________________
૩૫૦
શ્રી દશવૈકાલિક સૂત્ર
= પોતાને સંવરે પાપથી હટાવી લેવયં બીજીવારd = તે પાપકાર્યનું સમાયરે - આચરણ કરે નહિં. ભાવાર્થ - મુનિથી જાણ્યું કે અજાણ્યે કોઈ દોષનું સેવન થઈ જાય તો પણ તેનો શીઘ્ર ત્યાગ કરી દે; ફરીવાર ક્યારે ય તે દોષનું સેવન કરે નહીં. ३२ ____ अणायारं परक्कम्म, णेव गूहे ण णिह्णवे ।
सुई सया वियडभावे, असंसत्ते जिइंदिए । છાયાનુવાદઃ अनाचारं पराकम्य, नैव गृहेत न निन्हुवीत ।
शुचिःसदा विकटभावः, असंसक्तो जितेन्द्रियः ॥ શબ્દાર્થ -સુ પવિત્ર મતિવાળા જય = સદાવિયડમાવે = પ્રકટ ભાવ ધારણ કરનાર અને = આસક્તિ ન રાખનારા નિલિઇ = ઈન્દ્રિયોને જીતનારા અવાર = અનાચારનું પરખ્ય = સેવન કરીને ગુરુ સમક્ષ આલોચના કરે, ત્યારે દોષોને નેવ દે = થોડું કહીને છુપાવે નહિ જ હવે = અપલાપ પણ ન કરે- સર્વથા ગુપ્ત પણ ન જ રાખે. ભાવાર્થ - મુનિ અનાચારનું સેવન કરીને તેને છુપાવે નહીં કે તેનો અસ્વીકાર કરે નહીં પરંતુ મુનિ પવિત્રહૃદયી, યથાતથ્ય ભાવોને પ્રગટ કરનાર, અનાસક્ત અને જીતેન્દ્રિય રહે. વિવેચન :
પ્રસ્તુત બે ગાથાઓમાં દોષશુદ્ધિ માટેનું માર્ગદર્શન છે. ગાળના :- દોષનું સેવન બે પ્રકારે થાય છે– જાણતા કે અજાણતાં. (૧) ક્યારેક રાગ કે દ્વેષના ઉદયને આધીન બનીને, ક્યારેક અસહ્ય પરિસ્થિતિથી અને ક્યારેક સહચરોના આગ્રહને આધીન બનીને સાધક જાણી જોઈને પાપકર્મનું સેવન કરે છે. (૨) ક્યારેક અજાણતા-શાસ્ત્રજ્ઞાનના અભાવે અથવા ઉપયોગ કે જાગૃતિના અભાવે સાધુ પાપકર્મનું સેવન કરે છે. સંવરે હિપ્રમખ - જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારે પાપનું સેવન થયું હોય પરંતુ સાધકને તે દોષની જાણ થતાં તુરત જ તે દોષની ગુરુ સમક્ષ યથાતથ્ય આલોચના, પ્રાયશ્ચિત્ત આદિ કરીને તે પાપથી પાછો ફરી જાય અને આત્માને પાપરૂપ આશ્રવ માર્ગથી મુક્ત કરી સંવરના માર્ગમાં સ્થાપિત કરે. વીરં ત જ સમાયરે - કોઈ પણ દોષોનું વારંવાર સેવન કરવાથી, તેના સંસ્કારો દઢ-દઢતમ બનતા જાય છે. જેમ આત્મભાવોનું પુનરાવર્તન આત્મભાવોને દઢ બનાવે છે તેમ દોષોનું પુનરાવર્તન દોષના તે સંસ્કારોને દઢ બનાવે છે. તેથી સાધુ એક વાર થયેલા દોષની શુદ્ધિ કર્યા પછી તેનું બીજીવાર આચરણ ન કરે. જેવા ળિદવે -આ પદ દ્વારા સૂત્રકારે આલોચનાની પદ્ધતિનું દર્શન કરાવ્યું છે. સાધુ પાપને