________________
અધ્ય-૯, ઉદ્દે-૧: વિનય સમાધિ
૩૮૧
નવમું અધ્યયન
પરિચય
જે
જે
* આ અધ્યયનનું નામ વિનય સમાધિ છે. તેના ચાર ઉદ્દેશક છે. * આ અધ્યયનમાં વિનયનું સ્વરૂપ, વિનયવિધિ, અવિનયથી થતી હાનિ અને વિનય થી થતાં લાભનું નિરૂપણ છે. સૂત્રકારનું મુખ્ય લક્ષ્ય છે– પ્રત્યેક આચરણ આત્મ સમાધિનું નિમિત્ત બને; તેથી આ અધ્યયનનું નામ વિનય સમાધિ રાખ્યું છે. * જેનાગોમાં વિનયનો અર્થ કેવળ નમ્રતા જ નથી; નમ્રભાવ વિનયનો એક શાબ્દિક અર્થ છે. ખરેખર વિનયનું સ્વરૂપ વ્યાપક છે. તે અનુસાર વિનય એટલે વિશિષ્ટ નીતિ, વિશિષ્ટ કર્તવ્ય. પ્રસ્તુત પ્રકરણમાં ગુરુકુળમાં રહેતા શ્રમણોના વિશિષ્ટ કર્તવ્યોનો નિર્દેશ છે. * જૈન ધર્મ વિનય પ્રધાન ધર્મ છે. ધમસ વિણભૂi [૯/૨૩] સંસારમાં અન્ય ધર્મો સૂચિ મૂલક હોય છે. જ્યારે જૈન ધર્મનું મૂળ વિનય છે. * જ્ઞાતા સૂત્ર અનુસાર સુદર્શને થાવચ્ચ પુત્ર અણગારને પ્રશ્ન પૂછ્યો કે આપના ધર્મનું મૂળ શું છે? થાવચ્ચ પુત્રે કહ્યું, અમારા ધર્મનું મૂળ વિનય છે. તે બે પ્રકારનો છે. (૧) આગાર વિનય અને (૨) અણગાર વિનય. પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગિયાર ઉપાસક પ્રતિમાઓ તે આગાર વિનય છે અને પાંચ મહાવ્રત, ૧૮ પાપસ્થાન વિરતિ, રાત્રિભોજન વિરમણ, દશવિધ પ્રત્યાખ્યાન(અણગાર ધર્મ) અને બાર ભિક્ષુ પ્રતિમાઓ તે અણગાર વિનય છે. ઉપરાંત દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર અને આચારવાન તરફ મોક્ષ પ્રાપ્તિના ઉદ્દેશથી નમ્રતાનો પ્રયોગ પણ લોકોત્તર વિનયની અંતર્ગત છે. અહીં વિનયનો અર્થ વિશિષ્ટ કર્તવ્ય કે વિશિષ્ટ પ્રકારની આચાર ધારા કર્યો છે.
* લૌકિક અને લોકોત્તરના ભેદથી પણ વિનયના બે પ્રકાર થાય છે જેમાં (૧) ઈહલોકની મુખ્યતાએ કરાતી વિનય પ્રવૃત્તિ લૌકિક વિનય છે અને (૨) પારલૌકિક મુખ્યતાએ એટલે મોક્ષ આરાધના માટે કરાતી વિનય પ્રવૃત્તિ લોકોત્તરિક વિનય છે.
(૧) લૌકિક વ્યવહારાર્થે માતા, પિતા, અધ્યાપક, ગુરુ કે વડીલ પ્રત્યે વિવિધ પ્રકારે વિનય, ભક્તિ, સેવા, શુશ્રુષા વગેરે કરવા લોકોપચારવિનય છે. તેને વ્યવહાર વિનય પણ કહેવાય છે. તે સમસ્ત જન સાધારણ માટે આચરણીય અને આદરણીય છે. પ્રસ્તુત અધ્યયનમાં લોકોત્તરિક વિનયનું વર્ણન છે.
(૨) લોકોત્તર વિનય એ જ ધર્મનું મૂળ છે અને મોક્ષ તેનું ઉત્તમ ફળ છે. તેથી આંશિક અથવા