________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૭૭.
શ્રદ્ધાનું સાતત્ય :
जाए सद्धाए णिक्खंतो, परियायट्ठाणमुत्तमं ।
तमेव अणुपालेज्जा, गुणे आयरियसम्मए ॥ છાયાનુવાદઃ યથા શ્રદ્ધા નિત્તા , પર્યાવસ્થાનમુત્તમમ્
तामेवानुपालयेत्, गुणान् आचार्यसम्मतान् ॥ શબ્દાર્થ – બાપ = જે સાપ = શ્રદ્ધાથી, વૈરાગ્યભાવથી શિવંત = સંસારથી નીકળ્યો છે ૩ત્તમ પ્રધાનપરિયાવાઈ - પર્યાય સ્થાન–શ્રમણપદ પ્રાપ્ત કર્યું છે તમેવ = તે જ ગારિયા = આચાર્યને બહુ સંમત ગુણોમાં રહી શ્રદ્ધાપૂર્વક અનુપાના = નિરંતર પાલન કરે. ભાવાર્થ- ભિક્ષુ જે વૈરાગ્યભાવથી પોતાના ઘરને છોડીને ઉત્તમ પ્રવ્રજ્યા સ્થાનને પામ્યા છે, તે જ શ્રદ્ધા અને દઢ વૈરાગ્યથી મહાપુરુષોએ બતાવેલા સંયમ સંબંધી સમસ્ત ઉત્તમ ગુણોનું જીવનપર્યત પાલન કરતા જ રહે.
વિવેચન : -
આ ગાળામાં સાધકને શ્રદ્ધા શબ્દથી પોતાના મૌલિક વૈરાગ્યને અખંડિત રાખવાનું સૂચન કર્યું છે. જે શ્રદ્ધા ઉત્સાહ અને ઉત્કૃષ્ટતમ વૈરાગ્યથી સાધકે ઘર પરિવારને છોડી સંયમ માર્ગનો સ્વીકાર કર્યો છે તે જ શ્રદ્ધાને જીવન પર્યત જાળવી રાખવી જરૂરી હોય છે.
સુત્રકારે આચાર પ્રસિદ્ધિ માટે વિવિધ હિતશિક્ષાઓ આપ્યા પછી આ એક જ ગાથામાં સર્વશિક્ષાઓ માટે સારભૂત વિષયનું કથન કરીને વિષયનું સમાપન કર્યું છે.
સંયમી જીવનનો પ્રારંભિક ઉત્સાહ, વેગવંતો વૈરાગ્ય ભાવ જો યથાવત્ રહે તો તે સાધકને માટે પ્રત્યેક શાસ્ત્રાજ્ઞા, હિતશિક્ષાનું પાલન સહજ બની જાય છે. પરંતુ જ્યારે વૈરાગ્યભાવમાં ન્યૂનતા આવી જાય ત્યારે જ સર્વ હિત શિક્ષાઓની ખરી જરૂર પડે છે,
તાત્પર્ય એ છે કે ગુરુ આદિ દ્વારા અપાયેલી હિતશિક્ષા કેવળ અંગુલિ નિર્દેશ કરી શકે છે, સન્માર્ગદર્શન કરાવી શકે, સન્માર્ગદર્શન કરાવી શકે. પરંતુ તે માર્ગે ગમન તો સાધકે સ્વયં કરવું પડે છે. સાધના માર્ગમાં અંતિમ સર્વ જવાબદારી સાધકની સ્વયંની જ રહે છે. સાધક સ્વયં પોતાના શ્રદ્ધા અને વૈરાગ્ય ભાવોને સ્થિર રાખીને ઉત્તમ ગુણોની આરાધના કરે.
આ કારણે શાસ્ત્રકારે સાધકને પોતાના પ્રતિજ્ઞા સમયનો ધ્યાન દોરી સંક્ષિપ્તમાં સાવધાન કર્યા છે. અર્થાત્ આચાર પ્રણિધિ રૂપ સંયમને પ્રાપ્ત કરેલા સાધકને પૂર્વ ગાથાઓમાં ધ્યાન રાખવાની બધી વાતો કહીને આ ગાથામાં સર્વ જવાબદારી પાછી તેના ઉપર જ મૂકી દીધી છે કે પોતાના મૂલ વૈરાગ્યને સ્થિર