________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૪૭.
યોગથી હોય છે, તે ઉત્તર ગુણ કહેવાય છે અને મૂલગુણના પ્રત્યાખ્યાન ત્રણ કરણ, ત્રણ યોગથી હોય છે. રાત્રિભોજન ત્યાગનું વ્રત શ્રમણ જીવનનો મૂળગુણ પ્રત્યાખ્યાન છે, તેના પ્રત્યાખ્યાન ચોથા અધ્યયનમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી કહ્યા છે. તેથી મુનિને મનથી અનુમોદન કરવાના પણ પ્રત્યાખ્યાન હોય છે; તે જ વાતને આ વાક્યાંશથી પુષ્ટ કરવામાં આવી છે. તાત્પર્ય એ છે કે રાત્રિમાં મુનિ આહાર કે ઔષધનું સેવન તો દૂર રહ્યું પરંતુ મનમાં તેનો સંકલ્પ પણ કરે નહીં. સંકલ્પ–અભિલાષા કરવાથી પણ તે વ્રત દૂષિત થાય છે.
પ્રકૃતિ શોધન અને ગુણ વૃદ્ધિ :
___अतिंतिणे अचवले, अप्पभासी मियासणे । २९
हवेज्ज उयरे दंते, थोवं लद्धं ण खिसए ॥ છાયાનુવાદઃ તિત્તિળોવર્ધન, મત્પષી મિતાશનઃ |
__ भवेदुदरे दान्तः, स्तोकं लब्ध्वा न खिसयेत् ॥ શબ્દાર્થ – દ્વિતિને = આહાર પ્રાપ્ત ન થાય તો તણતણાટન કરનાર અવવને = ચાલતા રહિત વપ્નમાલી = અલ્પ ભાષી બિયારે પ્રમાણ પૂર્વક આહાર કરનાર ૩યરે તે = ઉદરનું દમન કરનાર, ભૂખને સહન કરનાર, ઓછી વસ્તુથી નિર્વાહ કરનાર = = થાય થોવું = અલ્પ આહારાદિ પદાર્થો નઠું = પ્રાપ્ત થાય ત્યારે જ હિલ = ગૃહસ્થની અથવા પદાર્થની નિન્દા કરે નહિ. ભાવાર્થ:- મુનિ પ્રકૃતિથી તણતણાટ રહિત, અચપલ, અલ્પભાષી, મિતભોજી અને ભૂખ સહન કરનાર બને; આહાર અલ્પ મળે તો દાતાની નિંદા કરે નહિ, ગુસ્સે થાય નહીં.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મુનિ જીવનની સફળતા અને શાંતિ સમાધિ માટેના છ ગુણો ધારણ કરવાની પ્રેરણા આપવામાં આવી છે.
ત્તિ :- તનતનાટ રહિત. મનની ઇચ્છાનુસાર કાર્ય ન થાય, ઇચ્છાનુસાર પદાર્થની પ્રાપ્તિ ન થાય ત્યારે મન અસ્વસ્થતા અનુભવે, વચનમાં ઉદ્વેગ–અશાંતિ પ્રગટ થાય તેને તનતનાટ કહે છે સાધુ કોઈ પણ પરિસ્થિતિમાં તનતનાટ ન કરે. મનને સ્વસ્થ અને વચનને શાંત રાખે. નવવર્ત - ચપળતા રહિત. અસ્થિરવૃતિ અને અસ્થિર પ્રવૃત્તિને ચંચળતા કહે છે. ચંચળ વ્યક્તિ કોઈ પણ લક્ષ્યને સિદ્ધ કરી શકતી નથી. તેથી સાધુ સર્વ પ્રકારની ચંચળતાનો ત્યાગ કરે.
અખંમાસી – અલ્પભાષી. અધિક બોલવામાં ઘણીવાર તે અનર્થકારી બકવાસ થાય છે, તેમાં કોઈ પણ અંદર છુપાયેલો કષાયભાવ પ્રગટ થવા લાગે છે. તેથી સાધુ પોતાના કાર્યને માટે જેટલું આવશ્યક હોય