________________
[ ૩૬૮ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
ઉતાવળ કે ગભરાટથી સંકલ્પ વિકલ્પમાં બેભાન થઈને વચન ન બોલે. પરંતુ ચિત્તને પૂર્ણ પવિત્ર શાંત રાખી, સમજી વિચારી ધૈર્યથી વાત કરે. મારૂં જળસિર અવં :- આત્મવાન, આત્માને જેણે સમજી લીધો છે અને આત્મ કલ્યાણની સાધનમાં જે લીન છે, તે આત્માર્થી સાધુ ઉક્ત આઠ ગુણ સંપન્ન ભાષાનું મુખથી ઉચ્ચારણ કરે.
આ રીતે ગાથા ૪૯માં શાસ્ત્રકારે ભાષા સંબંધી કેટલીક સાવધાની સૂચિત કરતાં અલ્પ શબ્દોમાં ગંભીર રહસ્યોનો સમાવેશ કર્યો છે.
માથાર પUત્તિ થR... :- આ ગાથામાં આચાર, પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ ત્રણ શબ્દના પ્રયોગ વડે આદિ મધ્ય અને અંતના કથનથી સંપૂર્ણ શ્રુતજ્ઞાનનું કથન કર્યું છે. પ્રથમ અંગ આચારાંગ, મધ્યમ અંગ ભગવતી- વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને અંતિમ દષ્ટિવાદ બારમું અંગ છે. સર્વ અંગ આગમોને તેમાં સમાવિષ્ટ કરતાં અર્થ થાય છે કે દ્વાદશાંગીના જાણનાર. વાય વિલિયં ગળ્યા જ નં ૩વરસે મુળ – મુનિને માટે સાધારણ કે વિશિષ્ટ કોઈપણ વ્યક્તિનો ઉપહાસ કરવો તે કર્મબંધનું કારણ છે. પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે દ્વાદશાંગીના જાણકાર મુનિ કે અન્ય કોઈપણ મુનિની વચન સ્કૂલના થાય તો હાંસી કરવાનો નિષેધ કર્યો છે.
પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી છદ્મસ્થ દશામાં કોઈપણ વ્યક્તિ ગમે તે કારણે ભૂલ કરી શકે છે. વિશિષ્ટ વ્યક્તિ પણ ક્યારેક ઉપયોગ શૂન્યતાએ કે અન્ય કોઈપણ કારણે ભૂલ કરે તો, તેમાં કોઈ મુનિએ ચિત્તને ચંચળ બનાવી આશ્ચર્ય કે મજાકનો ભાવ કરવો યોગ્ય નથી. તો સામાન્ય માનવની ભૂલને જોઈને હસવાની વાત જ ક્યાં રહે?
તે ઉપરાંત જ્ઞાનીજનોની કે શ્રમણોની હાંસી(ઉપહાસ) કરવાથી મુનિને આશાતનાનો દોષ લાગે, જ્ઞાનાવરણીયાદિ કર્મોનો બંધ થાય, જ્ઞાન લેવાની પાત્રતા ઘટે; અવિનીતતા, દુષ્ટતા, દુઃસાહસ અને ઉદ્દેડતા વગેરે વધે, આવા અનેક દોષોને જાણીને મુનિ જ્ઞાનીજનોની ભૂલનો ઉપહાસ ન કરે. MUત્ત ન નોri.... - સાધુ કોઈને પણ મંત્ર, તંત્ર આદિ પ્રયોગનો નિર્દેશ ન કરે કારણ કે તે પ્રકારનો નિર્દેશ કોઈને ઉપકારક અને કોઈને અપકારક બની શકે છે; કોઈ જીવને ઉપદ્રવનું કારણ પણ બની જાય છે. તેથી સાધુ કોઈ પણ પ્રકારની ભવિષ્યની આગાહી આદિ સૂત્રોક્ત સમસ્ત નિષિદ્ધ પ્રવૃત્તિઓનું આચરણ કરે નહીં. આ રીતે પ્રસ્તુત ચાર ગાથાઓથી સમજાય છે કે ભાષાની વિશુદ્ધિ પણ આચાર પ્રસિધિનું એક વિશિષ્ટ અમૂલ્ય અંગ છે.
ગઉ = નક્ષત્ર અઠ્ઠાવીસ છે. જુદા જુદા નક્ષત્રો સાથે ચંદ્ર, સૂર્ય, ગ્રહ આદિના યોગોનું જુદું જુદું ફળ હોય છે તેનું ગણિત કરીને નીકળતા ફલાદેશ ગૃહસ્થોને કહેવા. સુમિ = સ્વપ્નફલ. સ્વપ્નનું શુભાશુભ ફળ બતાવવું. ગોri = વશીકરણાદિયોગ. અમુક ઔષધજડીબૂટી અથવા ખાદ્યપદાર્થના સંયોગની વિધિ; બીજાને વશ કરવા માટે વશીકરણ વિધિ ગૃહસ્થને બતાવવી.નિમિત્ત = ભૂત, વર્તમાન ને