________________
૩૪૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
તેટલું જ બોલે. પિયાસને :- મિત + અશન = મિતાશન-મિતભોજી. અધિક આહાર પ્રમાદ અને રોગનું કારણ છે. તેથી સાધુ આવશ્યક્તા અનુસાર પરિમિત ભોજન કરે છે. આ શબ્દનો બીજો અર્થ છે– મિત આસન, પરમિત આસન. ૩યરે વંતે - પેટનું દમન કરનાર. તેના વિવિધ તાત્પર્ય છે– (૧) પેટની પ્રક્રિયા દ્વારા ભૂખ લાગવાથી ઉત્પન્ન થતી ઈચ્છાનું દમન કરવું તે ઉદર દમન કહેવાય છે (૨) ભૂખ સહન કરનાર ઉદર દાંત કહેવાય છે (૩) જેવો અને જેટલો આહાર પ્રાપ્ત થાય તેમાં સંતોષ રાખવો તે ઉદરનું દમન કહેવાય છે. થોવં નતું ન fહણ - અલ્પ આહાર પ્રાપ્ત થાય તો દાતાની કે પદાર્થની ખ્રિસના, નિંદા ન કરે, મનમાં ગુસ્સે ન થાય. સ્વોત્કર્ષ અને પરોપકર્ષ ત્યાગ :
ण बाहिरं परिभवे, अत्ताणं ण समुक्कसे ।
सुय लाभे ण मज्जेज्जा, जच्चा तवस्सि बुद्धिए ॥ છાયાનુવાદઃ ર વાહ્ય પરિબવેવ, માત્માન ન સમુદ્રા
श्रुतलाभे न माघेत, जात्या तापस्येन बुद्धया ॥ શબ્દાર્થ - વાહિર = પોતાનાથી ભિન્ન અન્ય જીવનો પરિબવે = તિરસ્કાર કરે નહિ સત્તામાં = પોતાના આત્માનો જ સમુહે = સમુત્કર્ષ, બડાઈ ન કરે, અભિમાન ન કરે સુય સામે = શ્રુતજ્ઞાનનો લાભ થવા પર = જાતિથી તવ િ= તપથી વૃદ્ધિ = બુદ્ધિથી જ મઝાઝા = અહંકાર ન કરે, મદ ન કરે. ભાવાર્થ - મુનિ કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર અને પોતાનો સમુત્કર્ષ(બડાઈ) ન કરે તથા શાસ્ત્રજ્ઞાનની વૃદ્ધિ થતાં તેનો ઘમંડ કરે નહીં તેમજ પોતાની જાતિ, બુદ્ધિ અને તપનું પણ અભિમાન કરે નહીં.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મુનિ માટે માન કષાયના ત્યાગની પ્રેરણા આપી છે.
વ્યક્તિ પાસે જ્યારે ધનની વૃદ્ધિ થાય ત્યારે તેને ચોરાદિથી સાવધાન રહેવું જરૂરી બને છે. તેમજ આત્મામાં જ્યારે ગુણોની વૃદ્ધિ થાય ત્યારે કષાયોથી અને તેમાં પણ માન કષાયથી સાવધાન રહેવું અત્યંત જરૂરી થઈ જાય છે. તે માટે મુનિ પોતાને સદા લઘુ અને દાસ માને; જગતમાં મહાન ગુણીયલ મહાત્માઓ થયા છે ને થાય છે, તેને માનસમાં રાખી પોતાને શ્રેષ્ઠ કે સર્વશ્રેષ્ઠ માનવાની બુદ્ધિ ઉત્પન્ન થવા દે નહીં.