________________
૩૮૦ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
કર્મોનો નાશ કરીને આત્માને વિશુદ્ધ બનાવે છે.
વિરથ૬ —ષાનિ અવા .:- આત્મા સ્વયં ચંદ્રની સમાન શીતલ, શાંત અને સ્વપ્રકાશી (સ્વવિકાસી) હોય છે. તેમ છતાં અનાદિ કાલીન કર્મરૂપ વાદળાથી તેની સાથે રહી તેના આત્મ ગુણો ઢંકાઈ ગયા છે. પરંતુ જ્યારે સાધક આત્મા આચાર પ્રસિધિને પ્રાપ્ત કરે, ત્યારે પામી તેના ગુણોના પ્રચંડ પવનથી કર્મ વાદળા દૂર થઈ જાય છે અને આત્મા સ્વ સ્વભાવરૂપ કેવલજ્ઞાનના પ્રકાશને પ્રકટ કરે છે; અંતે આયુષ્ય આદિ અઘાતિ કર્ભાશને પણ દૂર કરી લોકોગ્રે(લોકના મસ્તક સ્થાને) બિરાજમાન થઈ સુશોભિત થાય છે.
આ રીતે ત્રણ દાંતોમાં કર્મોને ક્રમશઃ શત્રુસેના, મેલ અને વાદળાઓના રૂપમાં દર્શાવી એક દષ્ટાંતમાં કર્મોને પરાસ્ત કરવાનું, બીજામાં કર્મોનો નાશ કરવાનું કે બાળવાનું અને ત્રીજામાં કર્મોને સહજ આત્માથી દૂર થઈ જતાં કર્મોનું ચિત્ર આલેખ્યું છે.
સંક્ષેપમાં આચાર પ્રસિધિના ધારક સાધુ સર્વકર્મનો ક્ષય કરી અંતિમ લક્ષ્ય-મોક્ષગતિને પ્રાપ્ત કરે છે.
- પરમાર્થ :
આચાર ક્રિયારૂપ હોય છે. તે મનના વિચારોથી, વચનના ઉચ્ચારોથી અને કાયાના આચરણોથી ક્રિયાન્વિત થાય છે. અશુભમાંથી નિવૃત્ત થઈ શુભ આચરણોમાં ઉપસ્થિત થઈ, આચારના બળે આત્મ સ્વરૂપને પ્રગટાવવું જોઈએ.
આત્માનંદનો અનુભવ સમ્યગુ જ્ઞાનાદિ ગુણો જ કરાવી શકે છે. માટે શાશ્વત સુખના ઇચ્છુક આત્માએ અધ્યયનમાં દર્શાવેલા ઇન્દ્રિયો અને મનના વિજય માટેના જે જે અનુષ્ઠાનો છે તે તે આચરણ પ્રયોગમાં ઉતારી, પ્રાપ્ત આચાર પ્રણિધિને પુષ્ટ કરવા, પ્રકૃષ્ટ નિયમ–ઉપનિયમોનું પાલન ઉપયોગ સહિત કરી, ધ્રુવ પ્રતિલેખનાદિ ક્રિયા દ્વારા સર્વ જીવો પ્રતિ આત્મભાવ કેળવી, કષાયાદિ આવ્યંતર ગ્રંથિ ભેદી આત્મ વિશુદ્ધિ કરવી જોઈએ. આત્મ વિદ્ધિ કરનાર સાધક જ સંપૂર્ણ સ્વરૂપની પરમ પ્રસિધિને પ્રાપ્ત કરે છે.
I અધ્યયન-૮ સંપૂર્ણ II