________________
અધ્ય.−૮ : આચાર પ્રણિધિ
(૧) ક્રોધ હનન ઉપાય – જ્યારે પણ ક્રોધનો પ્રસંગ આવે ત્યારે સાધક દઢ સંકલ્પ કરે કે મારે ક્રોધ કરવો નથી. તે માટે સામેની વ્યક્તિના દોષો કે ભૂલોને વાગોળવાની ટેવ છોડવી પડે, પોતાના દોષોને કે કર્મસંયોગના દોષોને મુખ્ય કરવા પડે, મન કહે તેમ થતી બોલ ચાલને રોકવી પડે અને પોતાનો જ્ઞાન આત્મા કહે તેમ મન મારીને પણ ચાલવું પડે.
૩૫૭
તે સિવાય પોતાના માન, ઘમંડ, અહંને ઘટાડવા જોઈએ; કારણ કે ક્રોધને બલ દેનાર, ઉત્તેજિત કરનાર માન છે— "મેં અને મારું કે મારી વાત, મારો હુકમ" વગેરે શબ્દોને અંતરમાં મંદ કરવા પડે છે.
જેવા મારા પુણ્યકર્મ છે, તેવા સંયોગ મળી આવ્યા છે; હવે એમાં શાંતિ અને સમાધિ રાખવી તે જ મારા જ્ઞાન વૈરાગ્યનું ફળ છે. હરકોઈના વ્યવહારથી ગુસ્સે થવું કે કર્મબંધ કરવો એ તો મારા આત્મ કલ્યાણનો માર્ગ નથી. માટે મારે પ્રભુ આજ્ઞાથી આવા સમયે વચનથી મૌન, મનમાં શાંતિ, આત્મરમણતા, કર્મ સંયોગ ચિંતન અને સ્વદોષ દર્શનમાં જ રહેવાની દઢતા રાખવી; એ જ મારા માટે પ્રત્યેક સંયોગોને પાર કરવાનું પરમ કર્તવ્ય છે. આ રીતે સાધકે ઉપશમ ભાવ રૂપ ઉપાયનો અભ્યાસ કરવો અને રાખવો જોઈએ. (૨) માન વિજય ઉપાય – તે જ રીતે માનને જીતવા કોમલતા, નમ્રતા, લઘુતા ગુણોની કેળવણી કરવી પડશે. આ દુનિયામાં અભિમાનમાં ચકચૂર એવા કોઈના અભિમાન રહ્યા નથી; અંતે તેઓ નરકના જ મહેમાન થયા છે. ગમ ખાના નમ જાના નો સિદ્ધાંત સાકાર કરવાથી જ શાંતિ અને આત્મ કલ્યાણનો માર્ગ મળી શકે છે. ત્રિપૃષ્ટ વાસુદેવ, રાવણ, બ્રહ્મદત્ત અને કોણિક જેવા જ્વલંત ઉદાહરણો આપણા અનુભવમાં ભર્યા પડયા છે પણ તે સર્વ તોતારત જેમ ન રહે, તે માટે વૈરાગ્યના સહકારે નમ્રતા, લઘુતાના સંસ્કારોનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે.
(૩) માયા વિજય ઉપાય ઃ– માયા કરનાર ભલે પોતાને છુપાવે પણ કર્મબંધ અને તેનો ઉદય તો છૂપી શકે નહીં. દાબી દૂધીના રહે રૂ લેપટી આગ, માયા મિથ્યાત્વની જનની છે, અનુત્તર વિમાનમાં જાય તેવી કરણી કરનારને પણ માયા પ્રથમ ગુણસ્થાને લઈ જાય છે. શાસ્ત્રકાર કહે છે કે- મોદી કમ્બુવં મૂવલ્સ, ધમ્મો યુદ્ધમ્સ પિ - સરલ આત્માની શુદ્ધિ થાય અને સરલતાથી શુદ્ધ થયેલામાં ધર્મ ટકે છે. સરલતાનું મહત્વ બહુ છે તો મારે કપટ, પ્રપંચ, જૂઠ કરીને આત્માને ભારે કરવો નથી. અંદર બહાર એક જ રહેવું. આ પ્રકારે જ્ઞાન સંસ્કાર દ્વારા આત્માને ભાવિત કરતાં રહેવું; તો સરલતા, નિષ્કપટતા ગુણોની વૃદ્ધિ થાય પછી કપટ પ્રપંચને માટે અવકાશ રહેશે જ નહીં.
(૪) લોભ વિજય ઉપાય ઃ– આ જ રીતે સંતોષના સંસ્કારથી સંસ્કૃત આત્મામાં લોભને પણ પગ મૂકવાની કિંચિત્ માત્ર જગ્યા ન મળે. માટે સાધકે તેવો અભ્યાસ કરતાં રહેવો જોઈએ.
આ રીતે ગાથામાં દર્શાવેલાં અમોધશસ્ત્રો દ્વારા કષાયો પર વિજય પ્રાપ્ત થાય છે, તેનો નિગ્રહ થાય છે, જેથી કર્મબંધ અને જન્મ-મરણ ઘટે છે.
ક્રોધી સામે ક્રોધ કરવાથી ક્રોધ વધે છે. દુર્ગુણી સામે દુર્ગુણને જ અથડાવવાથી બંનેમાં દુર્ગુણનો વધારો થાય છે. પરંતુ ઉપશમક્ષમાભાવથી ક્રોધનો, નમ્રતાથી અભિમાનનો, સરળતાથી માયાનો અને