________________
આ વૃક્ષના પુરુષાર્થને માન આપી પોતાની આજીવિકા ચલાવનાર જગતમાં ફક્ત ભ્રમર એકજ એવો છે કે જે વૃક્ષરાજે ઉત્પન્ન કરેલા ફૂલોને જરામાત્ર પીડા ઉત્પન્ન કર્યા વિના તેનો રસ પીએ અને ફૂલોનું જીવન જરાય જોખમાય નહીં તેવી સાવચેતી રાખે છે. આ રીતે અનેક ફૂલોમાંથી પોતાનું ભોજન મેળવી ભ્રમર તૃપ્ત બને; ભ્રમણ કરતાં ગૂંજારવ કરતો પોતેય મસ્ત રહે અને ફૂલને પણ મસ્ત, જીવતું અને ખીલેલું જ રહેવા દે છે. આવો મૈત્રીભાવનો નાતો બાંધી અભયપણે વિચરે છે
ગુરુભગવંતો કહે છે હે શિષ્યો ! આપણે અહિંસા, સંયમ અને તપરૂપ મંગલ ધર્માલયના ભિક્ષુક છીએ. આપણું જીવન ભ્રમર જેવું નિરાલું અને શુદ્ધ હોવું જોઈએ. આપણી સંયમમય આજીવિકા વૃત્તિની પૂર્તિ કરવા માટે ગૃહસ્થ રૂપ વૃક્ષે પોતાના પરિવાર માટે આહાર ઉત્પન્ન કર્યો હોય છે. તેમના ઘરે જઈને તે નિર્દોષ આહારમાંથી થોડો થોડો આહાર ગ્રહણ કરી તૃપ્ત બની સ્વાધ્યાયનો ગૂંજારવ કરતાં વિચરવું જોઈએ અને દરેક નિર્દોષ ક્રિયા વડે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં કર્મ બંધનોને તોડી લઘુકર્મી બનતાં બનતાં જીવન યાપન કરવું જોઈએ. આ પ્રથમ હિતશિક્ષા છે.
બીજી હિત શિક્ષા :– આ હિત શિક્ષાનું નામ છે સામળ પુળ્વયં = શ્રામણ્ય પૂર્વિકા. તેના બે અર્થ છે– (૧) અહિંસાદિ ધર્મનું પાલન કરવા માટે સમાજરૂપ વૃક્ષ દ્વારા પોતાના માટે બનાવેલા આહારમાંથી ભ્રમર સમ ભિક્ષુ ગુરુ સાંનિધ્યે ક્ષુધારૂપ આગને બુઝાવવાની કળા હસ્તગત કરે છે. તે જ શ્રામણ્ય ધર્મને સ્વીકાર કરી, સ્વાધીન ભોગોની આસક્તિ તોડી, અનાસક્ત યોગી બને છે. તે સાધક ગમે તેવા મનોહર, પ્રિય ભોગોના ક્ષણભંગુર પરિણામને સમજી તેનો પૂર્ણ રીતે ત્યાગ કરી શકે છે તે જ સાચો ત્યાગી છે. એવો પ્રથમ અર્થ થયો.
(૨) શ્રામણ્ય ધર્મ સ્વીકારી લીધા પછી વાસના સતાવે ત્યારે સાધકે ક્રમશઃ કેવો શ્રમ કરવો પડે છે. તેના ઉપાયો આચાર્ય ભગવંતે રાજેમતી રહેનેમિના દષ્ટાંત દ્વારા સમજાવ્યા છે. રાજેમતીએ સાધનામાં ક્ષણિક ચલચિત્ત થયેલા મુમુક્ષુ રહનેમિ અણગારને પોતાની સાધનાના બળે, વૈરાગ્યવાસિત એવા તીક્ષ્ણ બાણ સમા શબ્દોથી, ગંધનકુલ, અગંધન કુલમાં ઉત્પન્ન સર્પના દૃષ્ટાંતથી સમજાવી, તેમનામાં ઊઠતા કામ રાગમાં
32