________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૬૯
ભવિષ્ય સંબંધી શુભ-અશુભ ફળ દર્શાવનારી વિદ્યા અથવા જ્યોતિષ વિદ્યાના આધારે શુભાશુભ ફળ ગૃહસ્થોને બતાવવા. તેમાં પ્રશ્ર ફળ, જન્મ કુંડલી, હસ્તરેખા વગેરે અનેક ક્રિયાઓ-વિધિઓ હોય છે.
મંત = મંત્ર. આ શબ્દના બે પ્રકારે અર્થ છે.– (૧) દરેક ધર્મમાં પોતાના ઇષ્ટ દેવગુરુને જે અલ્પાક્ષરી શબ્દપ્રયોગ દ્વારા સન્માન વંદન નમસ્કાર કરવામાં આવે તેને મંત્ર કહેવાય છે. યથા-નમસ્કાર મંત્ર ગાયત્રી મંત્ર વગેરે. (૨) સામાન્ય વિશેષ કોઈ પણ લૌકિક પ્રયોજનથી અલ્પાક્ષર, આધાક્ષર કે સંક્ષિપ્તાક્ષરોવાળા શબ્દનો જાપ કરવામાં આવે તે પણ મંત્ર કહેવાય છે. મંત્રની જેમ યંત્ર કે તંત્રની સાધના પણ હોય છે, તેનો સમાવેશ અહીં મંત્ર શબ્દમાં જ સમજી લેવો જોઈએ. આનુપૂર્વીના કોઠા જેવી આકૃતિ કાગળ કે તામ્રપત્ર ઉપર બનાવી તેમાં અક્ષર કે આંકડા મૂકીને જે કોષ્ટક તૈયાર કરાય તેને યંત્ર કહેવાય છે. ચૂર્ણ પ્રયોગ, દોરા-ધાગા પ્રયોગ, લેપ, અંજન વગેરે કેટલાય પ્રયોગોની સિદ્ધિ કરાય તે તંત્ર કહેવાય છે. અનેક પ્રકારના તપ, જપના સંયોગે સિદ્ધ કરાય તેને વિદ્યા કહેવાય છે. વિદ્યાઓ નાની–મોટી ઘણા પ્રકારની હોય છે. વિદ્યાધરો પાસે સેંકડો, હજારો વિદ્યાઓ હોય છે. તેઓને કેટલીય વિદ્યાઓ તો વારસાગત પણ પ્રાપ્ત થાય છે અને કેટલીક વિદ્યા સાધના કરવાથી પ્રાપ્ત થાય છે. બીજી અપેક્ષાએ દેવને સિદ્ધ કરે તે મંત્ર અને દેવીને સિદ્ધ કરે તે વિદ્યા કહેવાય છે.
એસનં :- આ શબ્દથી ઔષધ-ભેષજ બંનેનું ગ્રહણ થાય છે. એક પદાર્થવાળી દવા ઔષધ કહેવાય અને ઘણા દ્રવ્યોના સુમેળથી તૈયાર કરેલી દવા ભેષજ (ભષધ) કહેવાય છે. આ પ્રકારની દવાઓ ગૃહસ્થને બતાવવી તે સાધુ માટે દોષરૂપ છે. તેમ કરવાથી સ્વાધ્યાય ધ્યાનનો નાશ થાય છે. ગૃહસ્થોને પોતાના કર્મવશ તે અનુકૂળ પ્રતિકૂળ કોઈપણ રીતે પરિણમે છે અને સાધુ માટે તે બંને અવસ્થાઓ આપત્તિ ભરેલી હોય છે, માટે વૈદ્યક વૃત્તિ કરવી સંયમ સાધનાને યોગ્ય નથી. મૂહિરણ:- ભૂત શબ્દ અહીં બધા પ્રાણીઓનો વાચક છે. ગાથા-પ૧માં નિષિદ્ધ સર્વ પ્રવૃત્તિઓમાં પહેલાં કે પછી પ્રાણીઓની હિંસા, આરંભ, સમારંભ કે પાપ પ્રવૃત્તિઓનું અનુમોદન થાય છે માટે તે પ્રવૃત્તિઓ ભૂતાધિકરણી = જીવ હિંસાકારી પ્રવૃત્તિઓ છે. ગાથામાં નક્ષત્ર આદિ છ ક્રિયાઓના સૂચક છ પદ છે, માટે આ અંતિમ હેતુસૂચક ભૂતાધિકરણ શબ્દ સાથે પદ શબ્દ જોડી તે પ્રવૃત્તિઓને ભૂતાધિકરણ પદ કહ્યું છે. બ્રહ્મચર્ય સંયમ :| अण्णटुं पगडं लयणं, भएज्ज सयणासणं ।
उच्चारभूमिसंपण्णं, इत्थीपसुविवज्जियं ॥ છાયાનુવાદઃ અર્થ પ્રવૃત્ત નયનં, મનેત્ શયનાસનમ્
उच्चारभूमिसम्पन्न, स्त्रीपशुविवर्जितम् ॥ શબ્દાર્થ - M૬ જૈન સાધુસિવાય, અન્યને માટે, ગૃહસ્થો માટે પાઉં બનાવેલુંન્ગારભૂમિપvi = ઉચ્ચાર ભૂમિયુક્ત સ્થપસુવિવશ્વયં = સ્ત્રી અને પશુઓથી રહિત તથા = સ્થાન, મકાન,