________________
આત્માની શોધ કરી, કર્મ તોડી આખર શરીર સાધનને છોડી મોક્ષે જવાય છે. આ રીતે આ અધ્યયન દ્વારા પિંડૈષણા શુદ્ધિની હિતશિક્ષા આપી છે.
છઠ્ઠી હિત શિક્ષા :– મહત્ત્તિયાયાર હા = મહાચાર કથા નામના અધ્યયનમાં આચાર્ય ભગવંતે છઠ્ઠી હિત શિક્ષા દર્શાવી છે. ત્રીજા અધ્યયનમાં ક્ષુલ્લકાચાર– અલ્પાચાર દર્શાવ્યો અને આ અધ્યયનમાં મહાચાર દર્શાવ્યો છે. મહાચાર એટલા માટે છે કે સાધકનું જીવન, મૌનપણે સંપૂર્ણ એકાકી એટલે એકાંતમાં, પોતાના આત્મસિવાય કોઈ ચિત્ર-વિચિત્ર ઘટનાના ચિત્રો દિલ-દિમાગમાં ઉભરાય તો તેમાં પણ ન ભળતાં આત્મભાવે વ્યતીત કરવાનું હોય છે. હંમેશાં અરીસાસમુ જીવન રાખવાનું હોય છે. સંગ્રહ કરેલા જ્ઞેયોને પણ રવાના કરવાના હોય છે; હર હંમેશ સફાઈ કરવાની આદત પાડવી પડે છે. માટે આચાર્ય ભગવંતે ફરમાવ્યું છે કે સાધક ! તારે ગોચરી આદિ માટે ગૃહસ્થના ઘેર જવું પડે છે, ઉપકરણો લેવા પડે છે. તે લેવા જાય ત્યારે રખેને અઢાર સ્થાનોમાં બંધાઈ ન જવાય તેની કાળજી રાખજે. તે અઢાર સ્થાન આકર્ષણ કરે તેવા હોય છે. તેમાં તું અકળાઈ ન જા, માટે આ અડસઠ ગાથાથી તને જ્ઞાન કરાવું છું તે ધ્યાનમાં રાખીશ તો સાધક જીવન ઉજ્જવળ થઈ જશે.
સાતમી હિત શિક્ષા :– સુવવસુદ્ધિ-સુવાક્ય શુદ્ધિ નામની સાતમી શિક્ષા આપતા આચાર્યશ્રી કહે છે કે હે સાધક ! તું એકલો હોય ત્યારે તું તારા આત્મા સાથે વાર્તાલાપ કરી શકે છે પરંતુ વિહાર ચર્ચામાં, ગૃહસ્થના ઘરમાં અથવા સ્થાનકમાં કોઈની સાથે વાર્તાલાપ કરવો પડે તો કેટલીક ભાષાનો પ્રયોગ કરાય; કેટલીક ભાષનો પ્રયોગ ન કરાય; કેટલીક ભાષા વિચારીને, વાગોળીને બોલાય; જેથી એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પ્રાણીને દુર્દશાજનક પીડા ઉત્પન્ન ન થાય, તેઓના જીવન ન જોખમાય, તેઓને મરણના ઘાટ ઉપર ઉતરવું ન પડે, કલહ વધી વેરાનુબંધ ન બંધાઈ જાય. હે સાધક ! તને સમાર્જન કરેલી ભાષાનું જ્ઞાન સતાવન ગાથાથી અર્પણ કરું છું. તેને તું શીખી સાધક યોગ્ય ભાષા બોલવાનો ઉપયોગ કેળવજે,જેથી સંસારમાં સુખી થઈશ અને સાધક જીવનની આરાધનાનું રક્ષણ થશે.
આઠમી હિત શિક્ષા :- આયાર પળિહી = આચાર પ્રણિધિ નામની આઠમી હિત
35