________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૪૩
આહારાદિ માટે શ્રેષ્ઠ ઘરમાં જવાથી કે આહારનો સંચય કરવાથી સાધુની લોલુપતા, અસંયમભાવ અને અધૂર્ય પ્રગટ થાય, લોકોને આ વાતની જાણ થતાં સાધુ પ્રત્યે અભાવ થાય, જિનાજ્ઞા ભંગ અને શાસનની લઘુતા થાય છે. ગૃહસ્થ સાથે પ્રતિબદ્ધ થવા પર તે ગૃહસ્થ સાધુને માટે આરંભ-સમારંભ કરે છે; આ રીતે અનેક દોષોની પરંપરાને જાણીને સાધુ નિર્દોષ આહારને પ્રાપ્ત કરી તેનો અનાસક્તભાવે સંતોષપૂર્વક સંયમ અને શરીર નિર્વાહાથે ઉપયોગ કરે પરંતુ જીભને અધીન ન બને. જીલૅન્દ્રિયનો પૂર્ણ સંયમ કરે ત્યારે જ તેનામાં ક્રમશઃ સંયમ, સંતોષ અને અલ્પેચ્છા વગેરે ગુણોનો વિકાસ થાય છે. તેવા ગુણવાન સાધુ લાભ કે અલાભમાં, સરસ કે નીરસ આહારમાં તેમજ પ્રત્યેક પરિસ્થિતિમાં સમભાવ રાખી પોતાના આત્મભાવમાં લીન બને, પુદ્ગલ વૃત્તિને વિલીન કરે છે. Mિા – ભોજનના સર્વ ગુણોથી યુક્ત; મરચાં, મસાલાં આદિથી સુસંસ્કૃત અને સરસ, સ્વાદિષ્ટ, મસાલેદાર ભોજન નિષ્ઠિત, સુનિષ્ઠિત ભોજન કહેવાય છે. રક્ષાબૂદ = નિષ્ઠિતથી વિપરીત રસ રહિત નીરસ ભોજન રસનિર્મૂઢ કહેવાય છે. નgવત્તિ :- રૂક્ષ એટલે સંયમ. સંયમી જીવનમાં પાંચ ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ હોવાથી જન સાધારણ સંયમને રૂક્ષ સમજે છે માટે રૂક્ષ એ સંયમનો પર્યાયવાચી શબ્દ છે. પરંતુ પ્રસ્તુતમાં રૂક્ષ આહારથી જીવનનિર્વાહ કરનાર અર્થ પ્રાસંગિક છે. ચણા, કોદ્રવ વગેરે રૂક્ષ પદાર્થોને ભોગવનાર. પ્રમાણોપેત આહારથી અલ્પ આહાર કરનાર સાધક રૂક્ષવૃત્તિવાળા કહેવાય છે. સદરે - અલ્પ આહારથી જ પેટ ભરી લેનાર. પ્રાપ્ત થયેલા અલ્પ આહારથી જ તૃપ્ત, સંતુષ્ટ થઈ જનાર. રૂક્ષવૃત્તિ, સંતોષ, અલ્પેચ્છા અને સુભરતા આ ચારે ગુણોમાં ક્રમશઃ કાર્ય-કારણભાવ સંબંધ છે. રૂક્ષવૃત્તિનું ફળ સંતોષ, સંતોષનું ફળ અલ્પેચ્છા, અલ્પેચ્છાનું ફળ સુભરતા (નિર્વાહ વૃત્તિ) છે, અર્થાત્ મુનિ થોડા આહારથી પણ ચલાવનારા હોય છે. આસુરત :- અસુર જાતિના દેવો ક્રોધ પ્રધાન હોય છે તેથી આસુર’ શબ્દ ક્રોધનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે. આસુરત = ક્રોધભાવ. સોશ્વાન નાલાસણ - જિનશાસનને સાંભળીને. જિનવચનોમાં ક્રોધના દુષ્કળોનું વિસ્તૃત વર્ણન છે. ક્રોધ નરકગતિના બંધનું કારણ છે. ક્રોધના કારણ ઉપસ્થિત થાય ત્યારે તેને નિષ્ફળ બનાવવો, ક્રોધને શાંત કરવો. તે માટેના અનેક ઉપાયો જિનશાસનમાં બતાવ્યા છે. તેથી જિનશાસનને સાંભળીને અર્થાત જિનશાસનમાં પ્રવેશ પામેલા મુનિ ક્રોધનો અવશ્ય ત્યાગ કરે. બ જ મોળષિ જિદ્ધો:- ભોજન શબ્દથી અહીં અશન આદિ ચાર પ્રકારના આહારનું ગ્રહણ થયું છે. મુનિ ભોજનમાં આસક્ત થઈને નિર્ધન કુળોને છોડીને ઉચ્ચકુળોમાં પ્રવેશ ન કરે અથવા વિશિષ્ટ ભોજન પ્રાપ્તિ માટે દાતાની પ્રશંસા કરીને ભિક્ષાચર્યા કરે નહીં.. ૩૭ - આ શબ્દ અલ્પભિક્ષાનો વાચક શબ્દ છે. ઘણા ઘરેથી થોડો-થોડો આહાર ગ્રહણ કરે. સહિં :- સંગ્રહ કરવો. રાતવાસી રાખવું. સાધુને ભવિષ્યકાલની ચિંતાથી આહારાદિનો સંચય