________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૩૫
(બેઈન્દ્રિયાદિ જીવોના); આ આઠ પ્રકારના સૂક્ષ્મ જીવો છે.
एवमेयाणि जाणित्ता, सव्वभावेण संजए । १६
अप्पमत्तो जए णिच्चं, सव्विदियसमाहिए ॥ છાયાનુવાદ: પવમેતાનિ જ્ઞાત્વા, સર્વમાન સંત !
अप्रमत्तो यतेत नित्यं, सर्वेन्द्रिय समाहितः ॥ શબ્દાર્થ – બ્રિજ = સમસ્ત ઈન્દ્રિયોને, સર્વ અંગોપાંગને, પૂર્ણ શરીરને સમાહિ- સમાધિમાં, સાવધાનીમાં, નિયંત્રણમાં રાખતાં લખતો = અપ્રમત્ત સંન = સાધુ નાણા = જાણીને સષ્યમાન = સર્વ ભાવથી ઉન્ન = હંમેશાં તેની ગ = યતના કરે.
ભાવાર્થ - સર્વે ઇન્દ્રિયોને સમાધિમાં રાખનાર અર્થાત્ કાય સંયમમાં સાવધાન મુનિ, ઉપરોક્ત આઠે ય સૂક્ષ્મ પ્રાણીઓના સર્વ ભેદ-પ્રભેદ જાણીને સદા અપ્રમત્તભાવે તેની યતના કરે, રક્ષા કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે સાધુઓને વિશેષ સાવધાની રાખવા માટે આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોનું કથન કર્યું છે. તે જીવો અત્યંત સૂક્ષ્મ હોય છે. અહિંસાવ્રતની પૂર્ણતા માટે તે જીવોની દયા પાળવી અનિવાર્ય છે. તે માટે પૂર્વની અગિયાર ગાથાઓમાં છવનિકાયનું વિશ્લેષણ કર્યા પછી પુનઃ આ ગાથામાં સર્વ પ્રકારના ત્રસ અને સ્થાવર વ્યવહાર સાધ્ય સૂક્ષ્મ જીવોનું વિશ્લેષણ કર્યું છે. તેને મુનિ જ્ઞપરિજ્ઞાથી સારી રીતે જાણે, સમજે અને શ્રદ્ધા કરે તેમજ પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેની હિંસાનો ત્યાગ કરે; દયા પાળવાનો પૂર્ણ વિવેક રાખે.
પ્રસ્તુત ગાથાઓમાં આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોનાં નામ નિર્દેશ છે, તેનું વિસ્તૃત વિશ્લેષણ આ પ્રમાણે છે
(૧) સ્નેહસૂક્ષ્મ :- સૂક્ષ્મ પાણીના પાંચ પ્રકાર છે. (૧) ઝાકળ (૨) હીમ–બરફ (૩) ધૂમ્મસ (૪) વરસતા કરા (૫) જમીનમાંથી ફૂટીને વનસ્પતિના છેડે નાના જળ બિંદુઓ જામે છે તે.
(૨) પુષ્પ સમ - ગુલાબ, મોગરા વગેરેના ફૂલો મોટા હોય છે તેના કરતાં વડ, ઉંબરાદિના ફૂલોને બહુ નાના અને ઘણી માત્રામાં માર્ગમાં વિખરાયેલાં હોવાથી તેને અહીં સૂક્ષ્મ પુષ્પ કહ્યા છે. (૩) પ્રાણી સૂકમઃ- સૂક્ષ્મ પ્રાણીઓ. કુંથવા વગેરે અત્યંત સૂક્ષ્મ ત્રસ જીવો હોય છે. તે જ્યાં ઉત્પન્ન થાય તેવા જ રંગના હોય છે અને તે હલનચલનથી જ દેખાય કે ઓળખાય છે.
(૪) ઉરિંગ સુક્ષ્મ :- સૂક્ષ્મ કીડીના દર = જીવોના દર, તે પણ પાંચ પ્રકારનાં છે. (૧) ઉસિંગ જાતિના