________________
વૈરાગ્યની ચિનગારી મૂકી, રાગને બાળી નાંખી, સાચા અણગાર બનાવ્યા અને કામરાગથી મુક્ત થવાના ઉપાય રૂપે શિક્ષા આપી, કે- "આતાપના લો, સુકુમારતા છોડો, આ રીતે કામ રાગના મૂળને તપાસી, ધ્યાન યોગથી તેના પર નિયંત્રણ કરી, દુઃખ મુક્ત અને શાશ્વત સુખ યુક્ત થવાનો શ્રમ કરો". આ બીજા પ્રકારનો અર્થ છે.
તાત્પર્ય એ જ છે કે શ્રામણ્ય-સંયમ લીધા પહેલાં વૈરાગી બનો અને વૈરાગ્યપૂર્વક લીધેલા સાધુપણાને જાળવવા માટે ક્રમશઃ વાસનાને ઉપાસનામાં પરિવર્તિત કરવાનો શ્રમ કરતા જ રહો. વાસના મરી ગયા પછી પણ તે ક્યારેય જીવતી ન થાય તેવો શ્રમ કરો. ઉપાસ્યને પ્રાપ્ત કરવા સમિતિ ગુપ્તિના સાધનનો સતત ઉપયોગ કરતા રહો. તે જ શ્રામય પૂર્વિકા નામની બીજી હિત શિક્ષા છે. ત્રીજી હિત શિક્ષાઃ-gયાયાદી = ક્ષુલ્લકાચાર કથાના નામે આચાર્ય ભગવંતે ત્રીજી હિતશિક્ષા આપી છે. સાધકે નાનકડા આચારની નજીવી ક્રિયા પ્રત્યે પણ કદી ઉપેક્ષા કરવી નહીં. જો સાધક રોજીંદી આહારાદિ લેવા જવાની અને વર્યાચારની આરાધના કરવાની વગેરે સલ્કિયા પ્રતિ પ્રમાદભાવ સેવે, તો વાસના જનિત વૃત્તિઓ બાવન અનાચારના સ્થાનમાં દોડભાગ કરશે અને બાંધેલા ઉપાસનાના મહેલને ક્ષણવારમાં ધરાશાયી બનાવશે અને આચારની દીવાલને અનાચારથી રંગી દેશે. જેમ નાનકડો શૂદ્ર જંતુ કરડીને શરીરનો નાશ કરી શકતો નથી પરંતુ ડંખ મારી ખાજ ઉત્પન્ન કરે છે. એકની પાછળ અનેક જંતુ ઉભરાય છે તેમ એક નાનકડા અનાચારનો આદર કરવામાં આવે તો તેની પાછળ અનેક અનાચારો આવી પડશે. માટે નિગ્રંથ મુનિવરની દરેક ક્રિયા-સર્જિયા સફલ થવી જોઈએ. સંયમમાં વૃત્તિને સ્થિર રાખવા માટે મુનિવરે સતત જાગૃત રહેવું પડશે. દરેક ઋતુમાં વૃત્તિને ફોસલાવી ઋતુ પ્રમાણે આતાપનામાં આત્માને તાપિત કરવો જોઈએ; વૃત્તિને આશ્રવથી હઠાવી અનાચારથી દૂષિત આધાકર્મી આહારનો કણ પણ આળસુ ન બનાવે તેની કાળજી કરી, સ્વાધ્યાય ધ્યાનમાં લીન કરવા, દુષ્કર કાર્ય કરવા, દુસહ્યને સહન કરવાની આદતવાળી બનાવવી જોઈએ. આ રીતે આત્મ દ્રવ્યમાં દોષો પ્રવેશ ન પામે તે માટે સાધકને સતત જાગૃત રહેવાની આ ત્રીજી હિતશિક્ષા