________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૫૧
છુપાવે નહીં, તેનો અસ્વીકાર કરે નહીં.
- જે દોષોનું સેવન થયું છે કે કર્યું છે, તેની સરળભાવે, સ્પષ્ટ રીતે, યથાતથ્યરૂપે ગુરુ સમક્ષ આલોચના કરી તેના પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો જોઈએ. દોષને દોષરૂપે સ્વીકારવો, તે જ એક પ્રકારની આલોચના છે. આ પ્રકારે આલોચના, પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરવાથી તે સાધક ક્રમશઃ પુનઃ અસંસક્ત-અનાસક્ત અને જીતેન્દ્રિય બની જાય છે. આલોચનાની મહત્તાને સ્વીકારીને મોક્ષાભિલાષી શ્રમણ પોતાના નાના કે મોટા કોઈ પણ દોષને ભયથી, લજ્જાથી કે અન્ય કોઈપણ કારણોથી છુપાવે નહીં. પરંતુ નિયમાવી = પ્રગટ ભાવી, પવિત્ર અને સરલ પરિણામી બને.
શિષ્યની વિનય સાધના :
अमोहं वयणं कुज्जा, आयरियस्स महप्पणो ।
तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥ છાયાનુવાદ: અમોષ વવનં ૬, આવા મહાત્મનામ્ |
तत्परिगृह्य वाचा, कर्मणोपपादयेत् ॥ શબ્દાર્થ - મરણો = મહાત્મા, મહાન આત્માર્થી, આચાર્ય ભગવંત માયરિયલ = આચાર્યના વય = વચનને અમોટું = સફલીભૂત સુન્ના = કરે તે તે આચાર્યના વચનને વયાપ = તહત્તિ આદિ સ્વીકૃતિ સૂચક શબ્દોથી પર = ગ્રહણ કરીને મુળ = કર્મથી, કાયા દ્વારા કાર્યને ૩વવાયા = સંપાદન કરે, સફલ કરે..
ભાવાર્થ:- મુનિ આચાર્ય ભગવંતના વચનોને સફળ કરે, વૃથા ન કરે, પહેલા તેઓની આજ્ઞાને તત્તિ આદિ સ્વીકૃતિ સૂચક શબ્દોથી સ્વીકાર કરે અને પછી કાયા દ્વારા તે કાર્યને સંપાદન કરે, તેના આદેશનું પાલન કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં શિષ્યની સાધનાના મહત્તમ અંગનું નિરુપણ છે. ગુર્વાજ્ઞાનું પાલન તે શિષ્યની સાધનાનો પ્રાણ છે અને તે જ તેનું જીવન છે.
મનોરં વયમાં શુક્લા આચાર્ય ગુરુ વગેરે શિષ્યના જીવન ઘડવા માટે જ્યારે જે શિક્ષા વચન દ્વારા સર્બોધ આપે ત્યારે તેને ઝીલવો તે જીવન ઉચ્ચ બનાવવાનું પ્રથમ સોપાન છે.
ગુરુના વચનને 'તહત્તિ' જેવા સ્વીકૃતિ સૂચક શબ્દોચ્ચારણ દ્વારા વિનયપૂર્વક સ્વીકાર કરવા અને ત્યારપછી ત્રણ યોગની પ્રક્રિયાથી ગુર્વાજ્ઞાનું પાલન કરવું. આ રીતે બંને પ્રકારનો યોગ થાય ત્યારે જ ગુરુના વચન સફલ–અમોધ બને છે. કેવળ વચનથી જ સ્વીકાર કરવાથી કે મન વિના કેવળ કાયા દ્વારા