________________
૩૯૪
શ્રી દશવૈકાલિક સત્ર
જેમ કે ઉપાશ્રય કે સ્થાનની બહાર જતાં કે, આવતાં સમયે વિનયપૂર્વક અભ્યપ વતન કહેવું, પ્રસંગ આવ્યે ગુરુના ગુણગ્રામ, સ્તુતિ, પ્રશંસા વગેરે કરવા. ગુરુદેવના શ્રીમુખે આજ્ઞા પ્રાપ્ત થાય અથવા તેઓ શિક્ષા વચન કહે ત્યારે વચન દ્વારા પ્રત્યુત્તરરૂપે "તહત્તિ" કહીને સ્વીકાર કરવો વગેરે. (૫) માણસા = મનથી વિનય કરવો. ગુરુ પ્રતિ પોતાના હૃદયમાં, મનમાં પૂર્ણ અવિચલ શ્રદ્ધા તેમજ ભક્તિભાવ રાખવો, ગુરુને પૂજયનીય વ્યક્તિઓમાં સર્વશ્રેષ્ઠ માનવા. તેને આપણા વ્યવહારથી કોઈપણ પ્રકારનો કલેશ ન થાય તેનું ધ્યાન રાખવું. "નિત્ય" શબ્દ દ્વારા સૂચિત થાય છે કે ગુરુ ભક્તિ ફક્ત શાસ્ત્રાધ્યયનના સમયમાં જ નહીં પરંતુ હંમેશાં પ્રત્યેક પરિસ્થિતિમાં કરવી જોઈએ. તન્ના હત્યા.. - પ્રસ્તુત તેરમી ગાથામાં ગુરુના ગુણપ્રદાન ઉપકારનું સ્મરણ કરીને શિષ્ય તેઓ પ્રત્યે કૃતજ્ઞ ભાવપૂર્વક વિનય અને ભક્તિભાવ વ્યક્ત કરે છે.
સાધના માર્ગમાં પાપના ભય રૂ૫ લજ્જા, સમસ્ત જીવો પ્રત્યે અનુકંપા, સર્વ વિરતિરૂપ સંયમ અને નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાલન આદિ આત્મવિશુદ્ધિના ઉત્તમ સાધનો છે. તેમાં લજ્જા-અકરણીય કાર્ય કરતા અટકાવે છે, દયા નામનો ગુણ હિંસક પ્રવૃત્તિ કરતા રોકે છે. સંયમ આશ્રવોને રોકે છે. બ્રહ્મચર્યથી આત્મ સ્વરૂપમાં રમણતા થાય છે. તેથી સાધનામાં તેજસ્વિતા આવે છે. આ રીતે આ ચારે ય સાધનોથી કર્મમલ દૂર થઈ આત્મા વિશુદ્ધ બને છે. તેવા સર્વ સાધનોની ઉપલબ્ધિ અને સિદ્ધિ શિષ્યને ગુરુની હિતશિક્ષાઓથી જ થાય છે. તેથી શિષ્ય વિચારે છે કે "જે ગુરુ મને સતત હિતશિક્ષા આપે છે, તેનો અનંત ઉપકાર છે. તેના માધ્યમથી જ મારો આત્મવિકાસ થઈ રહ્યો છે અને તેના દ્વારા જ હું પૂર્ણતા સુધી પહોંચી શકીશ." આવી દેઢ શ્રદ્ધાના ભાવો સાથે તે સતત ગુરુ ચરણોની સેવામાં તત્પર રહે છે; તેવા ભાવોની અભિવ્યક્તિ આ ગાથામાં નિહિત છે.
- આ રીતે શિષ્યવિધિપૂર્વક ત્રણે યોગ દ્વારા ધર્મ પમાડનાર અને શિક્ષા આપનાર ગુરુ પ્રત્યે વિનયનો ભાવ રાખે, તેની પ્રેરણા આ ગાથામાં કરવામાં આવી છે. મહિમા -આહિતાગ્નિ. જે બ્રાહ્મણ પોતાના ઘરમાં અગ્નિ સતત પ્રજ્વલિત રાખે છે, વિવિધ મંત્રો અને આહુતિઓથી તેની પૂજા કરે છે, તે આહિતાગ્નિ–અગ્નિહોત્રી કહેવાય છે.
-તપઃ - મંત્ર બોલીને અગ્નિમાં ઘી આદિ નાખવામાં આવે તેને આહુતિ કહે છે. ૩ નવે વા ઈત્યાદિ મંત્ર વાક્યો માટે મંત્ર પદ શબ્દનો પ્રયોગ થયો છે. ગુરુનો મહિમા :
जहा णिसंते तवणच्चिमाली, पभासइ केवल भारहं तु । १४
एवायरिओ सुयसीलबुद्धिए, विरायइ सुरमज्झे व इंदो ॥ છાયાનુવાદઃ યથા નિશાને તપન્નર્વિકાલી, પ્રભાસતિ જેવા ભારત તુI
एवमाचार्यः श्रुतशीलबुद्ध्या, विराजते सुरमध्ये इवेन्द्रः ॥