ્ચેની સંખ્યાનો આગ્રહ શાસ્ત્રકારના આશયમાં નથી. તેનું કારણ પણ સ્પષ્ટ છે કે વિનયથી સીધા જ સર્વે ગુણો મોક્ષ પરમ ફળ સુધીના પ્રાપ્ત થઈ શકે છે, તેમાં કોઈપણ ગુણ પ્રતિબદ્ધતા વૃક્ષના વિભાગોની જેમ નથી. માટે એમ સમજવું કે જેમ વૃક્ષના મૂળથી જ ફળ સુધીની ઉપલબ્ધિ થાય છે તેમ વિનયથી જ આત્મ વિકાસના મોક્ષ પર્યંતના સર્વ ગુણોની પ્રાપ્તિ થાય છે.
આત્મ વિકાસમાં ચોકકસ ગુણ સંખ્યા કે ગુણોનો ચોક્કસ ક્રમ હોતો નથી. યથા– મોક્ષ માર્ગના ચાર પ્રકાર કહ્યા છે– જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. અન્યત્ર મોક્ષના ચાર દ્વાર– દાન, શીલ, તપ અને ભાવનાને કહ્યા છે. તેની આરાધના ક્રમિક જ થાય તેવું એકાંતે નથી તે જ રીતે પાંચ આચાર, અનશન આદિ બાર તપ, ચૌદ ગુણસ્થાન, ક્ષમા આદિ દસ યુતિ ધર્મ કહ્યા છે. આ મોક્ષ માર્ગના સર્વ અનુષ્ઠાનો અને અપેક્ષાઓમાં ક્યાંય સંખ્યા કે ક્રમનો આગ્રહ નથી. જે ચૌદ ગુણસ્થાન ક્રમારોહ કહેવાય તેમાં પણ ક્રમ કે સંખ્યાનો આગ્રહ દરેક જીવ સાથે લાગતો નથી. યથા- કોઈ જીવ પ્રથમ ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન જાય; બીજા, ત્રીજાનો આગ્રહ નથી. કોઈ ચોથાથી સીધો સાતમા ગુણસ્થાને જાય, વચ્ચેના પાંચમા, છઠ્ઠાનો આગ્રહ નથી. કોઈ જીવ નવ ગુણ સ્થાન પામીને પણ મોક્ષ ચાલ્યો જાય છે. અન્યાન્ય જીવો ઓછા વત્તા ગુણસ્થાન પામીને મોક્ષ પામે છે.
ઈત્યાદિ કારણોથી અહીં વિનય ધર્મનું ફળ છે અને પરમ ફળ મોક્ષ છે, અન્ય ગુણો વિનયની મૌલિકતાથી પ્રાપ્ત થાય છે. કારણ કે ગુણોની પાત્રતામાં વિનયની મુખ્યતા કે અનિવાર્યતા છે. એક સંસ્કૃત નીતિ શ્લોકમાં પણ કહ્યું છે કે-વિનયાપ્ યાતિ પાત્રતામ્ = વિનયથી પાત્રતા મળે છે.