________________
અધ્ય.−૮ : આચાર પ્રણિધિ
બ્રહ્મચર્યના સાધકે પરસ્પરના ચિત્ર કે અલંકૃત શરીર પર ક્યારે ય કોઈ સ્થાને નજર પડતાં જ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અવિલંબ ચક્ષુની દિશા પલટી જ લેવી જોઈએ. પછી તે દિશા નીચી હોય કે અન્ય કોઈ વસ્તુ પર હોય. જેમ સૂર્ય પર દષ્ટિ બીજી ક્ષણે ન જ ટકે તેમજ આ વિષયમાં પણ શાસ્ત્રાજ્ઞાને યાદ રાખી સાધકને વર્તન કરવાનું અત્યાવશ્યક છે. તાત્પર્ય એ છે કે ક્યારે ય સાધુ-સાધ્વી એકીટશે પરસ્પરના વિજાતીય શરીરને કે તેના અંગોને જુએ નહીં.
૩૭૫
હથપાય પિિ∞ળ :– સ્વરૂપવાન અને શ્રૃંગારિત શરીર મોહોદયનું પ્રેરક નિમિત્ત બને છે. પરંતુ જ્યારે પ્રબલ મોહનો ઉદય હોય ત્યારે સુરૂપ કુરૂપ વગેરે કોઈ અવસ્થાઓ બાધક થતી નથી. તે સમય પ્રતિપક્ષી–લિંગીના શરીરથી જ દૂર રહેવાનું હોય છે અને નિમિત્ત ન મળતાં મોહોદયનું તોફાન સ્વતઃ સમય વીતતાં પરિવર્તન પામી જાય છે. કારણ કે તીવ્ર ઉદય કર્મની પણ પ્રાયઃ સીમિત સ્થિતિ હોય છે, જેમ કે વાવાઝોડાનો સમય. માટે છપ્પનમી ગાથામાં કથિત શિક્ષાને અહીં પુષ્ટ કરતાં કહ્યું છે કે વિકૃતાંગ સ્ત્રીના શરીરથી પણ પુરુષ સાધકે દૂર રહેવું જોઈએ.
વિમૂલા સ્થિ સંતો – આ ગાથામાં બ્રહ્મચારીને સાવધાન રહેવાના ત્રણ નિમિત્ત કારણોનું એકી સાથે સંકલન કરી તે ત્રણેયથી અતિ સતર્ક રહેવાની પ્રેરણા માટે તે પ્રસંગોને તાલપુટ વિષની ઉપમા આપી છે. તેથી સહજ સ્પષ્ટ થાય કે શાસ્ત્રકારે સાધકને ત્રણ ચીજથી સાવધાન રહેવા માટે કેટલો મહત્ત્વપૂર્ણ ભાર આપ્યો છે.
(૧) વિભૂષા– શરીરની વિભૂષા, શોભા શણગાર પોતાના મોહદયનું, અન્યના આકર્ષણનું તથા અન્યના વેદોદયમાં નિમિત્ત બની શકે છે. તેથી બ્રહ્મચારી સાધકે તેનો સર્વથા ત્યાગ કરવો જોઇએ.
(૨) સ્ત્રી સંસર્ગ શબ્દથી સાધુ-સાધ્વી બંને માટે પરસ્પર વિજાતીય સંસર્ગ સમજવાનું છે તેમ છતાં સંસર્ગનો અર્થ વિજાતીય અતિ સંપર્ક છે. સાધુ–સાધ્વીને આગમની જેટલી વિશિષ્ટ આજ્ઞા છે તેનાથી વધારે પરસ્પર વિજાતીય લિંગવાળાઓ સાથે બેસવું, રહેવું, વિચરવું, વાતો કરવી વગેરે ત્યાજ્ય છે. વિજાતીય ગૃહસ્થોનો અતિ સંપર્ક—સંસર્ગ પણ ત્યાજ્ય છે; તેમ છતાં જિનશાસન પ્રભાવનાર્થે સીમિત સમયે સામૂહિક રૂપે જ તે યોગ્ય હોય છે. એકલા સ્ત્રી કે પુરુષ સાથે બે બેસવું કે વાર્તાલાપ કરવો યોગ્ય ન ગણાય. આગમના આ માર્ગદર્શનને ધ્યાનમાં રાખવાથી સ્ત્રી સંસર્ગ નામક તાલપુટ વિષની ઉપમાવાળા નિમિત્તથી સાધક સુરક્ષિત રહી શકે છે.
(૩) પ્રણીત ભોજન– ઘી આદિ વિગયયુક્ત, ગરિષ્ટ, બલવર્ધક ભોજનને પ્રણીત ભોજન કહે છે. પ્રણીત ભોજન વિષય વાસનાને ઉત્તેજિત કરે છે. સર્વ ઈન્દ્રિયોના વિજય માટે હેન્દ્રિય સંયમ અત્યંત આવશ્યક છે. સાધુ જીવનમાં અન્ય ઈન્દ્રિયોના પોષણ કરતાં રસનેન્દ્રિયના પોષણના નિમિત્તો અધિક મળે છે. સાધુને અનેક સંપન્ન ઘરોમાં રસવંતા આહાર પાણી સુલભ હોય છે. પરંતુ સાધુએ પોતાની વૃત્તિને સંયમિત રાખી, પોતાના લક્ષ્યને નજર સમક્ષ રાખીને સંયમી જીવનના નિયમાનુસાર સાત્વિક અને મર્યાદિત આહાર લેવો જોઈએ.