________________
અધ્ય-૯, ઉદ્દે-૧: વિનય સમાધિ
| ૩૯૧ |
સર્પ નાનો હોવા છતાં તે વિષધર હોય છે. તેને છંછેડીને કોપિત કરવો, તે પોતાના અહિત માટે જ છે. તેમ અલ્પવયસ્ક કે અલ્પકૃત આચાર્યની આશાતના પણ પોતાના અહિત માટે જ છે.
(૧) અગ્નિનું અતિક્રમણ કરવું (૨) આશીવિષ સર્પને કોપિત કરવો અને (૩) વિષનું ભક્ષણ કરવું. આ ત્રણે કાર્ય કરીને જીવવાની ઈચ્છા રાખવી તે મૂર્ખતા છે.
(૪) પર્વતને મસ્તકથી ભેદવો (૫) સૂતેલા સિંહને જગાડવો (૬) તીક્ષ્ણ ભાલાની ધાર પર હાથ કે પગ વડે પ્રહાર કરવો. આ ત્રણે કાર્ય પોતાના નાશ માટે જ છે. આ છએ દષ્ટાંતો વ્યક્તિના સ્વયંના અહિત માટે કે નાશ માટે જ છે. તે ઉપરાંત કદાચ કોઈક દૈવી પ્રયોગથી, મંત્ર-તંત્રના ચમત્કાર દ્વારા તેમાંથી બચી શકાય. અર્થાત અગ્નિનું ઉલ્લંઘન થઈ શકે; આશીવિષ સર્પનું ઝેર ન ચડે; આ રીતે અગ્નિ, વિષ વગેરે પ્રયોગો ક્યારેક નિષ્ફળ થઈ શકે છે. પરંતુ શિષ્ય માટે ગુરુની આશાતના ના પરિણામથી બચવું અતિદુષ્કર છે. પસ્થિ મોજ - (૧) જ્યાં સુધી આશાતનાનો ભાવ દૂર ન થાય, આશાતના જન્ય કર્મનો નાશ ન થાય ત્યાં સુધી તેનો મોક્ષ થાય નહીં. અહીં મોક્ષનો અભાવ નહીં સમજતાં મોક્ષની અતિદુષ્કરતા સમજવી જોઈએ. (૨) આશાતનાનું ફળ ભોગવ્યા વિના ન છૂટે.
સ્યાદ્વાદમય વીતરાગ માર્ગમાં અસ્થિ મોજ, fી પળ જા રે વગેરે શબ્દ પ્રેરણાત્મક અને ઉપદેશાત્મક છે, તે એકાંતાત્મક હોતા નથી. કારણ કે ભવી જીવ તો મોક્ષગામી હોય છે અને પ્રતિક્રમણ પશ્ચાત્તાપ વગેરે એવા ઉપાયો છે કે જે ગંભીર અપરાધીને પણ પાપમુક્ત કરાવી શકે છે અને તેના કર્મ પહાડના ભક્કા બોલાવી દે છે. તાત્પર્ય એટલું જ છે કે અવ્યાબાધ સુખાભિલાષી સાધક આશાતનાઓ વડે સંયમ, તપની સાધનાઓને નિષ્ફળ ન થવા દે પરંતુ વિનય વિવેક વડે ગુરુ કૃપા પ્રાપ્ત કરી, કર્મક્ષય કરવાની સાધનામાં કટિબદ્ધ થઈ, શીધ્ર કર્મક્ષય કરી મોક્ષગામી બને. અવદિ આનાથળ પત્નિ મોહો :- આ વાક્યના વિવિધ રૂપ સ્વીકારતાં અનેક રીતે અર્થ થાય છે– (૧) અવધ આશાતના નાસ્તિ મોક્ષ = ગુરુને ખિન્ન કરનાર શિષ્યને અબોધિ(મિથ્યાત્વ)ની પ્રાપ્તિ થાય અને તે આશાતનાના ફળથી મુક્ત થાય નહીં (૨) પરંતુ તે શિષ્યને અબોધિ અને આશાતનાની પ્રાપ્તિ થાય તથા મોક્ષ ક્યારે ય થાય નહિ. (૩) આવોચ્યાશાતના = તે શિષ્યને અજ્ઞાનતા અને આશાતના વડે ક્યારે ય મોક્ષ મળે નહીં. (૪) આશીવિષ સર્પ તો એકવાર જીવનનો નાશ કરે પરંતુ ગુરુની અપ્રસન્નતાથી અબોધિ અને આશાતના થાય, તેથી ભવોભવની, જન્મ મરણની વૃદ્ધિ થાય અને મોક્ષ થાય નહિ (૫) ગુરુ અપ્રસન્ન થાય તો જ્ઞાન ઘટે, આશાતના વધે અને મોક્ષ અટકી જાય.
શ્લોક બદ્ધતાના કારણે ક્રિયાપદની ઉણપ હોવાથી અને અવોહિ આસાયણ શબ્દમાંવિભક્તિના અભાવથી અર્થના વિકલ્પો થયા છે. તે સર્વ વિકલ્પોમાં શાસ્ત્રકારનો આશય સુરક્ષિત છે. વિનયશીલ શિષ્યની ગુરુ પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા :
जहाहिअग्गी जलणं णमंसे, णाणाहुईमतपयाभिसित्तं । ११
एवायरियं उवचिट्ठएज्जा, अणंतणाणोवगओ वि संतो ॥