________________
૩૫૬
શ્રી દશવૈકાલિક સૂત્ર
કરીને મુમુક્ષુને તેના ત્યાગની પ્રેરણા કરી છે.
ગાથા—૩૭માં કષાયોનું સ્વરૂપ બે શબ્દોથી દર્શાવી આત્મ હિતૈષીને તેના ત્યાગની પ્રેરણા આપી છે. ગાથા–૩૮માં પ્રત્યેક ક્યાયના સંભાવિત પરિણામ દર્શાવ્યા છે. ગાથા–૩૯માં તે પ્રત્યેક કાર્યો પર વિજય પ્રાપ્ત કરવાના એક-એક સફલ ઉપાયો દર્શાવ્યા છે. અંતે ગાથા-૪૦માં બતાવ્યું છે કે જો કપાયોનો નિગ્રહ કરવામાં ન આવે તો આ ચારે કષાયો સર્વે મળીને અથવા વૃદ્ધિ પામતા પ્રબલ રૂપ ધારણ કરીને જન્મ મરણ રૂપી વૃક્ષના મૂલનું સિંચન કરી ભવભ્રમણ રૂપ સંસાર વૃક્ષને મજબૂત કરે છે.
વ્યુત્પત્તિની અપેક્ષાએ કષ અને આયના સંયોગે કષાય શબ્દ બન્યો છે. કય - સંસાર. આય - લાભ, જે ભાવોથી સંસારનો લાભ થાય અર્થાત સંસારમાં પરિભ્રમણ વધે તેને કષાય કહે છે.
આ રીતે જીવના વિકૃત પરિણામો માટે અથવા ક્રોધ, માન, માયા અને લોભ તે ચારે ભાવોના સમૂહ માટે 'પાય' શબ્દનો પ્રયોગ થાય છે. તેના મુખ્ય ભેદ ચાર અને તેની તરતમતાના આધારે અનેક ઉત્તરભેદ છે.
વોહો પીરૂં... – પ્રીતિ, આત્મૌપમ્ય ભાવ કે વત્સલતા એ જીવનનું અમૃત છે. વિનય જીવનની રસિકતા છે અને મિત્રતા જીવનનું મધર અવલંબન છે. આત્મ સંતોષ જીવનની શાંતિ છે. ક્રોધાદિ ચારે કપાયોથી જીવનનું અમૃત, રસિકતા અવલંબન અને આનંદ (શાંતિ)નો નાશ થઈ જાય છે.
–
તોદ્દો સવ્વ વિખાસળો :– લોભથી સર્વ ગુણોનો નાશ થાય છે. આ વિષયની સ્પષ્ટતા માટે ચૂર્ણિકા૨ે એક દૃષ્ટાંત આપ્યું છે. યથા- એક પુત્રે લોભને વશ થઈ, પૈસા માટે પિતા સાથે ક્રોધ કરીને સંબંધ તોડી નાંખ્યો. તે પ્રીતિનો નાશ થયો. પૈસા માટે ઉદ્ધતાઈપૂર્વક પ્રતિજ્ઞા કરી કે હું ગમે તેમ કરીને મારો ભાગ લઈશ. તે અભિમાનના ભાવથી નમ્રતાનો નાશ થયો. તેણે ગમે તેમ કરીને કપટપૂર્વક ધન મેળવ્યું અને પૂછવા છતાં કહ્યું નહીં. તેવા માયા કપટના ભાવથી સરળતાનો નાશ થયો. આ રીતે લોભના કારણે સર્વગુણ
વિનાશ થયા.
વસમેળ દળે હો... :-જેમ અંધકારના નાશ માટે પ્રકાશ અમોઘ ઉપાય છે તેમ ક્રોધ આદિ ચારે ય આત્મ દૂષણોના નાશ માટે ઉપશમ આદિ ચારે ય આત્મગુણો અમોઘ ઉપયો છે.
આ ગાથા ૩૯માં રૂપે અને નિને શબ્દો દ્વારા હણવાનો અને જીતવાનો ભાવ દર્શાવ્યો છે. હણવા અને જીતવા માટે તો શસ્ત્રની આવશ્યકતા હોય તેથી ત્યાંજ ઉપશમ, મૃદુતા, સરલતા અને સંતોષ આ ચાર શસ્ત્રો પણ આપી દીધા છે. એટલા માત્રથી સાધકને સિદ્ધિ મળી જાય તેમ શક્ય નથી. એને શસ્ત્રોનો ઉપયોગ કરતાં પણ આવડવું જોઈએ. તે કલા શસ્ત્રમાં લખેલી હોતી નથી પરંતુ શસ્ત્ર ગ્રહણ કરનારે શીખેલી હોય છે. દરેક સંયમ સાધકને તે કલા આગમ અધ્યયનથી; સ્વાધ્યાય મનન, ગુરુ ઉપદેશના સંસ્કારથી વારસાગત મળતી જ રહે છે. પરંતુ તે સિદ્ધાંતરૂપે અને તોતારટત રૂપે રહી જતાં કામયાબ નીવડે નહીં. તે માટે તો વૈરાગ્યની બુદ્ધિ, જ્ઞાનની જાગૃતિ અને અભ્યાસની આવશ્યકતા રહે છે, તે સ્વસાધિત છે.