________________
શકાય છે, તેની સ્વાધ્યાય કરી શકાય છે. તેવા દશ અધ્યયનમય આ શાસ્ત્રને દશવૈકાલિક
કહે છે.
રોગી–નિરોગી, ભોગી–ત્યાગી, મંદ કે તીવ્ર બુદ્ધિમાન કોઈપણ સાધક આ સૂત્રમાં દર્શાવેલા ઉપાયનો ઉપયોગ કરશે તો તેના માટે તે જીવનની જડીબુટ્ટી સમુ, સંજીવની સમુ અને ભવ સાગરમાંથી તરવા માટે નાવસમુ બની રહેશે, અસ્તુ.
આ સૂત્રમાં દસ અધ્યયનની દસ હિત શિક્ષા છે. ઉપરાંત બે ચૂલિકામાં પ્રશિક્ષણ ભરેલી અનેક હિત શિક્ષાઓ છે.
હિત શિક્ષા પહેલી :– તુમ પુયિા નામના અધ્યયન દ્વારા પ્રભુએ પ્રથમ હિત શિક્ષા ફરમાવી છે. નયનવાળા દરેક જીવો વૃક્ષના ફૂલો જોઈને પ્રફુલ્લિત બની જાય છે, દરેકની દષ્ટિ ફૂલો તરફ જાય છે. આંખ ઉપર છે તેથી તે ઉપરનું જલદી જુએ છે. ફૂલો ઉપર છે માટે તે પહેલાં દેખાય છે. તેમાં ચિત્ત ચોંટી જાય છે. તેની સુગંધ, સૌંદર્ય, પાંખડીની કોમળતા, પમરાટની મસ્તી માનવ માણવા લાગે છે. નયનો આનંદિત થઈ જાય છે. કોમળતાને સ્પર્શ કરવા મન લાલાયિત થાય છે અર્થાત્ જલદી પકડી લેવાનું મન થાય છે; હાથ ફૂલ ઉપર આવી તેને ચૂંટી પણ લે છે અને તેને શ્રૃંગારના સાધનરૂપે તેમજ પૂજાની સામગ્રી રૂપે સ્થાન આપી દે છે. પણ માનવીએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ ફૂલોને ઉત્પન્ન કરનાર કોણ છે ? તેની પાછળ ધરખમ પ્રયત્ન કોનો છે ?
તે ચિંતનની ચિનગારી પ્રગટાવવા આચાર્ય શયંભવ મહારાજ સાહેબે 'પુષ્પિકા' શબ્દની આગળ 'દુમ' શબ્દ રાખીને માનવ જગતને જાગૃત કરેલ છે; વૃક્ષ તરફ દષ્ટિ લઈ જઈને દીર્ઘદષ્ટિવાન બનાવ્યા છે કે હે સાધકો ! આવા સુંદર ફૂલોને ઉત્પન્ન કરનાર વૃક્ષ હોય છે. તે વૃક્ષના મૂળ ધરતીના રસકસ ગ્રહણ કરી, છેક ઉપર સુધી પહોંચાડી ફૂલ-ફળ ઉત્પન્ન કરી તેની પુષ્ટિ કરે છે. ફૂલ ખીલ્યા પછી હળવું બની ઉપર રહે છે, અનેકના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ રીતે તેની પાછળ જોરદાર પ્રયત્ન છે વૃક્ષના મૂળનો. તે ફૂલોમાં પરાગ, પમરાટ અને રસ ભરી દે છે. તેના પ્રાંગણમાં જે કોઈ વ્યક્તિ આવે તેને આવકારી શીતળતા, શાંતિ અને સુખ અર્પણ કરે છે. વૃક્ષ જાણે કે પરોપકાર માટે જ જીવે છે.
31