________________
અધ્ય.−૮ : આચાર પ્રણિધિ
૩૭
ઈર્ષ્યા, ઘૃણા વગેરે દુર્ગુણ વધે છે, પ્રત્યાખ્યાનનો ભંગ થાય છે, વેરભાવની વૃદ્ધિ થાય છે અને પાપકર્મનો બંધ થાય છે. તેથી સાધુ તેનો ત્યાગ કરે.
માયામોસ વિવખ્ત :- કપટપૂર્વક જૂઠું બોલવું, આ સત્તરમું પાપ છે. મુનિ તો સરલતાની મૂર્તિ હોય છે તેના જીવનમાં સામાન્ય અસત્ય કે અંશ માત્ર માયા પણ અયોગ્ય છે. માયા—મુષામાં તો એક અસત્ય પાછળ અનેક અસત્ય તેમજ કપટ પ્રપંચ, છલ, ધૂર્તતા, ઠગાઈ વગેરે અનેક દૂષણોનો સમાવેશ થાય છે. તેથી મુનિએ તેવા પ્રપંચોનો ત્યાગ કરવો જોઈએ.
અપ્પત્તિય નેખ સિયા... :- સાધુની ભાષા હંમેશાં હિતકારી અને પરિમિત હોવી જોઈએ. અન્યને દ્વેષ થાય કે કર્મબંધનું કારણ બનતું હોય, તેવા પ્રકારનો વચન પ્રયોગ કરવો, તે સાધુનો આચાર નથી. તેથી મુનિ પૂર્ણ વિવેક રાખતાં તેવા વચનોનો સર્વયા સર્વદા ત્યાગ કરે.
વિક નિય... :- આ ગાઘામાં ભાષાના આઠ ગુણોનાં નામ છે તેના અર્થ આ પ્રમાણે છે– (૬) વિક - આત્માર્થી મુનિ કોઈ વિષયમાં કલ્પનાથી, અનુમાનથી કે પ્રમાણ વિનાની સાંભળેલી વાત ન કરે પરંતુ આંખે દેખી સાચી ઘટના હોય તેને પણ વિચારપૂર્વક સીમિત શબ્દોમાં કહે; (૨) નિયં - શ્રોતા સમજી શકે તે રીતે સીમિત શબ્દોમાં જ કથન કરવું બિન જરૂરી એક પણ શબ્દ બોલવો નહીં. એક બે વાક્યથી વાત સમજાય જાય, તેમાં પાંચ–દસ વાક્યો કે મર્યાદા વિના બોલતા જ રહેવું, એ અપરિમિત ભાષા કહેવાય છે. (રૂ) અક્ષવિદ્ધ = મુનિ સંદેહ રહિત, ચોક્કસ જાણકારીપૂર્વક બોલે. જે વિષયમાં સ્પષ્ટ જાણકારી ન હોય, સંદેહ હોય તે વિષયમાં મૌન રહે અથવા મને આ વિષયમાં ખ્યાલ નથી; તેમ સત્ય વાત રજુ કરે.
(૪) ડિપુળ = મુનિ અતિ સક્ષિપ્ત કે અધૂરા વાક્ય બોલે નહીં, ન સમજાય તેવી અર્ધી વાત કરે નહીં. પરંતુ શાંતિથી પૂરા વાક્ય બોલે પૂરી વાત કહે. જે વાક્યમાં કર્તા અને ક્રિયા બંને હોય; વચન, પુરુષ, શબ્દ જોડણી પદ વગેરેનો યથાયોગ્ય પ્રયોગ હોય તેવા વાક્યવાળી ભાષા પ્રતિપૂર્ણ કહેવાય છે. કર્તા કે ક્રિયાપદ વિહીન વાક્ય પ્રતિપૂર્ણ ન કહેવાય. (બ) વિયં = મુનિ સ્પષ્ટ બોલે, સ્પષ્ટ ઉચ્ચારણ કરે, અતિ ઘીરે કે અતિ ઊંચે અવાજે ન બોલે; ભયથી, મજાકથી કે મૂર્ખતાથી અસ્પષ્ટ બોલવાથી સમજનારને ભ્રમ થાય, ખોટું સમજી લે, અર્થનો અનર્થ થઈ જાય; માટે મુનિ પોતાનો કે આગમનો અર્થ પરમાર્થ સ્પષ્ટ થાય, તેવી યોગ્ય ઉચ્ચારણ વાળી વ્યક્ત = સ્પષ્ટ ભાષા બોલે. જેમાં ગણગણાટ હોય તેવી ભાષા મુનિ ન બોલે. (૬) ય = પરિચિત અને અનુભવિત વિષયમાં બોલે, જેમ દૃષ્ટ ભાષામાં આંખે દેખેલી ઘટના વગેરેનું કથન કરે તેમ અહીં પણ પોતે સારી રીતે સમજેલા જાણેલા કે અનુભવેલા વિષયમાં જ બોલે,
કોઈને પ્રેરણા કે માર્ગદર્શન કરે.
(૭) અપિĒ - અજલ્પિત. મુનિ અતિ વાચલતા ભરેલા વચન ન બોલે; ક્રોધ કે નારાજીથી ભરેલા હૃદયે પરેશાન ચિત્તથી અસંબદ્ધ પ્રલાપ કે બકવાસ કરતાં પણ ન બોલે પરંતુ ગંભીરતા પૂર્વક અતિશયોક્તિ અને વાડંબર રહિત મધુર ભાષા બોલે. (૮) અણુવિi = મુનિ ઉદ્વેગમાં, અશાંતિમાં,