________________
૩૪૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ:- સાધુ આહારાદિનો અલ્પમાત્ર પણ સંચય ન કરે. ગૃહસ્થનો પ્રત્યુપકાર કર્યા વિના કે કંઈ પણ ઋણ ચૂકવ્યા વિના અને ગૃહસ્થો કે પ્રામાદિક પ્રત્યે અપ્રતિબંધ પણે વિસ્તૃત ક્ષેત્ર કે વિશાલ દેશમાં વિચરણ કરે.
लूहवित्ती सुसंतुटे, अप्पिच्छे सुहरे सिया ।
आसुरत्तं ण गच्छेज्जा, सोच्चा णं जिणसासणं ॥ છાયાનુવાદઃ વૃત્તિઃ સુસંતુષ્ટ, અસ્વેચ્છઃ સુમર: ચાત્
आसुरत्वं न गच्छेत्, श्रुत्वा जिनशासनम् ॥ શબ્દાર્થ-સૂવરી લૂખા સૂકા આહારથી ચલાવનાર સુગંતુકે સદા સંતુષ્ટ રહેનાર પ્રચ્છે = આહાર સંબંધી અલ્પ ઈચ્છાવાન સુહરે = સહજ પ્રાપ્ત સંયોગમાં નિર્વાહ કરનાર, સુખેથી રહેનાર સિયા = હોય તથા જિળસા = ક્રોધવિપાક પ્રતિપાદક જિન પ્રવચનોને લોન્ચ = સાંભળીને બાસુરd = ક્રોધને જ કચ્છના = પ્રાપ્ત ન થાય. ભાવાર્થ - કઠિન વ્રતોનો પાલક કે રુક્ષ પદાર્થો દ્વારા વૃત્તિ કરનાર, અલ્પ ઈચ્છક અને સહજ પ્રાપ્ત સંયોગોમાં સંતોષી જીવન ગાળનાર સાધક જિનવાણીને સાંભળીને અર્થાત જિન આજ્ઞાને ધ્યાનમાં રાખીને ક્રોધ કરે નહિ.
વિવેચન :
પ્રસ્તુત ચાર ગાથાઓમાં સાધુને માટે જીહેન્દ્રિય સંયમની મુખ્યતાએ આહાર સંબંધી બહુવિધ નિરૂપણ છે. જેમ કે
(૧) સાધુ રાગ-દ્વેષ કે આસક્તિ પૂર્ણ શબ્દોમાં આહારની સરસતા કે નિરસતાનું વર્ણન કરે નહીં. (૨) ગૃહસ્થ પૂછે કે ન પૂછે, તેને કોઈના ઘરે આહારના મળ્યા, ન મળ્યાનું કથન કરે નહીં, (૩) સ્વાદિષ્ટ ભોજનની આસક્તિથી માત્ર શ્રેષ્ઠ ઘરમાં જ ન જાય, (૪) અનેક ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા પ્રાપ્ત કરે, (૫) અપ્રાસુક, ક્રીત આદિ દોષયુક્ત આહારનો ત્યાગ કરે, (૬) આહારનો સંચય ન કરે, (૭) મુધાજીવી રહે અર્થાત્ ગૃહસ્થનો પ્રત્યુપકાર કરીને આહાર પ્રાપ્ત ન કરે. ઉત્પાદનના ૧૬ દોષ રહિત ગવેષણા કરે, (૮) આહાર માટે કોઈ એક ગૃહસ્થના ઘરેથી કે કોઈ ગામથી પ્રતિબદ્ધ ન બને પરંતુ વિશ્વના(વિશાળ ક્ષેત્રના જનસમૂહના) આશ્રયે વિચરણ કરે, (૯) રુક્ષવૃત્તિ, સંતોષવૃત્તિ અને અલ્પ ઈચ્છાને ધારણ કરે, (૧૦) સહજ પ્રાપ્ત સંયોગ અનુસાર નિર્વાહ કરે, (૧૧) ગમે તેવા પ્રસંગમાં ક્રોધિત ન થાય.
આહારાદિ ભોગ્ય પદાર્થો પ્રતિ રાગદ્વેષ કરવાથી સ્વયંને કર્મબંધ થાય અને ઈંગાલ અને ધૂમ દોષ થાય; તેની સરસતા(સ્વાદિષ્ટતા) નીરસતાનું વર્ણન કરવાથી સાંભળનારને રાગદ્વેષાદિ થાય; સ્વાદિષ્ટ