________________
[ ૩૭૬]
શ્રી દશવૈકાલિક સૂત્ર
પરસ્પરાવસિલ્સ :- આ શબ્દ સાધક માટે પ્રયુક્ત થયો છે. આત્માની ગવેષણા કરનારનો મતબલ છે– આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની સાધના કરનાર, આત્માર્થી સાધક, મોક્ષાર્થી સાધક, નરસ શબ્દથી
સ્ત્રી- પુરુષ કે સાધુ-સાધ્વી સર્વ મનુષ્યોનું ગ્રહણ છે. તાત્પર્ય એ છે કે સંયમ સાધક આત્માઓ માટે તેઓની બ્રહ્મચર્યની સમાધિમાં આ ત્રણ તત્ત્વોથી બાધાઓ ઉત્પન્ન થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. માટે આત્માર્થી મુનિ વિભૂષા, સ્ત્રી સંસર્ગ અને પ્રણીત રસ ભોજનનો પૂર્ણ વિવેક રાખે. તે પ્રવૃત્તિઓને સંયમ નાશક વિષ તુલ્ય સમજે, અવધારે.
પાપન્ના .. – આ અઠ્ઠાવનમી ગાથામાં ચક્ષુરિન્દ્રિય સંયમને આશ્રય કરીને સ્ત્રીઓના હાથ, પગ, મુખ, નાક, આંખો, જંઘા, પેટ, પીઠ, મસ્તક, વાળ, સ્તન વગેરે અંગ પ્રત્યંગ તથા તેના વળાંકો અને તેઓનું બોલવું, ચાલવું, જોવું વગેરેના સુંદર ઢંગને એકીટસે દેખવાનો સ્પષ્ટ નિષેધ છે અને આ સર્વ વૃત્તિઓને કામરાગ વર્ધક એટલે વિકારી માનસની ઉત્પત્તિના નિમિત્તક કહ્યા છે. માટે બ્રહ્મચારી સાધક
સ્ત્રી કે સાધ્વીના નિકટ સંયોગ સમયે આ પ્રકારના માનસિક કુતૂહલને ઉત્પન્ન થવા દે નહીં પરંતુ પોતાના આત્મ લક્ષ્યમાં જ લીન રહે અને ક્યારેક ચંચલ ઘોડાની ઉપમાવાળા મનમાં આવું કુતૂહલ ઉત્પન્ન થવા લાગે કે તરત જ શ્રુતજ્ઞાનની લગામ = આગમ ઉપદેશના કે આદેશ–સંદેશના આ વાક્યોથી તેને વશ કરી લે.
આગમના તે વાક્યો આ પ્રમાણે છે– (૧) બરકર જિવ રદૂ, વિÉિ કલીદ (૨) વિસં તત્ત૬ નહીં; (૩) સ્થિ વિહો મ; (૪) વેસુ નો હિમુવે તિબં, અતિય પાવ રે વણા (૩૪.-૩૨); () નો વહીલું નેચ્છા ! (ઉત્તરા.-૮); (૬) મૂયા ૩ત્થિરો (ઉત્તર.-૨); (૭) ખ વ તાવળ વિસ્તાર દાસ, જ ગંજય જય દિયે વા ! (ઉત્તર.-૩૨)
ઈત્યાદિ શ્રત દોરી રૂપી અનેક પ્રકારની લગામોને સાધક મન રૂપી ચંચલ ઘોડા માટે તૈયાર રાખે. આ રીતે સ્ત્રી સંબંધી ચક્ષુ સંયમમાં સાવધાન રહે. અહીં વર્ણિત સાધુ માટેની આ સર્વ સૂચના શિક્ષાઓ સાધ્વી માટે પુરુષની અપેક્ષાએ સમજવી અર્થાત્ તેઓ પુરુષના અંગોપાંગ, હાવભાવ વગેરે વૃત્તિઓ માટે પૂર્ણ રીતે ચક્ષુઈન્દ્રિય સંયમ રાખે અને મનની ચંચલતા રોકવા માટે લગામ રૂ૫ ઉપર સૂચિત સર્વ ઉપદેશ વાક્યોને પુરુષથી સંબંધિત કરી મન પર અંકુશ રાખે; પુરુષ પ્રત્યાકર્ષણથી વિરક્ત રહે. રાક્ષસ, કીચડ, તાલપુટ વિષ વગેરે સર્વ ઉપમાઓને પુરુષ લક્ષિત કરી આત્માને તરૂપે પરિણત કરી ચક્ષુરેન્દ્રિયની સમાધિમાં અને પોતાના શીલ સમાધિમાં જાગરુક રહે, સ્થિર રહે, લીન રહે. જેના પરિણામ – ૫૯-૬૦ બે ગાથાઓમાં શાસ્ત્રકારે મનોજ્ઞ સ્ત્રી વિષયોને પુદ્ગલમય કહી તે પુદ્ગલોને પરિવર્તનશીલ દર્શાવ્યા છે. જ્યારે પ્રત્યેક પૌગલિક પદાર્થ ક્ષણિક, અનિત્ય છે; ક્ષણે ક્ષણે તેમાં પરિવર્તન થયા જ કરે છે. જે આજે સુંદર દેખાય તે કાલે અસુંદર થઈ જાય અને અસુંદર પુનઃ સુંદર બની જાય છે. પદાર્થ માત્રના આ બંને પાસાને યથાર્થરૂપે જાણીને સાધુ સાધ્વી તેના પ્રલોભનમાં ન ફસાય, તેની આકાંક્ષાઓથી, તૃષ્ણાઓથી મનને દૂર કરી, વિજાતીય સ્ત્રી સંબંધી તૃષ્ણાઓથી રહિત બની, મનને વિકારભાવ ચંચલ ભાવોથી શાંત-પ્રશાંત બનાવી લે. અહીં આત્મા શબ્દચિત્તવૃત્તિ માટે છે, તેથી આત્માને એટલે તે વિકારી ચિત્તવૃત્તિને પરમ શાંત, સહજ શાંત, શીતલીભૂત કરવાની પ્રબલ પ્રેરણા છે.