________________
ચોથી હિત શિક્ષા :– ઇબ્નીવળિયા = ષડ્ જીવનિકાય" નામની ચોથી હિતશિક્ષામાં સ્થવિર ભગવંતોએ, જીવોથી ઠસોઠસ ભરેલા વિશ્વનું દર્શન કરાવ્યું છે. દરેક જીવો પોતાના શરીરમાં વાસ કરી રહ્યા છે, તે જીવો શરીરની મમતાથી બંધાયેલા છે. સાધક તેઓને શરીરથી જુદા પાડી રખેને પીડા ઉત્પન્ન ન કરી બેસે, માટે તેનું જ્ઞાન કરાવી, દયા પાળવાનો ઉપદેશ આ હિતશિક્ષામાં આપ્યો છે. સાધક ઉપદેશ સાંભળી ઉત્થાન કરે છે; ગુરુભગવંત પાસે સોગંદ વિધિ કરે છે; મહાવ્રત અંગીકાર કરે છે; છકાયનું સ્વરૂપ જાણી પાપકર્મ ન થાય તે માટેનો પ્રશ્ન પૂછી જવાબ માંગે છે. ત્યારે ગુરુભગવંત તેનું સમાધાન કરતાં પાપકર્મ ન બંધાય તેની શૃંખલા બદ્ધ ગાથાઓ દ્વારા રહસ્ય ઉદ્ઘાટિત કરી જયણા શીખવાડે છે; ચૈતન્યનું ભાન કરાવી જયણાને રોમે રોમે ભરી દે છે. આ જયણાવાળો સાધક વૈરાગી હોય, પ્રતિજ્ઞા પ્રત્યે નિષ્ઠાવાન હોય વફાદારીપૂર્વક ક્રિયા પાળતો હોય, બોલવા ચાલવાની, સૂવા-બેસવાની, ઊભા રહેવાની ક્રિયા જયણાથી કરતો હોય અને તેનું દિલ મૃદુભાવથી કે દયાળુતાથી નીતરતું હોય છે. તે શિષ્ય વિશ્વેશ્વર બની જાય છે. શિષ્ય ગુરુદેવનો ઉપદેશ સાંભળી આચરણમાં ન મૂકે તો દુર્ગતિનો મહેમાન બને છે. તેની આરાધના, વિરાધના ન બની જાય; તેવો અભય મુદ્રાનો પાઠ સંભળાવી ગુરુદેવે ચાર ગતિના ફેરા ટાળવાની ચોથી હિત શિક્ષા અર્પણ કરી છે.
પાંચમી હિત શિક્ષા :- પિંડૈસળા નામની પાંચમી હિતશિક્ષા આપતા આચાર્યદેવ કહે છે– હે સાધક ! આપણે કર્મરાજાનો માલ લઈને પુદ્ગલ પિંડ ઊભો કર્યો છે. તે પિંડની પુષ્ટિ માટે નિર્દોષ આહારાદિ પિંડ આપવો જરૂરી છે. તેને શોધવા હે સાધક ! તારે ગૃહસ્થના આંગણે શરમ છોડીને જવું પડે તેમ છે. તો તારે મન, વચન, કાયા ત્રણેયને ગમનયોગમાં જોડીને ઉપાશ્રયથી બહાર ગામમાં જવું પડે છે. તે સમયે ગતિ કેમ કરવી, ગૃહસ્થના ઘરે શાસ્ત્રાજ્ઞાનુકૂલ આહાર, પાણી આદિ ન હોય તો છોડીને નિર્દોષ આહાર આપનાર ગૃહસ્થના આંગણે કેમ જવું, ત્યાં કેમ ઊભું રહેવું. આહારની ગવેષણા, તેમના ઘરની ગવેષણા વ્યક્તિ–વસ્તુનું જ્ઞાન કરી આહાર લેવાની માત્રા, યાત્રા કેમ કરવી, તેની રીતભાત દોઢસો ગાથાથી દર્શાવું છું. તે સાંભળી તારા જીવનમાં ઉતારી લે. આ રીતે આહારાદિ પિંડ આપી શરીરપિંડને મોક્ષના સાધન રૂપ બનાવવું જોઈએ. આ શરીરપિંડથી જ આત્માની એષણા કરાશે. માટે શરીર સાધન દ્વારા
34