________________
૩૭૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
બીજી વાડ છે.
ફથી વિનહો મયં :– બ્રહ્મચર્યની સમાધિને ભંગ કરનાર કારણ બે પ્રકારના છે– (૧) મૂલકારણ વેદ મોહનીય કર્મનો ઉદય છે અને નિમિત્ત કારણ સ્ત્રી શરીર આદિ અનેક છે. મૂલકારણને નિમિત્ત કારણ સહાયક હોય છે. મૂલકારણ રૂપ મોહકર્મના ઉદયને નિમિત્ત કારણ શરીરના અભાવમાં વિફલ થવું પડે છે, જ્યારે મૂલ કારણને રોકવું માનવને અશક્ય હોય ત્યારે તેને નિમિત્ત કારણથી બચવાનો જ ઉપાય રહે છે. વ્યક્તિને વેદ મોહનીયકર્મનો ઉદય ક્યારે મંદ થાય, ક્યારે તીવ્ર થાય તે ન તો વ્યક્તિના હાથમાં છે કે ન જ્ઞાનીના હાથમાં છે; જ્યારે નિમિત્ત કારણોથી દૂર રહેવું, બચવું એ તો સાધકના પ્રયત્નાધીન છે, ઇચ્છાને આધીન છે. આ કારણે નિમિત્ત કારણોથી બચવાના આગમોમાં વિવિધ પ્રકારે, વિવિધ માર્ગદર્શન આપેલ છે.
પ્રસ્તુત નવ ગાથાઓમાં પણ અનેક માર્ગદર્શન છે, તેમાં આ ગાથામાં સ્ત્રી શરીરનું કથન સદૃષ્ટાંત કર્યું છે. ખરેખર સ્ત્રી શરીર ઉપલક્ષણ છે, સાધુ પુરુષ માટે સ્ત્રી શરીર અને સાધ્વી સ્ત્રી માટે પુરુષ શરીર બ્રહ્મચર્યની સમાધિ માટે નિમિત્ત રૂપ ભયકારી છે. વેદ મોહના ઉદયનો હુમલો ક્યારે થાય તેની અજાણતાને કારણે સાધકને સદા વિજાતીય શરીરથી સાવધાન રહેવાનું જ છે.
જૈન ધર્માચારના સિદ્ધાંતો અનેકાંતિક અને સર્વજ્ઞોના અનુભવે યોજાયેલ છે. અહીં સાધકને સાવધાન કરવા માટે જ્ઞાન સંસ્કાર અને વૈરાગ્યના સંસ્કાર છે પરંતુ ઘૃણા કે તિરસ્કારના ભાવ નથી. જૈન સાધુ કે આચાર્ય સંપૂર્ણ સાધ્વી સમાજનું ઉત્તરદાયિત્વ પણ નિભાવે છે. સ્ત્રિયોથી સાધુ અને પુરુષોથી સાધ્વી ગોચરી વ્યાખ્યાન આદિનો પરહેજમય વ્યવહાર કરતા નથી, સહજ ભાવે સ્વીકારે છે. સાધુ-સાધ્વી પરસ્પર આગમની વાચણી લે અને દે છે. કેટલાય સેવા પ્રસંગોને પણ એકબીજા પરસ્પર નિભાવી શકે છે. તેમ છતાં મર્યાદા, વિવેક અને સાવધાની માટે ઉપદેશ શિક્ષાઓ અને માર્ગદર્શન પ્રસ્તુત ગાથાઓમાં અને અન્યત્ર પણ છે જ. તો સમજવાનું એ રહ્યું કે સાધુ-સાધ્વી પરસ્પરના શરીરથી સાવધાન રહે પરંતુ ધૃણા । કે દ્વેષ સુધી ન પહોંચે પરંતુ મધ્યમ માર્ગમાં રહે અર્થાત્ આગમ સમ્મત જરૂરી સંજોગો સિવાય એક બીજાથી સ્વતંત્ર રહી પોતપોતાની સાધનામાં સ્થિત રહે.
અહીં દષ્ટાંત બિલાડી અને કૂકડાના બચ્ચાનું આપ્યું છે તે એકદેશીય છે. બિલાડીથી કૂકડાના બચ્ચાનું જીવન જોખમમાં રહે છે તેમ સ્ત્રી પુરુષની પરસ્પરની નજદીકતામાં બ્રહ્મચર્ય કે સંયમ જીવન જોખમમાં રહે છે; એટલું જ સમજવાનું છે. દષ્ટાંતમાં બીજા અનેક પાસાઓ હોય છે તે સર્વ અપેક્ષિત હોતા નથી. બિલાડીની હિંસક વૃત્તિ, ક્રૂરતા કૂકડાના બચ્ચા માટે પ્રાણનાશક છે પરંતુ સ્ત્રી પુરુષના શરીર પરસ્પર મનની ચંચલતાના નિમિત્ત માત્ર છે અને તે બંનેના સંયમ જીવનની જોખમ ભરેલી સ્થિતિની સમાનતા છે.
વિત્તમિત્તિ ૫ જિન્નાર્ :- આ પંચાવનમી ગાથામાં બ્રહ્મચર્યની સમાધિ માટે ચક્ષુઇન્દ્રિય સંયમને પ્રાધાન્ય આપેલ છે. મહત્ત્વની વાત તો તેમાં આપેલ સૂર્યના દૃષ્ટાંતની છે. આવું ક્રિયાન્વિત(પ્રેક્ટીકલ) દૃષ્ટાંત શોધતાં પણ મળવું મુશ્કેલ છે. કોઈપણ વ્યક્તિની દષ્ટિ કોઈ કારણથી ક્યારે ય સૂર્ય સામે થઈ જાય તો ત્યાં તેની સ્થિરતા રહેતી જ નથી. આ વાતને નાનકડો બાલક પણ સમજી શકે છે, અનુભવી શકે છે. જ્યારે દષ્ટાંત સહજ સુગમ છે તો તેનાથી લક્ષ્યને સમજવું પણ અતિ સુગમ થઈ જાય છે. તાત્પર્ય એ છે