________________
અધ્ય.-૯, ઉકે-૧: વિનય સમાધિ
૩૯૩ |
= વિશુદ્ધિના સ્થાન, કર્મમલદૂર કરવાના સ્થાનને જે ગુર= ગુરુને મને સયં-નિરન્તર અણુસીતિ = હિત શિક્ષા આપે છે તે હું પુરું = તે ગુરુઓની હું - નિરન્તર પૂયયામિક પૂજા કરું છું. ભાવાર્થ - કલ્યાણકામી સાધુને માટે લજ્જા, દયા, સંયમ અને બ્રહ્મચર્ય વિશુદ્ધિના સ્થાનો છે. જે ગુરુ મને તેની સતત શિક્ષા આપે છે; તેઓની હું સતત પૂજા કરું છું. વિવેચન :
પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં ગુરુ પ્રત્યે શિષ્યના વિનયયુક્ત ભક્તિ ભાવો અભિવ્યક્ત કર્યા છે, જેમાં પ્રથમ ગાથામાં કેવળ જ્ઞાન પ્રાપ્તિ પછીનો વિનયભાવ, બીજી ગાથામાં ઉપકારી ગુરુ પ્રત્યે વિનય ભક્તિની વિધિ તથા પ્રેરણા અને ત્રીજી ગાથામાં શિષ્ય દ્વારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞ ભાવનુ પ્રગટીકરણ છે. ન નનાં ઘરે :- પ્રસ્તુત અગિયારમી ગાથામાં અગ્નિહોત્રી બ્રાહ્મણના દષ્ટાંતથી મોક્ષ સાધકના વિનય સિદ્ધાંતનું નિરૂપણ છે. જેમ બ્રાહ્મણ પોતાના વિધિવિધાન અનુસાર અગ્નિને દેવ માની જીવનપર્યત તેની પૂજા, ભક્તિ, આહુતિ, નમસ્કાર કરતો રહે છે. તેના માટે અગ્નિ ક્યારે ય અપૂજનીય થતો નથી તેમ મોક્ષાર્થી સાધક માટે ગુરુ ક્યારે ય અનમસ્કરણીય અસન્માનનીય થતા નથી. કેવળજ્ઞાની શિષ્ય પણ છાસ્થ ગુરુનો વિનય કરે; આ પ્રકારના કથનથી સૂત્રકારે વિનયનો અપાર મહિમા પ્રદર્શિત કર્યો છે. તે જાણી સામાન્ય જ્ઞાની શિષ્યોએ ગુરુને સર્વસ્વ માની તેની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ગુરુનો વિનય શિષ્યના આત્મવિકાસની નિસરણીનું પ્રથમ સોપાન છે.
દેવ, ગુરુ અને ધર્મ તે ત્રણ તત્ત્વોમાં દેવ અને ધર્મ બંનેની ઓળખાણ કરાવનાર હોવાથી ગુરુ અધિક ઉપકારી છે. જે શિષ્ય ગુરુને પ્રસન્ન કરી શકતો નથી, તેના તપ-જપ વગેરે ધાર્મિક અનુષ્ઠાનો સફળ થતાં નથી. દષ્ટાંતનો આશય એ છે કે બ્રાહ્મણ પર અગ્નિનો કોઈ ઉપકાર પણ હોતો નથી, માત્ર તેને દેવ માની લીધેલ હોય છે. છતાં નિર્વિકલ્પ, સ્થિર પરિણામે. તેની પ્રત્યે વિનયાવનત રહે છે. તો પછી સંસાર સાગરના મહાન દુઃખોથી ઉગારનાર, મોક્ષમાર્ગમાં જોડનાર ગુરુનો તો શિષ્ય પર અનંત ઉપકાર હોય છે તેથી શિષ્યની ગુરુ પ્રત્યે તો અપાર ભક્તિ હોવી નિતાંત આવશ્યક છે. સવાર... -બારમી ગાથામાં સૂત્રકારે ગુરુના સત્કાર માટે વિનયની ક્રમિક પદ્ધતિ બતાવી છે. (૧) સિરસા = મસ્તકથી નમસ્કાર કરવા તે કોઈના સત્કાર માટેના વિનયનું પ્રથમ અંગ છે. નમસ્કાર દ્વારા પૂજનીય વ્યક્તિની ગુરુતા અને સ્વયંની લઘુતા પ્રગટ થાય છે, અહંભાવ દૂર થાય છે. મનુષ્ય જ્યારે પોતાને નાનો સમજે ત્યારે જ મહાન વ્યક્તિ સમક્ષ તેનું મસ્તક ઝૂકી શકે છે. (૨) પનીઓ= બંને હાથ જોડવા. બન્ને હાથ અંજલીપૂર્વક જોડીને ગુરુને વંદના કરવામાં આવે છે. સિરાગિનીઓ = આ બન્ને પદોથી ચૂર્ણિકાર પંચાંગવંદન વિધિ સૂચિત કરે છે. બન્ને ગોઠણને ભૂમિ પર ટેકવીને બન્ને હાથને ભૂમિ પર રાખીને તેના પર પાંચમું અંગ માથું રાખીને નમન કરવું તે પંચાંગવંદન છે. (૩) વાવ = કાયાથી સેવા શુશ્રુષા કરવી. ગુરુ પધારે ત્યારે ઊભા થવું, ઉઠીને સન્મુખ જવું, તેના પગ પોંજવા, તેઓને આહાર પાણી લાવીને દેવા, રોગી અવસ્થામાં તેઓની સેવા કરવી વગેરે. (૪) જિરા = વચનથી સત્કાર કરવો,