________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
[ ૩૫૯]
માનવ શરીર અને તેમાં પ્રાણ, એ બંને આવશ્યક છે; પ્રાણ વિના શરીરની કોઈ કિંમત નથી અને શરીર વિના પ્રાણનું અસ્તિત્વ પણ રહી શકે નહીં; જીવવા માટે તે બંને ય આવશ્યક છે. તે જ રીતે મોક્ષાર્થ સાધના માટે કષાય વિજય અને આચાર નિયમએ બંને ય આવશ્યક છે. આ હેતુને સમજી સાધક કષાય વિજય પણ કરે અને તેની સાથે આગમોક્ત સમસ્ત સંયમ ગુણોની આરાધના કરે. તેમ ક્રમ પ્રાપ્ત પ્રસ્તુત ગાથાના નિરૂપણનો આશય છે.
વિણાં પડને :- અધિક રત્ન સંપન્ન હોય તે રત્નાધિક છે. રત્નના બે પ્રકાર છે. દ્રવ્યરત્ન અને ભાવરત્ન. પ્રસ્તુતમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણરૂપ ભાવરત્નનો પ્રસંગ છે, તે આ પ્રમાણે છે– (૧) જેની પાસે તે ગુણો અધિક હોય તેને રત્નાધિક કહે છે. (૨) જયેષ્ઠ, સન્માનિત અથવા ઉચ્ચાધિકારી. (૩) જે દીક્ષાપર્યાયમાં જયેષ્ઠ હોય, તેને રાત્વિક–રત્નાધિક કહે છે. (૪) પૂર્વદીક્ષિત તેમજ ઉપદેશકને રાત્વિક કહે છે. આ સર્વઅર્થો સાપેક્ષ અને સ્વીકાર્ય છે. સૂત્રનો આશય એ છે કે જે દીક્ષા પર્યાયમાં જયેષ્ઠ હોય, ચારિત્રના પર્યવ જેની પાસે અધિક હોય તે રત્નાધિકનો વિનય કરવો, એ સાધનાનું એક મુખ્ય અંગ છે. તેનાથી અહંકાર રૂપ કષાયના સરદારનો નાશ થાય છે. યુવતીયં જ વફmT:- સાધુએ પ્રતિદિન જે આચારનું પાલન કરવાનું હોય છે, તેને ધ્રુવશીલ કહે છે. તેના પાલનમાં શક્તિનો પૂર્ણપણે પ્રયોગ કરે, તેમાં કદાપિ મંદતા કે ન્યૂનતા ન લાવે. વૃત્તિકારે અને ચૂર્ણિકારે તે ધ્રુવશીલના ૧૮૦૦૦ ગુણો ગણિતના માધ્યમે કર્યા છે અને તેનાથી એક રથની કલ્પના કરી, તે ભેદ પ્રભેદોને સમજાવ્યા છે. આ શીલાંગ રથનો અને તેના ગુણોની ગાણિતનો મૌલિક આધાર આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનનો અંતિમ પાઠ(પાંચમું શ્રમણ સૂત્ર) છે. તેમાં શ્રમણને બકુરત સહિ સીતાધરા. એવી ઉપમા કહી છે.
આ વિષયને સ્પષ્ટ કરવા સર્વ પ્રથમ એક ગાથાનો નિર્દેશ મળે છે અને તેનાથી જ ૧૮000 ગાથાની જોડણી થાય છે. ગાથા
जे णो करंति मणसा, णिज्जिय आहार सण्णा सोइदिए ।
पुढविकायारंभ, खंति जुत्ते ते मुणी वंदे ॥ ગાથાનું તાત્પાર્થ – આ ગાથામાં કરવું, કરાવવું, અનુમોદવું તે ત્રણ કરણ છે. મન, વચન, કાયા તે ત્રણ યોગ છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ તે ચાર સંજ્ઞા છે. શ્રોતેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિય છે. પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને એક પંચેન્દ્રિય, આ નવ પ્રકારના જીવો તથા દસમા અજીવના આરંભનો તથા દશવિધ શ્રમણધર્મ ક્ષમા આદિનો સંકેત છે. ક્ષમા વગેરે દશ શ્રમણધર્મ ધ્રુવશીલ છે. તેનો ગાથામાં કહેલા કરણ યોગ આદિની સાથે ક્રમશઃ સંયોગ જોડવાથી અર્થાત્ ગુણાકાર(ગણિત-ગણના) કરવાથી ૧૮000 ભેદ થાય છે. ૧૮૦૦૦ શીલાંગ ગુણોની ગણનાવિધિ -૧૦ યતિ ધર્મ x ૧૦ એકેન્દ્રિયાદિ જીવ = ૧૦૦, ૧૦૦૪૫ ઇન્દ્રિય નિગ્રહ = ૫૦૦, ૫૦૦*૪ સંજ્ઞા મુક્ત = 2000, ૨૦૦૦૪૩ યોગ સાથે = ૬000, 000 X